चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ वरवड़ी – पहला

माँ वरवड़ी – पहला

पूरा नाममाँ वरवड़ी
माता पिता का नामपिता का नाम चंखडोजी गोखरू
जन्म व जन्म स्थानઆઈ વરવડીનો જન્મ સં. ૧૦૭૭ લગભગ થએલો. એમનું જન્મસ્થાન કચ્છ-વાગડના ભચાઉ તાલુકાના ખોડાસર ગામમાં. 
स्वधामगमन
 
विविध
આઈ વરવડીનાં લગ્ન ઝાલાવાડમાં રણની ટીકર પાસે આવેલ ગામ ખોડના મારૂ (દેથા) શાખાના ચારણામાં થએલાં. આઈના સ્વસુરપક્ષવાળા પણ મોટા વેપારી પોઠોનો ધંધો કરનારા એ જમનાના લક્ષાધિપતિ ખૂબ સમૃદ્ધિવાળા હતા. આઈ વરવડીનું પરિણિત જીવન ખોડમાં વ્યતીત થએલું.

 जीवन परिचय

આઈ વરવડી (પહેલાં) – આઈ પીઠડ તથા આઈ વરવડી – ૧લાં, એ બંને આઈઓ જુનાગઢના રા’નવઘણ ૧-લા નાં સમકાલીન હતાં. એ બંન્નેમાંથી આઈ વરવડીનો જન્મ સં. ૧૦૭૭ લગભગ થએલો. એમના પિતાનું નામ ચંખડોજી ગોખરૂ. એટલે આઈને ‘ચંખડા સધૂ’ કહેવામાં આવે છે. નરા શાખાની પેટા શાખા ગોખરૂમાં એ જન્મેલાં એટલે કાવ્ય કવિતામાં એમને “નરહી” તરીકે પણ સંબોધન કરવામાં આવે છે. એમનું જન્મસ્થાન કચ્છ-વાગડના ભચાઉ તાલુકાના ખોડાસર ગામમાં. એમના વિષે એક વાત પ્રસિદ્ધ છે કે જન્મ વખતે જ એમને મોઢામાં બત્રીશે દાંત હતા. અને તેમાં ઉપરના જડબામાં આગલા બે દાંત લોઢાના હતા. એટલે એમને માટે છંદોમાં ગવાયું છે કે ‘દાતાં બત્રીશાં સોત જાઈ, લિયા દાંત, સુ લોહરા’, તેઓ રંગે શ્યામ હતાં. કદરૂપાં હતાં એટલે તેમનું હુલામણાનું નામ વરવી (કદરૂપી) વરૂડી-વરવડી પડી ગયું, જે નામથી તેઓ પ્રખ્યાત છે.

આઈ વરવડીનો જન્મ થએલો તે સ્થાનકે ગામ ખોડાસરના ઉતરાદા પાદરમાં આજે આઈ વરવડીનો ઊગમણા બારનો ઓરડો (આઈનું પૂજા સ્થાનક) છે. અને તેની પાસે જ હાલના ગામની ઈશાન બાજુએ આઈના પિતાશ્રી ચંખડાજીએ બંધાવેલ ચંખડાસર નામનું તળાવ છે,

આઈ વરવડીની ઉમ્મર નવ દશ વરસતી હતી ત્યારે સં. ૧૦૮૭ નો ભયંકર દુષ્કાળ પડયો. એટલે તેમના પિતા ચંખડોજી ગોખરૂ વગેરે ચારણો પોતાનાં માલઢોર હાંકીને હાલારમાં ફૂલઝર નદીથી પશ્ચિમે આવેલ આજના ધુળશિયા ગામ પાસે નેશ નાખીને રહેવા આવેલા. આજે પણ ત્યાં આઈ વરવડીનું સ્થાનક છે. બીજે વરસે સં. ૧૦૮૮ માં વરસ ઠીક હતું. પણ ચંખડાજીને એ સ્થાન ગમી ગએલું અને વરસાદ સારો વરસવાથી કચ્છ અને હાલાર વચ્ચે રણમાં ખૂબ પાણી હોવાથી માલઢોરને તેમાંથી લઈ જવાની મુશ્કેલી હતી એટલે ચે ખડોજી ત્યાંજ રોકાઈ ગયેલા..

એ વરસે જુનાગઢનો રાજા નવઘણ ૧લો પોતાની ધર્મની બહેન જાહલને તથા સોરઠના આહિરોને સિંધના સૂમરા રાજાના પંજામાંથી છોડાવવા માટે મોટું લશ્કર લઈને સિંધ તરફ જતાં એ ધૂડસીયા ગામે આવેલ ચંખડા ગઢવીના નેશડા પાસેથી નીકળેલો. તડકો ચડવાથી લશ્કરવાળા ફૂલઝર નદીને કાંઠે પડાવ નાખવાની તૈયારી કરતા હતા. ત્યાં એક મોટા જંગી વડલા નીચે ( હાલે જ્યાં આઈ વરવડીનો થડો છે ત્યાં) એ નેશની ચારણ કન્યાઓ–આઈ વરવડી, તેમનાં બહેન સહદેવભાઈ વગેરે રમતાં હતાં. તેમણે પત્થરના મંગાળાઓનો નાનો ચૂલો બનાવેલો અને પાસેથી લાકડાનાં કરગટીયાં ( નાના ટુકડા) વીણી લાવીને ચૂલામાં અગ્નિ પેટાવેલો. અને તે પર માટીની એક નાની કૂલડીમાં દૂધ નાખીને તેમાં ચોખા ઓરેલા. માતાજીનાં નૈવેદ્ય ખીર બનાવવાની રમત રમતાં હતાં. રા’નવઘણ સેનાની મોખરે હતો, તેણે પાસે આવતાં આ ચારણ કન્યાઓને જોયાં. અને રા’ તથા મોટા લશ્કરને આવતું જોઈને એ કન્યાઓ પણ લશ્કર તરફ વળી. આઈ વરવડી સામાં આવ્યાં, એટલે રા’એ પૂછવું કે : ” બાઈઓ તમે કોણ છો ?” એટલે આઈ વરવડીએ જવાબ આપ્યો કે- “અમે ચારણ છીએ. તમે કોણ છો?” રા’એ કહ્યું કે “હું જુનાગઢનો રા’ છું.” એમ કહીને રા’ ઘોડેથી નીચે ઊતર્યો, હાથ જોડયા એટલે આઇએ તેના દુખણા લીધાં. પછી રા’એ પૂછ્યું કે “માતાજી! આ ફૂલડીમાં શું ચડાવ્યું છે ?” આઈએ કહ્યું કે “માતાજીને નૈવેદ્ય કરવું છે, તે ખીર રાંધીએ છીએ.” રાજાએ હસતાં હસતાં કહ્યું કે :- ” માતાજી ! મને એ પ્રસાદ જમાડશાને!” આઈએ કહ્યું કે “હા હા! જરૂર જમાડયું. હવે ખીર ચઢી ગઈ છે અને રોટલીઓ તૈયાર છે, એટલે જમવા બેસી જાઓ એટલીજ વાર છે.” રા’એ “આઈ ! હું તો હસતાં હસતાં કહેતો હતો. મારી સાથેની સેના પડાવ નાખી રહે એટલે અમારે માટે ત્યાં રસોઈ થવાની જ છે.” આઈએ કહ્યું કે “ નહિ બાપ રા’ ! માતાજીનો પ્રસાદ તો તમારે ને લશ્કરવાળા સૌએ લેવો જ પડશે. માટે સૌએ જમવા બેસાડી દો, માતાજીના પ્રસાદની ના પડાયજ નહિ.” રાજા વિચારતો હતો કે શું ઉત્તર દેવો ? ત્યાં આઈએ પોતાનાં બહેન સહદેવ તથા બીજાં બાઈઓને આજ્ઞા કરી એટલે તેઓ વડલા પર ચઢીને તેનાં પાંદડાં નીચે નાખવા લાગ્યાં અને તે બધાં પાંદડાં નીચે પડવા સાથે કાંસાની ઊજળી તાંસળીઓ અને થાળીઓમાં ફેરવાવા લાગ્યાં. તે જોઈને રા’ને સમજાયું કે “આ તો સાક્ષાત્ જગદંબા છે. એટલે “મા! મા!” કહીને આઈ વરવડીના પગમાં પઢી ગયો. અને બોલ્યો કે “આઈ ! માતાજી! અમે તમારો પ્રસાદ જરૂર જમશું.” ત્યાં તો હજારો તાંસળીઓ અને થાળીઓના ખડકલા થઈ ગયા અને આઈ વરવડી વગેરે પોતાને ત્યાંથી રોટલીઓ અને ગોળ ઘીનું ભાતું લાવેલ તે ભાતાના ડબાઓ પર તથા ખીરની ફૂલટી પર આઈ વરવઢીએ પોતાની લોબઢીની આંચ ફેરવીને તેને લોબડીથી ઢાંકી દીધાં. ત્યાં નેશમાંથી આબાલ વૃદ્ધ ચારણ સમુહ આવી પહોંચ્યો અને આઈએ નવઘણ વગેરે સૌને જમવા બેસાડી દીધા. સૌની આગળ તાસળીઓ અને થાળીઓ મૂકાઈ ગઈ અને પછી લોબડીની નીચેથી સૌના ભાણાઓમાં ખીર-રોટલી, ખાંડ, ગોળ, ઘીનું પીરસણું ચાલું થયું. દરમ્યાન આઈએ સૌને કહ્યું કે “ખીર રોટલી, ધૃત, ખાંડ તો સૌને પીરસાશે, પણ તે સિવાય જેની જે ઇચ્છા હોય તેણે તે વસ્તુનું ચિંત્વન કરવું.” સીએ બે મિનિટ આંખ મીંચી અને ઈચ્છિત વસ્તુનું ચિંત્વન કર્યું. આંખ ઊઘાડી તો પોતાની ઇચ્છિત વસ્તુ પીર- સાઈ ગઈ હતી. બાદ સૌએ આઈ વરવડીની જય બોલાવી. જમવાનું શરૂ કર્યું. અને થોડીવારમાં સૌ જમી તૃપ્ત થયા. ત્રણ વખત ખીર, રોટલી, ખાંડ, ઘી આગ્રહપૂર્વક પીરસાયાં, પણ એક નાનકઢી ફુલડીની ખીર અને ભાતાની થોડીક રોટલીઓ તોય ખૂટી નહિ. દ્રૌપદીને સૂર્યનારાયણે આપેલ અક્ષયપાત્રની જેમ આઈ વરવડીની કુલડી અક્ષયપાત્ર બની. વસિષ્ઠ ઋષિની ન’દિની (કામધેનુની પુત્રી) એ જેમ રાજા વિશ્વા – મિત્રના આખા લશ્કરને જમાડયું હતું, તેમ આઈ વરવડીની લોબઢી કામધેનુની પુત્રી નંદિની બની ગઈ.

આઈ વરવડી (પહેલાં) અંગે શ્રી નરૂજી કવિયા રચિત ‘જગદ’બારા પવાડા’નામના ગીત ચિત્ત ઈલોલમાં નીચે મુજબ વર્ણન છે.

બિરવડા રા બિરદ બંકા, સુણે કાન સુહાય,
જન્મ લીધો ભલાં જગમ ચંખડા ઘર જાય;
તો સુખ થાયજી સુખ થાય, સગતી સેવગાં સુખ થાય-૧

બાદ આઇએ નેશના ચારણોને કહી એ સ્થાન પાસેની રેતી-ધૂળ ભેળી કરાવી તે પર લોબઢી ફેરવી. એટલે તે ધૂળ બાજરો બની ગઈ, જેના પાવરા ચડાવીને સૌ ઘોડાઓને પણ તૃપ્ત કરવામાં આવ્યા. એ વડલા નીચે થોડીવાર આરામ કર્યા પછી રા નવઘણે વિદાયની આજ્ઞા માગતાં કહ્યું કે “મા! મારી ધર્મની બહેન જાહલ તથા તેના સાથવાળા સોરઠના અહિરો પર આફત આવી છે. તેમને સૂમરાઓના પંજામાંથી છોડાવવા માટે સિંધ જાઉં છું, તે આપ આશિષ આપો એટલે સૂમરાઓ પર મારો વિજય થાય?” આઈ વરવડીએ ઉત્તર આપ્યો કે “બાપ રા’ ! જા મારી આશિષ છે, તારો વિજય થશે. ” ત્યારે નવઘણે કહ્યું કે માતાજી ! વચમાં એક મુશ્કેલી છે. હાકડો સમુદ્ર આઈ આવડના પ્રતાપે સૂકાઈ ગયો છે. પણ ચોમાસાનાં નદીઓનાં પાણી હજુ તેમાં ભર્યાં છે, એટલે લશ્કરને લઈ જવાની મુશ્કેલી છે. અને જો ફરીને જાઉં તો તે માર્ગ ઘણો લાંબો છે, એટલે ઘણો વખત લાગી જાય.” આઈએ કહ્યું કે “બાપ! આ માતાજીના આખા (ચોખા) આપું છું, તે હાકડાના પાણીમાં નાખજે એટલે તારો ઘોડો જ્યાં હાલશે ત્યાં હાકડામાં માર્ગ પડતો જશે અને તારી ફોજ નિર્વિધઘ્ને સિંધ પહોંચી જશે.” આઈનાં એ વેણ સાંભળીને રા’નવઘણ ખૂબ પ્રસન્ન થયો. તેણે પોતાની પાઘડી અંતરવાસ નાખી ઘૂંટણિયે પડીને આઈએ આપેલા આખા (ચોખા) પોતાના ખેસમાં લીધા અને તેની ગાંઠ વાળી અને આઈ પીઢડનાં દર્શન કરી તેમના પણ આર્શીવાદ મેળવીને સિંધમાં પહોંચ્યો. સુમરાઓ પર વિજય મેળવી જાહલ તથા આહિરોને છોડાવી લાવ્યો. અને વળતી વખતે પણ રા’નવઘણ આઈ વરવડીને પગે લાગવા તથા ઉપકાર માનવા માટે તેમના નેશ આવેલે.

આઈ વરવડી જગદંબાનો અવતાર હતાં. આઈ અનપૂર્ણા તરિકે જીવનભર અતિથિઓને પોષતાં રહ્યાં. એમની ઉદારતા અજોડ હતી. સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આઈ હિંગળાજ અને આઈ આવડ – આશાપુરા કે આઈ રવેચીની યાત્રાએ જનારાં સૌ ભાવિકો આઈ વરવડીનાં દર્શનનો અવશ્ય લાભ લેતાં. નવઘણના લશ્કરને જમાડયું તેવી રીતે કાપઢી સાધુઓના હજારોની સંખ્યાના મોટા સંધો દર વર્ષે હિંગળાજ પરસવા જતી વખતે શુભ શકુન તરીકે આઈ વરવડીનો પ્રસાદ અવશ્ય લેવા આવતા, તેમને પણ આઈ વરવડી જમાડી તૃપ્ત કરતાં. એમના પિતા ચં’’ખડાજી સેંકડો પોઠીયાઓ રાખીને વિાણિજ્ય વેપાર ખેડતા. પંજાબ, રાજસ્થાન મધ્યપ્રદેશ, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત સર્વત્ર એમની મોટી શાખ હતી. ખૂબ સંપત્તિવાન હતા. એમને ઘરે સર્વે અતિથિઓ, સાધુ સંતાનો ખૂબ આદર સત્કાર થતા, સદાવ્રત ચાલુ રહેતું. આઈ વરવડીનાં અનેક કાવ્યો, છંદો, ગીતા, ચરજો રચાયાં છે; તેમાંના એક છંદની કેટલીક કડીઓમાં

તેમના જન્મની, નવઘણ તથા તેના લશ્કરને જમાડયાની તથા કાપટીયોના સંધોને જમાડવાની વાતોનો ઉલ્લેખ છે. તે છંદની એ કઢીઓ આ નીચે આપવામાં આવે છે.

આઈ વરવડી સ્તુતિ કર્તા ગઢવી કાનાભાઈ (અજ્ઞાત)

દોહા
જિણ નવઘણ જીમાડિયો, સરજ શિશયર શાખ;
વળાં સંપૂરણ વરવડી, નિમત્ર કટક બડ લાખ.
સૂરજ ચંદ્રની સાક્ષીએ જે અન્નપૂણાંએ રા’નવઘણને તથા તેના હજારો-લાખોના મોટા લશ્કરને નિર્મત્રણ આપીને જમાડયું તે અમારાં વળાઓ (ધાર્મિક ઉત્સવો) ને પૂર્ણ કરનારાં આઈ વરવડીને નમસ્કાર હો.

દાંતાં બત્રીશાં સોત જાઇ, લિયા દાંત સુ લોહરા…..
અચરજ્જ દર્શન હુવા અમ્બા, મટપા વાદળ મોહરા…..
દોય પખાં પૂરી શક્ત શૂરી, વિના હકમ પર વડી…..
નિત વળાં અન્ન વડ દેયણ ‘નરહી’, વળાં પૂરણ વરવડી….
જિય વળાં પૂરણુ વરઘડી-૧
જે બત્રીશ દાંતો સાથે જન્મેલાં અને જેમના ઊપરના જડયાના આગલા બે દાંત લોઢાના હતા, તે જગદંબા વરવડીનાં દર્શન થવાથી અમારાં મોહના સર્વે વાદળા – આવરણો મટી ગયાં. જેમના પિતૃપક્ષ તથા માતૃપક્ષ બહુ ઉચ્ચ કોટિનાં હતાં, તે શૂરતાનાં અધિષ્ઠાત્રી શક્તિ વરવડી પર કોઇનો હુકમ ચાલતો નહિ, તે સ્વાધીન સ્વતંત્ર મહાસમથ પરાશક્તિ રૂપ હતાં. સર્વે ધાર્મિક ઉત્સવોમાં અમારા અન્નના ભંડારાને છલકાવી દેનારાં, અમારા ધાર્મિક મનોરથોને પૂરણ કરનારાં એ આઈ વરવડીને અમારાં વંદન હો.

નવ લાખ ઘોડે ચડયો નવઘણ, સૂમરાં ધર સો લડે…..
સાગર સુ ખળભળ શેષ સળવળ ચાર ચક ધર ચળવળે….
ઇણ રૂપ ચડિયો સિંધ ઊપર, ઇલા રજ અંબર અઢી….
નિત વળાં-૨
ઘોડાઓની નવલખી સેના લઈને સૂમરાઓની ધરા પર યુદ્ધ કરવા માટે જ્યારે જુનાગઢનો રા’નવઘણ ચડયો ત્યારે સમુદ્ર ખળખળી ઊઠયો, શેષ નાગ સળવળવા લાગ્યા, પૃથ્વી ચૌદિશે ચાકડે ચઢી. આવી રીતે જ્યારે રાજા નવઘણું ચડયો ત્યારે (તેના ઘોડાઓની ખરીઓથી ઊઠેલી) પૃથ્વીની રજ આકાશ સુધી છવાઈ ગઈ. (એ નવઘણનાં સહાયક) અમારા ધાર્મિક મનોરથોને પૂરણ કરનારાં આઈ વરવડી ને વંદન હો.

બાઈઉં તે રમવા વૈશ બાળે, નેશહૂ તે નીસરી…
મહેશ ડાડો શેષ મામો, એમ દો પખ ઊજળી…..
દેશોત નવઘણ જમત જિણ દિન ચાડ નાની ચરવટી….
નિત વળાં-૩
જેમના પિતૃપક્ષમાં શ્રી શંકર ભગવાન પિતામહને સ્થાને છે અને જેમના માતૃપક્ષમાં શેષ નાગ મામાના સ્થાને છે, એવાં બેય પખાં જેમનાં ઉજ્જવળ છે એવી બાળવયની ચારણ કન્યાઓ નેશમાંથી રમવા માટે બહાર આવેલી અને ત્યાં એક નાની ચરૂડી (ફૂલટી) ચડાવીને ખીર રીધેલી, તે જમાડીને તે દિવસે જેમણે દેશાધિપતિ નવઘણને (તેની સેના સાથે) તૃપ્ત કર્યો તે અમારા ધાર્મિક ઉત્સવ તથા મનોરથને પૂરા કરવા – વાળા આઈ વરવડી નો વિજય હૈ.

સહદેવ બેનડ આપ સમવડ ચોજ રાખણ વડ ચઢી…..
ત્રાસળા કીધા પાન ત્રોડે, ઘણે સંચે તિણ ઘડી…..
કોય કળા વરવડ, ધ્રુપે કટકડ, કિયા ત્રપતા ફૂલઢી..
નિત વળાં-૪
પોતાના સમાન શક્તિશાળી એવાં પોતાનાં બહેન સહદેવબાઈ આઈની અમાપ શક્તિને પ્રગટ કરતાં હોય તેમ વડ પર ચડયા અને એ વખતેજ વડતાં પાન તોડીને તેને તાસળીઓના રૂપમાં ફેરવીને તેનો મોટો ઢગલો કર્યો. કોઇ દેવી કળાથી જે આઈ વરવડીએ આખા લશ્કરને એક નાની કૂવડીમાં રાંધેલ ખીરથી તૃપ્ત કર્યું, તે અમારા નૈવેદ્યના ઉત્સવ મનોરથ પૂર્ણ કરનારાં આઈ વરવડીમાને અમારાં લાખ લાખ વંદન હો.

અન્ન ધૃત અણથર ચરુ હેકણ પોરસેં દળ પોષીઆ…..
કોય વાર જીમણ ધ્રુવે કટકડ, સમુદ્ર જળ ઘણ શોષીઆ…..
અણુ રૂપ ઊઠી નાખ આખા, સુજશરી જગ સગ ચડી…..
નિત વળાં-૫
એક ચરૂમાંથી અણખૂટ અન્ન ઘી કાઢીને ખૂબ પોરસથી પ્રેમ ભર્યા ઉત્સાહથી જેણે કોઈ અનોખી પળે, અનોખા સમયે મોટી સેનાને જમાડીને તૃપ્ત કરી અને ચમત્કારિક આખા (અક્ષત – ચોખાના દાણા) નાખીને સમુદ્રના અમાપ જળનું શોષણ કર્યું, તેથી જેમનો યશ જગતમાં સર્વત્ર ટોચ પર પહોંચ્યો એવાં અમારા નૈવેદ્યના અવસરોમાં પ્રાણ પૂરનારાં આઈ વરવડી ને અમારાં લાખ લાખ વંદન હો.

કાપડી ગણ લખ જાત્ર કારણ, એહ નેશે આહિયા…..
દોહણે હેકણ તેંજ દેવી, પંથ વહેતા પાહિયા…..
સત ધનો વરવડ કિરણ સૂરજ, પ્રસંધ નવખંડ પરવડી…..
નિત વળાં-૬
કાપઢીના અનેક સંઘ (દર વર્ષે હિંગળાજની) યાત્રાએ જતાં આઈના એ નેશે આવેલા તેમને અને એ ભાગે જતા લાખો યાત્રાળુઓને એકજ દોણા (માટીના વાસણ) માંથી પીરસીને હે આઇ ! આપેજ સૌને તૃપ્ત કરેલા. સૂર્યનાં કિરણો સમાન નવે ખંડમાં જેમનું સત પ્રસરેલું છે, એવાં એ આઈ વરવડીને ધન્ય હો, અમારા ધાર્મિક અવસરોમાં રિદ્ધિ સિદ્ધિ પૂરનારાં આઈ વરવડીને અમારાં લાખ લાખ વંદન હો.

આઈ વરવડીનાં લગ્ન ઝાલાવાડમાં રણની ટીકર પાસે આવેલ ગામ ખોડના મારૂ (દેથા) શાખાના ચારણામાં થએલાં. આઈના સ્વસુરપક્ષવાળા પણ મોટા વેપારી પોઠોનો ધંધો કરનારા એ જમનાના લક્ષાધિપતિ ખૂબ સમૃદ્ધિવાળા હતા. આઈ વરવડીનું પરિણિત જીવન ખોડમાં વ્યતીત થએલું.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ वरवड़ी से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति