चारण शक्ति

Search
Close this search box.
Welcome to चारण शक्ति
Search
Close this search box.

मां जानबाई डेरड़ीवाला

मां जानबाई डेरड़ीवाला

पूरा नाम આઈ જાનબાઈ (ડેરડીવાળાં)
माता पिता का नाम આઈ જાનબાઈના પિતાનું નામ ગઢવી મેઘાણંદે રેઢ. માતાનું નામ ચિત્તબાઈ આઈ (નરેલા).
जन्म व जन्म स्थान
स्वधामगमन
विविध

 जीवन परिचय

(આઈ જાનબાઈનું વૃત્તાંત તેમના વંશજ ડેરડીના ગઢવી બાલુભાઈ ખીમરાજભાઈ એ લખી મોકલેલ હરીકતના આધારે લખાએલ છે. તે બદલ શ્રી બાલુભાઈનો આભાર માનું છું. પિંગલ પાયક.)

આઈ જાનબાઈના પિતાનું નામ ગઢવી મેઘાણંદે રેઢ. માતાનું નામ ચિત્તબાઈ આઈ (નરેલા). આ મેઘાણંદ ગઢવીનું મૂળ ગામ તો ગઢડા પાસે આવેલ ગૂંદાળા, પણ તેઓ વળા પાસે આવેલ ગામ પછગામના ગોહિલ ગરાસિયા દેવાણીઓના કારભારીનું કામ કરતા. એટલે પછેગામમાં રહેતા. ભણેલા, કુશળ વિદ્વાન અને ધર્મનિષ્ઠ હતા. ઘરે માલઢોર પણ ખૂબ રાખતા, માતાજી ખોડિયારના ભકત હતા, તેમને ત્યાં દરરોજ સવાર સાંજ ધૂપ દીપ, સાથે માતાજીની પૂજા થતી. ઘણા વરસો સુધી તેમને ત્યાં કોઈ સંતાન નહિ, પણ પ્રૌઢ ઉમ્મરે તેમની ભકિત અને તપ ફળ્યાં અને સં. ૧૭૫૬ લગભગ ૧૧ માસના ગર્ભવાસ પછી આઈ ચિત્તબાઈની કુખેથી રૂપરૂપનાં અંબાર એવાં પુત્રીનો જન્મ થયો, જેમનું નામ જાનભાઈ પાડવામાં આવ્યું. ઘરના સુખી વળી ભેંશો-ગાયોનો બહોળા જખીરો, એટલે પુત્રીને રમાડવા તથા સાચવવા માટે એક નોકર બાઈ રાખેલી, જેનું નામ લાલી.

જાનબાઈની ઉમ્મર છ સાત વર્ષની હશે ત્યારે એક વખત મેઘાણંદ ગઢવી બહાર ગામ ગએલા અને માતા ચિત્તભાઈ સાંજ ટાણે કંઈ કામે ગામમાં ગયેલાં, પટારાની ચાવી સાથે લઈ જવાનું ભૂલી ગએલાં, લાલી જાનબાઈને રમાડતી હતી, તેણે ચાવી જોઈ અને તેના મનમાં પટારામાં હતાં તે ઘરેણાની ઉઠાંતરી કરવાની દુર્ગંદ્ધિ પ્રગરી તેણે જાનબાઈને પ્રેરણા કરીને પટારાનું તાળું ઉઘડાવ્યું, અને તેમાંથી બધા દાગીના લઈને જાનબાઈને પહેરાવ્યા અને “બાપુ આવતા હશે. માટે ચાલો સામાં જઈએ”, એમ સમજાવીને જાનબાઈને સાંજના અંધારામાં ગામથી દૂર એક નિર્જન વાડીમાં લઈ જઈ ઘરેણા ઉતારી લઈ તેમને કુવામાં નાખી દીધાં અને ઘરેણા લઈને ભાગી નીકળી, પણ અંધારી રાતમાં દેવકાપથ દિશાભાન ભૂલી ગઈ. અવળે માર્ગ ચડી, આંધળી ભીત બની બાજુની ઝાડીમાં બેભાન બની પડી રહી,

ચિત્તભાઈ આઈ ઘરે ખાવ્યાં, તપાસ કરી તો જાનબાઈ કે લાલીનો પતો ન મળે. ત્યાં મેઘાણંદ ગઢવી આવ્યા, તેમણે પોતે તપાસ કરી. ગામમાં ઘરોઘર પૂછપરછ કરી, આસપાસ માણસો દોડાવ્યાં. આખી રાત તપાસમાં, દોડમદોડ અને ચિંતામાં વીતી, દરમ્યાન એ રાત્રે ગામમાં રહેતા એક પી જારા અને તેની સ્ત્રી વચ્ચે તકરાર થતી પી’જારાએ પીજારણને મારી એટલે તે આપઘાત કરવા માટે પરોડ વખતે જે કુવામાં જાનબાઈને લાલી મુકેલા તે કુવા પર આવી. તો સૂજણ થઈ ગએલું. કુવામાં તેણે ડોકીયું કર્યું, તો તેના પણીમાં જાનભાઈને રમતાં જોયા. અનબાઈની તપાસ ગામમાં થતી હતી, તે તે જાણતી હતી. એટલે આપઘાતને વિચાર માંડી વાળાને તે ઘરે આવી અને પોતાના પત્તિ દ્વારા મેઘાણંદ ગઢવીને સમાચાર કહેવરાવ્યા, એટલે મેઘાણ’દ ગઢવી તથા બીજાઓ ત્યાં વાડીએ ગયા જુએ છે તો જાનબાઈ પાણી પર ચૂદડી પાથરીને રમે છે. સૌ તાજીબ થઈ ગયા. મેઘાણદ ગઢવીએ કહ્યું કે બેટા જાનબાઈ! દોડું નાખીને માણસ તેડવા મોકલું છું.” ત્યાં આઈ જાનબાઈએ કહ્યું કે “બાપુ ! દોરડાની કોઈ જરૂર નથી. હું આ બહાર આવી” એમ કહેતા તે કુવાનાં પાણી ઉપર ચડવા લાગ્યા. કૂવો છલકાણો અને આઈ બહાર આવ્યાં બાપુને પગે લાગ્યાં. ગલે વળગી ગયાં. બીજાં સૌ પણ આઈને પગે લાગ્યાં. ગામ ધણી દેવોજી આવ્યા પગે લાગ્યા બાદ મહાક્ષમાવત આઇ જાનબાઈએ લાલીના સગડ લઈને તેને ખોળી કાઢી. તેને માથે હાથ ફેરવ્યો. તેની કુબુદ્ધિ દૂર કરી. તે દેખતી થઈ. સૌ ઘરે આવ્યાં. પિતા માતાને પુત્ર ન હોવાનું દુઃખ જાણી આશીર્વાદ આપ્યા એટલે ચાર વર્ષમાં બે પુત્ર રમવા લાગ્યા. આઈ જાનબાઈના દિવ્ય રૂપની, પ્રભાવશાળી વ્યક્તિત્વની અને પરચાઓની વાતો સર્વત્ર પ્રસરી ગઈ. ચારણ, રાજપૂતો, કાઠીઓ અઢારે વર્ણના લોકો તેમનાં દર્શને આવવા લાગ્યા, આઈ દીન દયાળુ હતાં. દુઃખિયાંનાં દુઃખ જોઈને એમનું હૃદય દ્રવી ઊઠતું અને તેના નિવારણ માટે પોતાથી બનતું બધું કરી છૂટતાં.

પિતાની ઉમ્મર વૃદ્ધ થતાં તે કારભારીપણામાંથી મુકત થઈ પોતાને જૂને ગામ ગૂંદાળા રહેવા ગયા, પુત્રી ઉમ્મર લાયક થયાં હતાં, એટલે માતાપિતા તેમના સંબંધ માટે ચિંતાતુર રહેતાં હતાં. દરમિઆન ઈં ગોરાળાના ગઢવી હરસૂરભાઈ લાંગાવદરાના ૨૦ વર્ષના જુવાન પુત્ર કાંથડભાઈ ઘર ભંગ થયા. કાંથડભાઈ કવિ, વિદ્વાન, સાથે ભક્તરાજ હતા. પગપાળા હિંત્રળાજ માતાજીની યાત્રા કરી આવેલા, તેમણે પિતાને કહી દીધું કે ‘મારે બીજું લગ્ન કરવું નથી.’ગામ ધણું કાઠી દરબારોના ડાયરામાં કાંથડ ભગત રામાયણ, મહાભારત, ધર્મ કથાઓ વાંચતા. ઇતિહાસ વાર્તાઓ કહેતા. માતાજીના ગુણગાન કવિતાઓ બનાવીને સંભળાવતા. એ દરબારો તથા માતાપિતાના ખૂબ આગ્રહથી ગઢવી મેગાણંદનાં પુત્રી આઈ જાનબાઈ સાથે તેમનું સગપણ કરવાની વાત ચલાવવામાં આવી અને આઈનાં માતાપિતાને પણ વર ઘર યોગ્ય લાગવાથી સં. ૧૭૭૪ લગભગ આઈ જાનબાઈનાં લગ્ન કાંથડ ભગત સાથે થયાં. મેઘાણદ ગઢવીએ ભેંશો, ગાયો, દાગીના, ક્રિમતી વસ્ત્રો, ઘર વખરીને સામાન વગેરેનો ખૂબ સારો કરિયાવર કર્યો. (આઈ જાનબાઈ પહેલું આણુ વળીને પિયરથી સાસરે આવતાં હતાં ત્યારે વચમાં બળદ થાકી જવાથી સાવજને પકડીને ગાડે જોડેલો. તે જોઈને ઈ ગોરાળાના લોકો આશ્ચર્યચકિત થઈ ગએલા. ઈ ગોરાળે પહોંચીને સાવજને છૂટો મૂકેલો, એવી વાત પર પરાથી સંભળાય છે.)

ચાર પાંચ વરસ ઇ ગોરાળા રહ્યા બાદ પોતાનાં બહોળાં માલઢોર માટે ‘પોતાનો સ્વતંત્ર ટી’બો-સ્વતંત્ર ગામ હોય તો સારૂં” એમ આઈ જાનબાઈની ઈચ્છા થઈ. એ અરસામાં એક વખત કાંથડ ભગત કંઈ કામ પ્રસંગે ભડલી ગામે ગએલા. ત્યાંના જાગીરદાર જુનાગઢનના રા’ કુળના રાયજાદા રા’કાન બહુ ઉદાર દાતાર હતા, રત્ન પારખુ હતા, વિદ્વાનોના કવિઓના ચાહક હતા. તે કાથડ ભગતની વિદ્વત્તા કવિતા, ભક્તિ તથા પવિત્ર આચરણથી પ્રભાવિત થયા, પ્રસન્ન થયા. ઉપરાંત આઈ જાનબાઈ જીવતાં જાગતાં જગદં’બા હોવાની હકીકત પણ તે જાણતા હતા, એટલે તેમણે આઈ જાનબાઈએ પસંદ કર્યા મુજબ ગામ ડેરડીનો જૂનો ટીંબો અને તેની આસપાસની વિશાળ ભૂમિ આઈને અર્પણ કરી. ત્યાં આઈ જાનબાઈએ સ’. ૧૭૭૯માં ડેરડીનું તોરણ બાંધ્યું. અને પોતે ત્યાં વસવાટ કર્યો. ગામ વસાવ્યું,

સંવત ૧૭૮૦માં ઓઘડ નામનો એક કાઠી ૧૫૦ ઘોડેશ્વારો સાથે આઈનાં દર્શને ડેરડી આવ્યો. ઉનાળાના દિવસો, ખૂબ તડકો હતો. ઘોડાં અને સ્વારો સૌ ખૂબ તરસ્યા થએલા. આજુબાજુનાં ગામોમાં પણ પાણીની ખૂબ મુશ્કેલી હતી. એ વાત આઈ જાનબાઈ પાસે રજુ થતાં પોતે જ્યાંથી પાણી ભરતાં-ભરાવતાં, ત્યાં ગામની બાજુમાં જ આઈએ સ્વહસ્તેથી એક છાલીવાથી ધૂળ રેતી ખોદી કાઢીને ખાડો કર્યો અને એમાંથી મીઠું પાણી નીકળ્યું, એટલે ઘડા ભરીને ઘોડા તથા સ્વારોને પાણી પાવામાં આવ્યું. બાદ એ સ્થળે આઈ જાનબાઈએ ખોદકામ કરાવીને મોટી પહોળી વાવ કરાવી. પાકું ચણતર કામ કરાવી તેમાં પગથીયાં બંધાવ્યાં.

આઈ જાનબાઈ પોતે અસ્પૃશ્યતાથી હાડોહાડ વિરૂદ્ધ હતાં. એ જમાનામાં તેમણે હરિજનોને અપનાવેલા, આભડછેટના પાપને ધોઈ નાખેલું. આઈ આવડ, આઈ ખોડિયાર, આઈ કરણીજી, આઈ વરવડી, આઈ દેવલ, આઈ નાગબાઈ તેમજ સર્વે આઈઓએ હરિજનોથી કોઈ ભેદભાવ ન રાખેલો, પણ સમાજને ગળે એ વાત ન ઊતરેલી, આઈ જાનબાઈએ એ વાત સમાજને ગળે ઉતારવાનો સક્રિય પ્રયાસ કર્યો. પોતે બનાવેલી વાવમાંથી બ્રાહ્મણ, ચારણ, રાજપૂત. કાઠી, વણિક, કોળી સર્વે વણોની સાથે ચમાર, વણકર, ભંગી સૌને પાણી ભરવાને અધિકાર આપ્યો. તેનું કડક પાલન કરાવ્યું, અને એ અધિકારને પર પરાગત ચાલુ રાખવાની સખ્ત આજ્ઞા કરી, જેનું પાલન આજે ૨૬૦ વર્ષ થયાં જેમનું તેમ ચાલુ છે.

વડોદરા-દામાજીરાવ ગાયકવાડના સમયમાં સંવત્ ૧૮૧૬માં (સન ૧૭૬૦માં) દામાજીરાવનો પુત્ર ફતેસિંહરાવ ગાયકવાડ સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા આવેલો. તેને ખબર મળ્યા કે ૯૦૦ લગભગ કાઠીઓએ અમરેલી પરગણુનાં ગામોમાં ઘાડો પાડીને લૂંટો ચલાવી છે. એટલે તે પોતાના લશ્કર સાથે તેમની પાછળ પડયો. કાઠીઓ સાથે ઝપાઝપી થઈ, તેમાં કાઠીઓ હાર્યા, ભાગી નીકળ્યા. ફતેસિંહરાવ ઘોડેસવાર લશ્કર સાથે તેમની પાછળ પડયો. કાઠીઓને કોઈ સંઘરે તેમ ન હતું. ભાગતાં ભાગતાં આઈ જાનબાઇની ડેરડી વચમાં આવતાં તે બધા આઈનાં દર્શન કરવા ગયા. તે વખતે સાંજ પડી ગએલી. આઇએ તેમને જમવાને આગ્રહ કર્યો. એટલે તેમણે કહ્યું કે “ માતાજી ! અમારી પાછળ ફતેસિંહરાવ આવે છે. અમને રોકવામાં આપને ધર્મ સંકટ ઊભું થાય, એ બરોબર નહિ. માટે અમને રજા આપો.” આઇએ ઉત્તર આપ્યો કે “તમે મારે ત્યાં આવ્યા છો. હું ચારણ છું, આઈ છું. આશરાનો ધર્મ ચૂકું’, એ કેમ બને ? અને માતાજીનો પ્રસાદ લેવાનું નોતરું તમારાથી ઠેલાય નહિ. ફતેહસિંહ આવતો હોય તો ભલે આવે. માતાજીમાં ભરોંસો રાખો, ડેરડીમાં તમારો વાળ વાંકો નહિ થાય ” કાઠીઓ આઈના પ્રતાપને જાણતા હતા. રોકાઈ ગયા. આઈએ ગામની બાઈઓને બોલાવી મેમાનો માટે રસોઈ તૈયાર કરાવી, સુખડી, રોટલી, રોટલા, શાક, ભાત, સાકર દૂધ જમાડી સૌને તૃપ્ત કર્યા. અને રાત રોક્યા, ત્યાં ખબર આવ્યા કે ફતેસિંહરાવે લાઠીના ઠાકોર સાથે ડેરડીથી થોડે દૂર રસનાળ ગામ પાસે પડાવ નાખ્યો છે. તે સાંભળને ૭૫૦ કાઠીઓ રાતના અંધકારમાં ભાગી ગયા. પણ ૧૫૦ જેટલા આઈની ખાત્રીના વિશ્વાસે ડેરડીમાં રોકાઈ ગયા, ફતેસિંહરાવને રાત વચ્ચે ખબર મળ્યા કે ઘણા ખરા કાઠીઓ ડેરડીથી ભાગી ગયા છે અને કેટલાક ડેરડીમાં હજુ રોકાણા છે. એટલે તે વહેલી પરોડે ડેરડી નજીક આવી પહોંચ્ય અને એક ટેકરી ઉપરથી ડેરડી તરફ નજર કરી તો તેને લાગ્યું કે ‘ડેરડીની આસપાસ મોટો કિલ્લો છે, તેના પર તોપો ગોઠવાએલી છે અને બાજુમાં સળગતી જામગરીઓ લઈને તોપચીઓ ઊભા છે અને ખુરજે બુરજે બંદુકાવાળા જુવાન જોધ્ધાઓ સામનો કરવાની તૈયારીમાં છે.’ ફતેહસિંહરાવે લાઠી ઠાકોરને બોલાવીને પૂછ્યું કે ડેરડીની ચારે બાજુ કિલો દેખાય છે, તો તેની વાત તમે મને કેમ નથી કરી?” એટલે લાઠી ઠાકોર સાહેબે કહ્યું કે “ડેરડીની ચારે બાજુ કિલો છે જ નહિ, અને મને દેખાતો પણ નથી.” ફત્તેસિંહરાવે કહ્યું કે તમને નથી દેખાતો પણ મને દેખાય છે. તો પછી એ કાંઈક ચમત્કાર જેવું છે ! ડેરડીમાં કોઈ દેવદેવી જેવી ચમત્કારી વ્યકિત છે ?” એટલે લાઠી ઠાકોરે ઉત્તર આપ્યો કે “હા, ચારણ માતાજી આઈ જાનબાઈ માં છે તે બહુ ચમત્કારી છે અને સૌ તેમને માતાજી ખોડીયારનો અવતાર માને છે.”ફત્તેસિંહરાવે બહુ વિચક્ષણ દીર્ઘ દષ્ટિવાળા, ધર્મનિષ્ઠ પુરૂષ હતો. તેણે કહ્યું કે “એમ હોય તો આપણે એ માતજીના ગામ પર ચડાઈ કરવી નથી.” એમ કહીને તેણે માણસ મોકલીને કહેવરાવ્યું” કે “માતાજીને શરણે રહેલા કાઠીઓને હું માફી આપું છું. અને હવે તેમને પકડવા કે લડાઈ કરવા નહિ, પણ માતાજીનાં દર્શન કરવા અને તેમને પગે લાગના માટે ડેરડી આવું છું.”

આઈ તરફથી સમાચાર આવ્યા કે “મલે આવે.” એટલે લાઠીના ઠાકોર તથા :- માણસાના રસાલા સાથે હાથી પર સવાર થઈને ફતેહસિંહરાવ ગાયકવાડ ડેરડીના પાધરમાં આવ્યા, ત્યાં તો આઈ જાનબાઈ કુમારિકાઓ પાસે સામૈયું ઉપડાવીને વાજતે ગાજતે પાધર સુધી સામાં આવ્યાં ફતેસિંહરાવ હાથી પરથી ઉતરે તે પહેલાં આઈએ પોતા ના હાથ લંબાવી હાથી પર અંબાડીમાં બેઠેલા ફત્તેસિંહરાવનાં ઓવારણા લીધાં. તુરત જ ફતેહસિંહરાવ નીચે ઉતર્યો, આઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. ચરણોમાં ભેટ નજરાણું ધર્યું. લાઠી ઠાકોર વગેરે સૌ પગે લાગ્યા. આઈએ ફતેહસિંહરાવને ગુરીને તેમને તથા સાથવાળાઓને સાકર એલચી-કેશર- કસ્તુરી યુક્ત દૂધ, સુખડી, (ભાતલાં) રોટલા વગેરે જમાડી સ્વાગત કર્યું. કૂનેહસિંહરાવે ડેરડીની જમા બધી હમેશને માટે માફ કરી અને તે પછી વિદાય લીધી.

આઈને બે પુત્રો મોટા બિલોભાઈ અને નાના રાણોભાઈ. સંવત ૧૭૮૨ લગભગ બાવાભાઈનો અને સ.. ૧૭૮૬ લગભગ રાણાભાઈનો જન્મ. ઉમ્મર લાયક થતાં બન્નેને પરણાવેલા, અને તેમને ત્યાં પણ પુત્ર પરિવારની વૃદ્ધિ થઈ. બાવાભાઈનાં પત્નિ આઈ ધાનબાઈ બહુ પવિત્ર, સુશીલ, આઈ જાનબાઈની પ્રતિકૃતિ જેવાં જ ખૂબ તેજસ્વી, દયાળુ અને સેવાભાવી હતાં. તેમની સેવાથી આઈ જાનબાઈ ખૂબ પ્રસન્ન રહેતાં. આઈના નાના પુત્ર રાણાભાઈ તીખા આગ્રહી સ્વભાવના, ભાળી પ્રકૃતિવાળા હતા, તેમની ….. પણુ નરમ ગરમ રહેતી. તેમના મિત્રો પણ સામાન્ય કોટિના અને તેમાં એક ભગા નામનો ભરવાડ તેમનો ખાસ ભાઈબંધ હતો. તે બહુ જૂના વિચારનો ચોખલિયો હતો, તે તથા એવા જ બીજા ગામ પરગામના ભાઈબંધો રાણાભાઈને ભ’ભેરણી કરતા રહેતા કે “રાણાભાઈ! આઈ તો મોટું માણસ કહેવાય. એટલે એમને કોઈ કહે નહિ. પણ આ તમારી તબીયત ઠીક નથી રહેતી, તેનું ખરું કારણ આભડછેટ છે. આઈ જેવાં માણસને એવું શુ સૂઝયું કે આદુ અનાદુથી વર્ણાવર્ણી કરી મૂકી છે, તે તોડીને સૌને વટલાવી મારે છે. ? આઈને ખીજું તો કોઈ કહી શકે તેમ નથી. સાવજને ભઈ! કોણ કહેવા જાય કે તારું મોટું ગંધાય છે. ? પણ તમે તો આઈના દીકરા છો એટલે તમે જરૂર કહી શકો અને સમજાવો તો આઈ જરૂર માની જાય. સૌને વટલાવી મારવાનું બંધ કરે, અને તો આ તમારી તબીયત પણ સુધરી જાય.” અનેક વખતની આવી ભંભેરણીથી રાણાભાઈ ના ભોળા મનમાં ગાંઠ પડી ગઈ કે વટાળના પાપથી જ તેની તબીયત સારી રહેતી નથી.

એક દિવસ બાવાભાઈ બહાર ગામ ગએલ, ત્યારે વાળુ ટાણે રાણાભાઈ તે વધારે નબળાઈ જણાણી અને નબળાઈના પરિણામે તેનું મેન ઉરશ્કેરાઈ ગયું અને તેણે આઈને કહ્યું કે “ મા ! તે ભગીયાં ઢેઢ સોને વાવમાંથી પાણી ભરવાની છૂટ આપીને સૌને વટલાવી માર્યો છે. હવે હદ થઈ ગઈ છે. આ તારાં પાપ અમને સૌને નડે છે. એવી હઠ લઈ બેઠી છો કે જે વાત લીધા તે કેમે મૂકતી નથી દેઢ-ભગીઆં તારા વહાલાં છોકરાં અને અમે નહિ, એમને ?,’ આઈએ કહ્યું કે ” બેટા રાણા! ભંગીયાં દેઢ તો બિચારાં ગરીબ છે. એમને આપણે હજારો વરસેથી ધૂત્કારતાં આવ્યાં છીએ ઈપણ માતાજીનાં બાળક છે તું જેમ મારો દીકરો તેમ ઇ પણ મારાં છોકરાં છે. અને જો’ મા કોઈ દિવસ છોકરાંથી અભડાય નહિ, એટલે એમને પાણીની મનાઈ તો નહિ કરાય. અભડાવાની વાત તો સાવ ખોટી છે. સમજ્યો ?” રાણે ઉત્તર આપ્યો કે “દુનિયા આખીને સાચી લાગે અને તને એકલીને જ ખોટી લાગે એટલે તું તો નથી અભડાતી. પણ અમારૂં શું? અમારું જીવતર કાં બગાડ ? પણ હવે હવે, તો જો ઇ ભંગીયાં ઢેઢ પાણી ભરવા આવે તે એમના ટાંટિયા જ ભાંગી નાખીશ. અને હું જીવતાં તો એમને પાણી નહિ જ ભરવા દઉં.’ એમ કહી ધૂંધવાતો ધૂધવાતો તે ઘરથી બહાર જવા તૈયાર થયો. બાવાભાઈનાં પત્નિ ધાનબાઈએ ખૂબ સમજાવ્યો. આઈએ પણ ફરીને સમજાવવા, શાંત પાડવા પ્રયત્ન કર્યો, પણ તે ન માન્યો. અને લાકડી લઈને ઘર બહાર નીકળી ગયો. આઈ ઘણા દુ:ખી થયાં. પણ પોતાના પુત્રના દુરાગ્રહને ખાતર હરીજનોને અન્યાય કરવાનું તેમને કેમ ગળે ઊતરે ? જગદંબાની ઈચ્છા હશે તેમ થશે, એમ માની માળા ફેરવતાં ફેરવતાં આરામ કર્યો.

ઘેરથી નીકળીને અર્ધી રાત્રી વીતી ગયા સુધી રાણો સીમમાં રખડેયો. પાછલે પહોરે ઘરે આવ્યો. ઓશરીમાં બેઠે, અને વિચાર કર્યો કે “સવારના પહોરમાં હરિજનેને વાવમાંથી પાણી ભરતાં પોતે અટકાવે અને આઈ વચમાં પડે તે શું કરવું” કંઈ સૂઝ ન પડી. અને ક્રોધમાં ને ક્રોધમાં એ કાળ ચોઘડિયે એણે નક્કી કર્યું” કે “પિતાને જીવત જીવ હરિજનો વાવમાંથી પાણી ભરે તેના કરતાં મરી જવું’ બહેતર છે.” એ વિચાર આવતાં પિતાની ભેટમાં હમ્મેશ રહેતી, તે કટારી કાઢીને પેટમાં નાખી આંતરડાં કાઢી નાખ્યાં. અને ઢગલો થઈને નીચે પડયો. શરીર તરફડવા લાગ્યું. ખખડાટ થતાં ધાનબાઈ અને આઈ જાનબાઈ જાગી ગયાં. બહાર આવ્યાં અને રાણાને તરફડતો, ડચકાં ખાતો, પ્રાણ છોડતો જયો. અત્યંત દુઃખી થયાં. રોકકળ થઈ પડી. કુળ કુટુંબ ગામમાં સર્વત્ર શોકનું વાતાવરણ પથરાઈ ગયું. સવારમાં એ વાવની પાસેજ તેના શરીરને અગ્નિ દાહ દેવામાં આવ્યો. આઈના હૃદયને અપાર દુઃખ થવું પણ પોતે મહા સમર્થ હતાં. મહા દયાળુ હતાં. દુઃખ જીરવી ગયાં. હરિજ- નોનો અધિકાર જેમનો તેમ ચાલુ રાખ્યો. રાણાભાઈની પાછળ એક દેરી બંધાવી, તેમાં શંકરની સ્થાપના કરવામાં આવી છે. તેમાં તેમની ખાંભી પર સં. ૧૮૨૫ લખેલ છે.

રાણાભાઈ ના મૃત્યુ પછી આઈ જાનબાઈ ઘણું જીવ્યાં નહિ. સં. ૧૮૨૬માં ૭૦ વર્ષની ઉમ્મરે તેઓને સ્વર્ગવાસ થયાનું જણાય છે. આઈના મોટા પુત્ર બાવાભાઈ ના બે દીકરા (૧) હરસુરભાઈ તથા (૨) નાનાભાઈ, તેમાંથી મોટા હરસૂરભાઈએ આઈ જાનબાઈની દેરી બંધાવી છે.

આઈએ બંધાવેલ વાવનું પાણી દુષ્કાળોમાં પણ ખૂટતું નથી. અને એમના બીજા અનેક પરચાઓની વાતા પ્રચલિત છે, જેમકે :-

(૧) ડેરડીના ખાજા હાસમભાઈ સ્વર્ગવાસી થતાં તેમના ખરખરે આવેલ એક ભાઈને એ દેરી પાસે આઈનાં દર્શન થએલાં, (૨) ઉતારુઓને માટે બંધાયેલા ઓરડાઓની જાળીના સળીયા એક પોલીસ પટેલ લઈ ગયેલ અને તેનો ઉપયોગ પોતાની હીડોળાખાટમાં કરીને હીંચકવા જતાં તે ખાટ સાથે વારંવાર નીચે પટકાયો. એટલે સળીયા જેમના તેમ પાછા યથાસ્થાને જડાવી દીધા. (૩) વાવની નજીક સરકાર તરફથી વિશેષ પાણી કાઢવા સારડા મૂકાવવાનું શરૂ કર્યું, તે માતાજીની પરવાનગી લીધા વિના કર્યું, એટલે સારડો અટકી ગયો. તે માતાજીને નૈવેદ્ય કરી પરવાનગી લીધા બાદ ચાલુ થયો. (૪) સં. ૨૦૩૬માં અમરેલીમાં ડાંગરેજીની કથા સાંભળવા જતા મુંબઈના યાત્રાળુઓનાં બાળકોને પરોડને વખતે વૃદ્ધ ડોશીના રૂપમાં આવીને આઈએ હાંડા ભરીને દૂધ આપ્યું. પૂછવાથી ‘ચારણ છુ’ તેમ કહ્યું. દૂધના પૈસા લીધા નહિ. અંતરધ્યાન થઈ ગયાં. (૫) અર્ધા રાત્રિને સમયે ઘણા લોકોને આઈનો રથ સારથી વિનાનો ચાલતો દેખાય છે. આવા ચમત્કારોની વાતો પ્રચલિત છે. એ વાવની પાસે જ આઈની સુંદર ડેરી છે. અને તેની બાજુમાં યાત્રાળુઓને ઊતરવા વગેરેની સગવડ છે. દેરી આગળ મોટા ચોગાનમાં નવરાત્રિના તથા બીજા ઉત્સવો ઉજવાય છે.


माँ पूरबाई से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

 


One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति