चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ रवेची

माँ रवेची

पूरा नाममाँ रवेची माँ
माता पिता का नामरव नामक गाँव मे नराकुळ में रवसुर गढवी के वहा प्रागट्य
जन्म व जन्म स्थानरव नामक गाँव मे
स्वधामगमन
 
विविध
माँ रवेची- रव नामक गाँव मे नराकुळ में रवसुर गढवी के वहा प्रागट्य।

 जीवन परिचय

माँ रवेची- रव नामक गाँव मे नराकुळ में रवसुर गढवी के वहा प्रागट्य।

આઈ રવેચી – આઈ રવરાય રવેચી રવનાં – રવગામનાં અધિષ્ઠાત્રી તેમજ રવ એટલે નાદ, એટલે નાદ બ્રહ્મનાં અધિષ્ઠાત્રી એવાં ચેતન્ય શક્તિ. આઈ રવેચી ચારણ જાતિના નરા કુળમાં જન્મેલાં અને તેઓ નરા, ચુંવા તુંબેલ તથા ટાપરિયા શાખાઓના ચારણોનાં કુળદેવી છે. ‘ચી’ પ્રત્યયનો અર્થ જુની અપભ્રંશ ગુજરાતીમાં તેમજ મરાઠી ભાષામાં પણ “ની”ના અર્થમાં સંબંધ કારક ગણાય છે. એટલે રવેચી એટલે રવાનાં (પુત્રી) અથવા રવનાં અધિષ્ઠાત્રી દેવી એમ અર્થ થાય.

ઘણા જુના જમાનામાં હિમાલય પ્રદેશમાંથી નરા, ચૂંવા વગેરે શાખાના ચારણોના મોટા સમુહે, ઢોર- માલનું સારી રીતે પોષણ થઈ શકે તે માટે એ વખતે અવિકસિત એવા કચ્છ પ્રદેશમાં આવીને વસવાટ કરેલો અને તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવેલો. આઈ રવેચીએ એ વિકાસ કાર્યમાં અગ્રેસર તરીકે પરિશ્રમ ઉઠાવી પ્રેરણા આપેલી. પોતે આજીવન તપ સંયમ ભરપૂર નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળેલું જગદંબા ઉપાસનામાં તન્મય રહી જગદંબા સાથે અભેદત્વ અનુભવેલું. એમની દૈવી શક્તિઓ, શુદ્ધ સાત્વિક જીવન આચાર અને ઓજસ્વી જન મંગળકારી વ્યક્તિત્વને કારણે તથા લોક કલ્યાણ માટે એમણે ઉઠાવેલા પરિશ્રમને લીધે લોકો એમને જગદં’બા સ્વરૂપ માનતા.

હિમાલયમાંથી આવીને કચ્છમાં સ્થિર થએલા ચારણોને કાછેલા કહેવામાં આવે છે. એ કાછલાઓ કચ્છના જુનામાં જુના નિવાસી છે. સોલંકીઓ, વાઘેલાઓ, કાઠીઓ, પરમારે, જાડેજાઓ વગેરે કાછેલાઓ પછીજ કચ્છમાં આવયા છે. વાણિયા, બાહ્મણો, લુહાણા, સુતારો અને બીજા સૌ પણ કાછેલાઓ પછીજ કરચ્છમાં આવીને વસ્યા છે. ચારણોને સત્તાનું આકર્ષણ કે શોખ ન હતો. રાજ્ય જમાવટની ઈચ્છા પણ નહિ જ. કારણકે રાજ્યની જમાવટના મૂળમાં રહેલી હિંસા એમની પરંપરાથી વિરૂદ્ધની હતી. એટલે એમણે પોતાની સ્વતંત્રતા કાયમ રાખીને, સદાય એને માટે જાગૃત રહીને પશુપાલન, ખેતી અને વાણિજ્યના વ્યવસાયો અપનાવેલા. જાડેજાઓની કચ્છમાં જમાવટ થઈ તે પછી પણ પણા લાંબા વખત સુધી આઈ રવેચીજ કચ્છના અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાતા રહ્યાં છે. કચ્છના સુપ્રસિદ્ધ જામ લાખા ફૂલાણીના સમયમાં અંજાર (કચ્છ) માં માવલજી વરસડા (માવલ સાબાણી) નામના મહાપ્રતાપી, વિદ્વાન, ઉદાર અને પુરૂષાથી” ધનાઢય ચારણ થઈ ગયા. ચુધા કુળમાં જન્મેલા એ માવલ સાળાણીને પોતાનાં કુળદેવી રવેચીનું ઈષ્ટ હતું. દંતકથા કહે છે કે આઈ રવેચી એમને હાજરા હજૂર હતાં. અને આઈની કૃપાથી માવલ સાબાણીને સોનાનો પુરસો (સેનાના દેવતાઈ પુણ્યનું પૂતળું) મળેલ, જેનું ગમે તે અંગ કાપવાથી સોનું મળતું અને બીજે દિવસે એ અંગ જેમનું તેમ પૂર્વવત પહેલાં હતું તેવું બની જતું. આંગળી કે હાથ કે પગ કાપે એટલે તેટલું સોનું મળે અને બીજે દિવસે એ કાપેલ અંગ આંગળી હાથ કે પગ જેવાં હતાં તેવાં બની જાય. માવલ સાયાણીએ એ પુરસો લાખા ફૂલાણી સાથેની મિત્રતાને કારણે તેને પ્રેમ પૂર્વક આપેલો, એવી કિંવદંતી છે.

આઈ સ્વેચી નરા, ચુંવા. તુ’ખેલ ઉપરાંત ટાપરિયા શાખાના ચારણોનાં પણ કુળદેવી છે. ચારણેતરો પણ એમને પોતાનાં કુળદેવી તરીકે માને – પૂજે છે. રવ, જેસડા, ત્રંગો તેમજ કચ્છ વાગડનાં બીજાં ગામોના જાડેજા તથા વાઘેલા રાજપૂનો તથા અન્ય સર્વે’ હિંદુઓ પણ આઈ રવેચોને ઈષ્ટ દેવી માને છે. વાત ચીતના પ્રસંગમાં એક બીજાને સ્વેચીના સમ (સોગંદ) આપવામાં આવે છે. આઈ રવેચીનું મુખ્ય ધામ કચ્છના રાપર તાલુકાના રવ ગામથી ઉત્તર પશ્ચિમ તરફ માઈલેક દૂર પર આવેલું છે. ત્યાં આઈ રવેચીનું મોટું મંદિર, ધર્મ શાળાઓ, તળાવ તથા નહાવાનો ઘાટ છે. દરરોજ અસંખ્ય યાત્રાળુઓ ત્યાં આવતા રહે છે. દર વર્ષે ભાદરવા સુદ ૮ના દિવસે ત્યાં મોટો મેળો ભરાય છે, જેમાં દુરદુરથી તેમજ આજુબાજુનાં ગામમાંથી હજારો યાત્રાળુઓનો ઠઠ જામે છે. ઘોડા, ઊંટની દોડો થાય છે. બજાર જામે છે. રમત ગમત ખેલ થાય છે. રવ સિવાય કચ્છમાં તેમજ સૌરાષ્ટ્ર – ગુજરાત – નીમાડ – માળવામાં પણ આઈ રવેચીનાં સ્થાનકો – મઢો છે.

રવની પાસેના રવેચી માતાજીના ધામનું હાલનું મંદિર સં ૧૮૯૫ આસપાસ આઈ રવેચીનાં એ સમયનાં પુજારી આઈ શામબાઈએ બંધાવ્યું છે. તેઓ રવના જાડેજા કુટુંબનાં પુત્રી હતાં. નાની ઉમરે વિધવા થયા પછી તેમણે પોતાનું જીવન આઈ રવેચીના ભજન પૂજનમાં ગાળેલું, આઈ રવેચીના હાલના મંદિરના સ્થાને બેઠા ઘાટના ઓરડામાં માતાજીની સ્થાપના હતી. તે સ્થળે આઈ શામબાઈએ મોટું શિખર બંધ મંદિર બંધાવ્યું: ત્યારબાદ પાસેના તળાવના ઘાટો બંધાવ્યા. આઇ રવેચીના પોતાના સમયથી બહોળું ગૌધણ રાખવામાં આવનું હતું જેના વાછડાઓતે ગોધલા કરાતા નહિ અને દૂધ પણ વેચાતું ન હતું. દૂધ દહી માખણ યાત્રાળુઓને ખવરાવવાનો રિવાજ હતો જે પ્રથા ચાલુ હોવાનું સાંભળ્યું છે.

માતાજીની ગાયોને ‘ખીરામી ગાયો’ કહેવામાં આવે છે. ખીર એટલે ક્ષીર-દૂધ અને અમી એટલે અમૃત, દૂધ રૂપી સંસારનું સર્વે એવા અમૃત આપનારી ગાયો તે ખીરામી. એ ખીરામી ગાયોની પરંપરા ચાલુ છે. એ ખીરામીઓને ચરવા માટે ઘાસનાં મોટાં બીડ – રખાલો છે તે માતાજીની માલીકીનાં છે. ઉપરાંત મતાજીની ખેતીની જમીન પણ છે. મંદિર પાસેનાં તળાવ અને તેની અંદરના તથા આસપાસનાં વૃક્ષો આઈ સ્વેચીનાં રક્ષિત વૃક્ષો છે. એ વૃક્ષો કાપવાની માતાજીની મનાઈનું સૌ કોઈ પાલન કરે છે. સર્વે હિંદુઓ તેમજ એ પ્રદેશ ના ઈતર ધર્મી ઓને પણ માતાજી પર આસ્થા છે. રવેચીના સોગન સમ એટલે લોઢે લીટા જેવું માની તેનું પાલન કરવામાં આવે છે.

सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ रवेची माँ से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति