पूरा नाम | माँ पीठड |
---|---|
माता पिता का नाम | माता – मालुबाई ओर पिता – सोयाभाई बाटी के घर जन्म |
जन्म व जन्म स्थान | वि. स. 1104 सुरेन्द्रनगर जिलें के धांगध्रा तहसील के बावळी गांव में |
स्वधामगमन | |
विविध | |
माता – मालुबाई ओर पिता – सोयाभाई बाटी, सुरेन्द्रनगर के धांगध्रा तहसील के बावळी गांव में इनका जन्म स्थान। रा`नवघण के पहले के समकालीन में। इनकी दूसरी बहने आई रखाई माँ, आई कांत्रोडी, आई फलमाल (करमाई) आई हेमश्री, आई भीचरी, आई घोघश्री तथा आई सुंदरी इन सभी आईओ के स्थान झालावाड़ में है। | |
जीवन परिचय | |
વિ.સ.1104મા આઈ પીઠડ નો જન્મ સોયાબાટી ના ઘેરે થયો. આ અરસામા નવાનગર રાજય (હાલનો જામનગર જીલ્લો) ના હાલાર પંથકમા થઈ મણવર અને સિંઘુડી નદીના પાણી બારેમાસ ઘીર ગંભીર વહયા જાય છે. આ બન્ને નદીના બેરણ વચ્ચે સોરઠા નામનુ ગામ વસી રહયુ હતુ જે ગામ આજે ઐતિહાસિક વાતની સાક્ષી પુરતુ મોજુદ છે. મણવર અને સિંઘુડી નદીના બેરણ વચ્ચે ઘણા માલધારી ચારણોના નેશ હતા. તેમા સોયા બાટી નામના ચારણનો પણ નેશ હતો. સોયા આપા, માંત્રા આપા, માખણા આપા ત્રણેય સગા ભાઈઓ બઘા માલધારીઓ મા સોયા બાટીનુ માન-પાન વઘુ વળી પોતે પૈસે-ટકે પણ સુખી અને પશુધન પણ ઘણુ અને ઉદારતા પણ સોયા બાટીની જ એટલે કાયમ ઘેર પાંચ-સાત મહેમાન તો હોયજ આવા ગુલાબી દીલના ચારણના ઘરવાળી પણ એવાજ. નામ માલુબાઈ નરા-શાખાના ચારણના દીકરી માલુબાઈ એટલે સાક્ષાત દૈવીનો અવતાર.. સોયા બાટી અને માલુબાઈ ને ઘેર શેર માટીની ખોટ હતી.. સંત ભોરિંગનાથ જે શેષનાગનો બીજો અવતાર તેમણે વચન દિધૂ કે તમારા ભાગ્યમા સંતાન સૂખ નથી પણ મહાદેવની કૃપાએ વચન આપું છું કે તારે ત્યા દિકરીનો જન્મ થશે અને તે જોગમાયા નો અવતાર હશે નામ પીઠડ રાખજે અને ત્યાર બાદ બીજી છ દિકરીનો જન્મ થશે અને તમારા ભાઈઓ ને ત્યા એક-એક એમ કુલ નવ બહેનો જન્મ થશે જે જોગમાયા જ હશે. આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા- રાત જામતી હતી સોયા બાટી પથારીમા પડયા પડયા પડખા ફર્યા કરે પોતાને ઘેર સુવાવડનો ખાટલો છે વરસાદ છે નહી માલઢોરની ચિંતા સતાવે છે… ચિંતામા ને ઉપાઘીમા કયારે નીંદર આવી ગય ખબર ન રહી.. નિંદ્રા એ ચિંતા હરી લીધી.. સોયા બાટી એ નિંદ્રા મા અદભૂત ચમત્કાર જોયો ચમત્કાર પણ કેવો? જાણે જગદંબા પોતાની સામે આવીને ઉભા હોય તેવો ભાસ થયો. પોતે ડરી ગયા.. હૈ..આપા તમે ડરશો નહી હુ તમારી દીકરી પીઠડ છુ અમે જોગમાયાના અવતાર રુપે 7 બહેનો તમારે ત્યા અવતરીશુ..મારા પછી તમારે ત્યા 6 બહેનો અવતરશે …અમો સાત બહેનો બહ્મચર્ય પાળી મંદીરે પુજાઈશુ. જે જે ઠેકાણે અમો રમણ કરી પરચા પુરીશુ તે તે સ્થળ અમારા નામથી પ્રસિદ્ધ થશે.. પણ જયારે તમારા મોઢેથી અમારા અવતારની વાત બહાર પડશે ત્યારે અમો પૃથ્વીમા સમાઈ જાશુ.. આપા તમે મુજાતા નહી મારુ દુખ તમને નહી પડવા દઉ. તમો માલઢોર હાંકી ઉતરાદી દિશા ભણી જાજો “ચોથા” નેશે ખડપાણીની બહોળાશ હશે.. ત્યાજ વસવાટ કરજો.. મારી આજની નિશાની રુપે તમારા ઓશિકે લાલ રંગની લોબડી (ઉનનો કામળો), છેડે ચાંદીના ઘુધરા હશે.. આકાશવાણી બંઘ થઈ સવાર પડયુ સોયા બાટી જાગ્યા જાગીને સપનાની વાત યાદ કરી. તેણે ઓશીકે જોયુ તો લાલરંગની લોબડી ચાંદીના ઘુઘરાવાળી કામળી નજરે પડી..સોયા બાટી યે બે હાથ જોડી વંદન કર્યા. “સોયાની તુ સોરઠે, આઈ પીઠડ જે આપ” સોયા બાટી ને આનંદનો પાર નથી..દીવસના પરોઢયે સોયાબાટી ના કહેવા મુજબ સૌ ઉતરાદી દિશા ભણી રવાના થયા..સુરજ દાદા મઘ્યાહને આવે છે ત્યા માલઘારી વિસામો લઈ ટીંમણ કરે છે જયા સાંજ પડે ત્યા રાતવાસો કરે છે…આમને આમ માલને હાંકતા હાંકતા માલધારીઓ ઉતરાદિ દીશા તરફ આગળ વઘ્યા જાય છે..આમ કરતા કરતા ચોથા દીવસે ને ચોથા મુકામે “સોનાલીનો ટીંબે આવી પડાવ નાખ્યા..આ ટીંબો પીઠડ ગામ અને પડાણા ગામની વચ્ચે આવેલો છે..આ વિસ્તારની સીમા આજે પણ સોનેલી ટીંબા તરીકે ઓળખાય છે. સાત બહેન ના નામ:- સાત બહેન ના નામ ઉપરથી જ હાલમા તે ગામના નામો પણ તે જ છે… આઈ પીઠળ માઁ નો જન્મ સોયઠા (સાયા આપા ના નામ પરથી ગામનુ નામ પડેલુ ) ગામ મા થયેલો હાલ પણ ત્યાં માઁ પીઠડ નુ મંદીર છેજ. આઈ પીઠડ મા અને તેમના સાત બહેનો ના સ્થાનક અને તેમના નામ પર પડેલા ગામના નામ ની માહિતી નીચે મુજબ છે. ૧) આઈ પીઠડ -જામનગર જી. જોડીયા તાલુકાનૂ પીઠડગામ ૨) કાંત્રોડી -સુ.નગર જી. નું ગામ કાંત્રોડી ૩) કરમાઈ -સુ.નગર જી. નું કરમાઈ ગામ ૪) રખાઈ -અમદાવાદ જી. નું રખીયાલ ૫) સુંદરી -ધ્રાંગધ્રા નું સૂંદરીગામ ૬) ભીચરી -રાજકોટ જી. નું ભીચરી ગામ ૭) શિહોરી -ભાવનગર જી. નું શિહોર ગામ ~આભાર- પુજારી ગોસાઈ અનીલગીરી આમ સાતેય બાટી કુળ મા અવતરેલ જોગમાયાઓના પોત પોતાના નામ પરથી ગામોના નામ અને ધામો છે આ શીવાય પીઠડ માંનું મંદિર જામવાળા ગીર માં પણ આવેલું છે જે પીઠડધામ તરીકે ઓળખાય છે. |
.
આઈ પીઠડ – આઈ પીઠડ પણ જુનાગઢના રા’ નવઘણ પહેલાનાં સમકાલીન હતાં. એ પણ સૌરાષ્ટ્રમાં જ થઈ ગયાં. એમનો નેશ હાલના જામનગર અને રાજકોટ જિલ્લાઓની સરહદે હાલે પીઠડ ગામ છે ત્યાં હતો. આઈ પીઠડના નેશની જગ્યાએ જ આઈના નામથી પીડડ ગામ વસેલું છે. એમના પિતાનું નામ સોયો બાટી ગઢવી શ્રી સોયા બાટીનું મૂળ નિવાસ સ્થાન હાલના સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ બાવળી. તેમને સાત પુત્રીઓ હતાં. જેમનાં નામ ૧ પીઠડ, ૨ રખાઈ, ૩ કાંત્રોડી ૪ કણબાળ, ૫-હેમશ્રી ૬-ઘોઘશ્રી તથા ૭ સુંદરી, એ સાતે બહેનો દેવીઓ તરીકે પૂજાય છે. તેમનામાંથી આઈ પીઠડનાં અનેક સ્થાનોએ ગામોએ સ્થાનકે છે. જ્યારે આઈ રખાઈનું મંદિર ઝાલાવાડના ગામ રાવળિયાવદરમાં છે. આઈ કાંત્રોડીનું મંદિર કાંત્રોડી ગામે છે. આઈ કણબાળનું સ્થાનક પણ એમના નામના ગામ કણબાળમાં છે. હેમશ્રી તથા આઈ ઘોધશ્રીના મંદિરે પણ ઝાલાવાડમાં છે. અને આઈ સુંદરીનું મંદિર સુંદરી ગામે છે. નાની વયથી જ આઈ પીઠડ ઘણા પ્રભાવશાળી અને ચમત્કારી જણાએલાં. પુખ્ત ઉમરનાં થતાં તો એમની કીર્તિ આખાએ સૌરાષ્ટ્રમાં પ્રસરી ગયેલી. અને સામાન્ય માણસોથી માંડીને મોટા મોટા રાજા મહારાજાઓ એમનાં દર્શન કરવા, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવતા રહેતા. જુનાગઢના રા’ નવઘણ પહેલાએ જ્યારે પોતાની ધર્મ બહેન જાહલની વહાર કરવા માટે સિંધ પર ચડાઈ કરી, ત્યારે તે આઈ વરવડીના આશિષ મેળવીને આઈ પીઠડનાં દર્શને આવેલો. આઈ પીઠડે તેનું સામૈયું કરી ઉચિત સત્કાર કરેલે. તેણે આશિષની પ્રાર્થના કરતાં આઈ પીઠડે આશિષ આપીને તેના લશ્કરને રસદ વગેરે મળતી રહે તેની સારી સગવડ કરી આપેલી અને સિંધના માર્ગના ભોમિયા પોતાના વિશ્વાસુ ચારણોને લશ્કર સાથે મોકલેલા. (એવી પણ એક કિંવદંતી છે કે હાકડા સમુદ્રના (રણના) જળને આઈ પીઠડે સૂકવી નાખેલું.) રા’ નવઘણ સિંધ વિજય કરીને આવ્યા બાદ તેણે આઈ પીઠડના નેશની જગ્યાએ આઈ પીઠડની દેરી બનાવ્યાની વાત પણ ખૂબ પ્રસિદ્ધ છે. પાછળ થી રિપેર કરાવેલી એ દેરી પીઠડ ગામે આજે પણ મોજુદ છે. એ સ્થાનકનો ખૂબ મહિમા છે. અનેક યાત્રાળુઓ દર્શન કરવા, નૈવેદ્ય કરવા ત્યાં આવે છે. આઈ પીઠડનાં સ્થાનકો બાટી શાખાના ચારણો જ્યાં જ્યાં વસે છે ત્યાં સર્વે ઠેકાણે છે. એમની ખૂબ ઉપાસના થાય છે. એમનાં અનેક કાવ્યો લખાયાં છે.
~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)
.
माँ पीठड से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-
.