चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ जानबाई उढास – सोरठ

माँ जानबाई उढास – सोरठ

पूरा नाममाँ जानबाई, उढास, सोरठ
माता पिता का नामઆઈ જાનબાઈ ઉઢાસ (ગૂઢાયચ) ના પિતાનું નામ વેજાણંદ (વિજયાનંદ) ઉઢાસ
जन्म व जन्म स्थान 
स्वधामगमन
 
विविध
 

 जीवन परिचय

આઈ જાનબાઈ ઉઢાસ (ગોરસેર સોરઠ) – આઈ જાનબાઈ ઉઢાસ (ગૂઢાયચ) ના પિતાનું નામ વેજાણંદ (વિજયાનંદ) ઉઢાસ, તેઓ ગામ સાંડાના રહેવાસી હતા, એમ સાંભળ્યું છે. આઈના ભાઈ – નું નામ દેવાણુંદ ઉઢાસ. આઈ જાનબાઈને (માધુપુરથી પોરબંદર જતા ધોરીમાર્ગને પૂર્વ કાંઠે આવેલ) ગામ ગોરસેરના ગઢવી ખીમાણંદ મોડ સાથે પરણાવેલાં, ખીમાણંદ તથા આઈ જાનબાઈનાં છ સંતાનો (૧) મીણબાઈ, (૨) કુંવરબાઈ ઉર્ફે કંકુબાઈ (૩) જાજલ (૪) માંડણ (૫) મયાજળ, તથા (૬) મેપો. આઈના પતિ ખીમાણંદ, તેમના પિતા માંડણ, માંડણના પિતા જાજલ, જાજલના પિતા પાતો, પાતાના પિતા હાજો અને હાજાના પિતા રીણો. એ રીણા મોડના ત્રણ પુત્રો – હાજો, દેવસુર તથા કરણ. તેમાંથી હાજાને ગોરસેરને, દેવસુરને પાતા ગામનો અને કરણને મઢડા ગામનો ગરાસ મળ્યો. એ કરણના વંશમાં પૂ. આઇમા શ્રી સોનબાઈમા હમીરભાઈ મોડ (મઢડા – કણેરીવાળાં) ૧૩ મી પેઢીએ હોવાનું રાવળોના ચોપડાએ ઊપરથી જણાય છે.

આઈ જાનભાઈના પિતા વેજો ગઢવી પવિત્રાત્મા હતા. સરળ પ્રકૃતિના પણ ચારણવટવાળા હતા. અને જગદબાના મહાન ભકત હતા. આઈ જાનબાઈને પોતાના પિતાની ભક્તિભાવના અને ચારણ જાતના ગૌરવના સંસ્કાર સ્વાભાવિક રીતે જ મળેલા. અને ક્રમે ક્રમે તે વૃદ્ધિ પામેલા. આઈ જાનબાઈ પોતે તેજસ્વી વ્યક્તિત્વવાળાં, સ્વરૂપવાન અને પ્રભાવશાળી હતાં. કુમારિકાવસ્થામાં માતાજીની પૂજા ભકિતમાં લીન રહેતાં અને સ્વસુર ગૃહે આવ્યાં ત્યારે પણ પિયરમાંથીજ માતાજીની પૂજા અને પવિત્ર આચાર – વિચારના સંસ્કારો સાથે લાવેલાં, દરરોજ સવાર સાંજ માતાજીને ધૂપ દીપ કરી, પૂજા કરી ધ્યાન કરવાનું એમણે અવિચળ વ્રત ધારણ કરેલું. કુમારિકા અવસ્થામાંજ તેમને સૌ ‘આઈ’ કહીને બોલાવતાં અને પરણીને ગોરસેર આવ્યા પછી એમના પવિત્ર આચાર અને વ્યક્તિત્વની વાતો જનસમાજમાં ખૂબ પ્રસરવા માંડી અને એ પ્રદેશના સમાજના સર્વે વર્ગો—ચારણો, મેરો, આહિરો, કોળીઓ તેમજ બીજા વર્ણોના અનેક ભાવિક ભકતો, યાત્રાળુઓ એમનાં દર્શન માટે આવવા લાગ્યા ખીમાણંદ ગઢવીને ઘરે ગામ હતું. બહેાળુ પશુધન અને મોટા પાયા પર ખેતી પણ કરાવતા હતા. એમને ત્યાં ઊજળા આવકાર મળતો, ખૂબ આદર માન મળતાં.

આઈ જાનબાઈનો જીવનકાળ સં. ૧૫૭૦ થી ૧૬૫૦ લગભગનો છે. આઈ જાનબાઈના પતિ ખીમાણુંદ મોડ એમના પૂર્વજ પ્રસિદ્ધ રીણા મોડના પુત્ર હાજા મોડની પાંચમી પેઢીમાં થયા. અને પૂરબાઈ પાતાવાળાંના પતિ વીરો મોડ રીણા મોડના પુત્ર દેવસુર મોડનો છઠ્ઠી પેઢીમાં થયા. એટલે એ બન્ને આઈઓ વચ્ચે એક પેઢીનું અંતર હતું. આઈ પૂરબાઈ પોતાના પતિ વીરા મોડની પાછળ સં.૧૬૬૨માં પાતા મુકામે સતી થયાં હેવાનું જણાય છે, એટલે આઈ જાનબાઈ આઈ પૂરબાઈ કરતાં પચીશ ત્રીશ વરસ મોટાં હોય એમ લાગે છે. આઈ જાનબાઈ જીવતી જાગતી જ્યોતિ જગદંભા હતાં.

આઈ જાનબાઈની દેરી ગોરસેર ગામથી ઉત્તર દીશાનમાં કચ્છ જવાના પગ માર્ગની બાજુમાં જ પૂર્વાભિમુખ છે. પૂ. આઈમા શ્રી સોનબાઈમા એ સ્થળે અનેક વખત દર્શન માટે પધારતાં, ત્યારે હું પણ તેઓશ્રીની સાથે આઈ જાનબાઈનાં દર્શને જતો. મોડ શાખાના સર્વે ચારણ આઈ જાનબાઈને પોતાના ઈષ્ટ દેવી-કુળદેવી માને છે, પૂજે છે. પૂ.આઈમા શ્રી સોનબાઈમા (મઢડા-કણેરી) ને પણ આઈ જાનબાઈનું ઈષ્ટ હતું. અને તેમને આઈ જાનબાઈએ સ્વપ્નમાં દર્શન આપ્યાની વાત આઈમાના જીવનના ૧૯મા વર્ષના પ્રસંગમાં કહેવામાં આવશે. આઈ સોનબાઈમા આઈ જાનબાઈમાનું પૂજન પોતાનાં કુળદેવી તરીકે કરતાં અને એ પૂજા સ્થાનનાં ફળાંમાં મેટું ફળુ આઈ જાનબાઈનું છે. આઈ જાનબાઈ આઈ પૂરભાઈ કરતાં એક પેઢી આગળ થયાં છે, એટલે એમના–આઈ જાનબાઈના પૂજનને પ્રાધાન્ય મળેલું છે. આઈ જાનબાઈનાં ઘણાં કાવ્યો – સ્તુતિઓ – પ્રાર્થનાઓ – ચરજો લખાયાં છે. જામનગરવાળા કવિરાજ શ્રી નારણદાનજી બાલિયાએ આઈ જાનબાઈની સ્તુતિનો સુંદર છંદ અને બીજાં કાવ્યો પણ લખ્યાં છે. આઈ જાનબાઈની એક જૂની ચરજ મુંજાભાઈ મોડે લખેલી તે પૂ. આઈ મા ગાતાં એટલે ખૂબ પ્રસિદ્ધિ પામી છે. એ મુજોભાઈ મોડ ક્યાંના હતા, તે ચોડક્કસ જાણી શકાયું નથી. મઢડામાં નવરાત્રિનાં પૂજન પ્રસંગે એ ચરજ ખૂબ ગવાતી. પોતાના ૫ તાળકૂવા જેટલા ઊંડા – લાંબા ઢાળથી એ ચરજ જ્યારે પૂ. આઈ મા પોતાના બુલંદ મધુર સ્વરેથી ગળું ઘૂંટીને ગાતાં, ત્યારે જે અવર્ણનીય દિવ્ય સંગીત પ્રગટ થતું, સૌને ભાવ વિભોર બનાવી દેતા જે સ્વર લહરીઓ પ્રસરતી, તેનો ઝોટો ક્યાંય સાંભળવા મળ્યો નથી. પૂ. આઈમાના કંઠેથી એ ચરજ સાંભળી એના દિવ્યતાભર્યા સ્વરોમાં ડુબી જવું, એ પણ જીવનનો એક અમૂલ્ય અનુપમ લ્હાવો હતો.

હૈ જોગમાયા જાનબાઈ મા! હે ઊઢડી: (ઉદાસ વૈજાણંદની પુત્રી!) આપના પ્રથમ પરચા એ કે આપે આપણા પૂર્વજો (વડીલો) ની કીર્તિ’માં વધારે કર્યો. (ધ્રુવ)

અને હે જેગમાયા જાનબાઈ મા ? ઓઝત નદીમાં જ્યારે મોટું પૂર આવ્યું. અને તેથી આસપાસનાં અનેક ગામોની ખેતી ને ઊભા મો’લને નુકસાન થવા લાગ્યું ત્યારે આપે આપની આણ આપી – નદીમાં શ્રીફળ ચૂંદડી હોમી આજ્ઞા કરી એટલે નદીનું પૂર થમી ગયું. તેણે પોતાનો માર્ગ કરી લીધો. નદી સમુદ્રમાં સમાઈ ગઈ. આવી રીતે આપે મહાવિનાશ થતો અટકાવ્યો-૧.
વળી જ્યારે કાઠી લુટારાઓનું લશ્કર લૂંટ કરવા તથા ઢોરમાલ હાંકી જવા આવ્યું ત્યારે આપે પરચો આપીને તેમની સામે આપની જોગણીઓની ફોજ ખડી કરી દીધી. તેમને ભગાડયા-૨
અને આઈ જીવણી (સિંહમુખી) નૈયાણીના રૂપમાં આપે સિંહ બનીને બાકરશા શેખને બોકડાની જેમ મારી નાખ્યો અને તેના અંગે અંગે આપના પંજાની નિશાનીઓ કરેલી-૩

હે વેજા ગઢવીનાં પુત્રી આઈ જાનબાઈ મા! હું આપના સાયચ કુળનો મૂંજો મોડ ભક્તિપૂર્વક આ ચરજ ગાઉં છું, અને હૃદયમાં આપનો જાપ જપું છું. (આ ચરજના બનાવનાર મુંજે મેડ છે અને તેમણે પોતે સાયચ કુળના તુંબેલ કુળના છે તેમ સ્પષ્ટ જણાવ્યું છે.)

આઈ જાનબાઈ અંગેની ઉપરની ઘણી ખરી હકીકત પૂ. આઈમાં શ્રી સાનબાઈમા પાસેથી રૂબરૂ સાંભળેલી અને વિશેષમાં નીચે દર્શાવેલ હકીકત પણ તેઓશ્રી પાસેથી સાંભળીને ડાયરીમાં ટપકાવ્યા મુજબની છે.

૧.આઈ જાનબાઈને ઘણી ભેસો હતી. એ વખતે ગોરસેર પાસે ખૂબ ઘાટી ઝાડી હતી. તેમાં એક મોટો અજગર રહેતો. તેણે આઈના એક ગોવાળીયા સાથીને પકડમાં લઈને મારી નાખ્યો, એટલે આઈએ તેમના પતિ ખીમાણંદ ગઢવી સાથે જઈને એ અજગરને ખોળી કાઢયો. એ અજગર ખીમાણદ ગઢવીને પકડમાં લીધા ત્યાં આઈ પહોંચી ગયાં અને તેમણે એ અજગરને ચીરીને મારી નાખ્યો.

૨.ગોરસેર આસપાસના પ્રદેશ કેટલાક સમય માટે માંગરોળના મુસલમાન હાકેમોના કબજામાં રહેલ. એક વખત ત્યાંનો એક હાકેમ કોઈ કામે બાંટવા જતાં વચમાં ગોરસેરના પાદરમાં પોતાના ઘેોડેસવારો સાથે થોડીવાર રોકાએલો. આઇ જાનબાઈ ભેશો પાવા અવાડા પર આવતાં તેણે કુદૃષ્ટિ કરી. આઈએ તેને પડકાર્યો. તેને મહાકાળી સ્વરૂપે દેખાણા એટલે તે ઘોડે ચડી ભાગ્યો. આઈ તેની પાછળ પડયાં. એ વખતે કચ્છ ગામેથી આઈ બેનબાઇ મોડ ગોરસેર આવતાં હતાં તે સામા મળ્યાં અને તેમણે એ હાકેમને ઘોડા પરથી પછાડીને મારી નાખ્યો.

3.ત્યારબાદ આઈ જાનબાઈએ પોરબંદરના જેઠવાઓને તૈયાર કર્યા અને તેમણે માધુપુર જે માંગરોળના તાબામાં હતું તે પર આઈ જાનબાઈની મદદથી ચડાઈ કરી અને માંગરોળના મુસલમાનોને હરાવી આઈએ માધુપુર જેઠવાઓને અપાવેલું

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ जानबाई, उढास से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति