चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ देवलबाई – सिहढायच

माँ देवलबाई – सिहढायच

पूरा नाममाँ देवलबाई 
माता पिता का नामपिता भलोजी सिहढायच, विवाह बापल देथा के साथ सिंध के थरपारकर जिले के खारोड़ा गांव में
जन्म व जन्म स्थानજન્મ મારવાડના પશ્ચિમ ભાગમાં – જોધપુર રાજ્યના ગામ ઊજળામાં સંવત ૧૪૪૪ના મહા સુદ ૧૪ ના રાજ થએલો.
स्वधामगमन
આઈ દેવલે ઘણું લાંબું આયુષ્ય ૧૪૧ વર્ષનું ભોગવેલું. સં. ૧૫૮૫ના અષાઢ સુદ ૧૪ના રોજ પોતે સ્વધામ પધાર્યાનું જાણવા મળ્યું છે.
विविध
चारण समाज में देवल देवी के नाम से चार लोक देवीयां अवतरित हुई थी। उनमें से मूळ नाम देवलबाई, शाख सिहढायच वि.स. 1444 में, राजस्थान में जैसलमेर जिले के पोकरण तहसील के माड़वा गांव में जन्म। पिता भलोजी सिहढायच, विवाह बापल देथा के साथ सिंध के थरपारकर जिले के खारोड़ा गांव में, 141 वर्ष की आयुष में अंतध्र्यान हुये। वर्तमान में माताजी का मंदिर खारोड़ा गांव में है। इनके 6 पुत्रियां थी जिसमे 1.बूट मां, 2.बलाड़, 3.बेचराजी, 4.जेतबाई, 5.बाजरीबाई (बालवी, 6.मानश्रीबाई ओर तीन भाई मेंपाजी, खीमाजी ओर गोगाजी।

 जीवन परिचय

चारण समाज में देवल देवी के नाम से चार लोक देवीयां अवतरित हुई थी। उनमें से मूळ नाम देवल्बाई, शाख सिहढायच वि.स. 1444 में, राजस्थान में जैसलमेर जिले के पोकरण तहसील के माड़वा गांव में जन्म। पिता भलोजी सिहढायच, विवाह बापल देथा के साथ सिंध के थरपारकर जिले के खारोड़ा गांव में, 141 वर्ष की आयुष में अंतध्र्यान हुये। वर्तमान में माताजी का मंदिर खारोड़ा गांव में है। इनके 6 पुत्रियां थी जिसमे 1.बूट मां, 2.बलाड़, 3.बेचराजी, 4.जेतबाई, 5.बाजरीबाई (बालवी, 6.मानश्रीबाई ओर तीन भाई मेंपाजी, खीमाजी ओर गोगाजी|

चारण बरण चकार में, देवल प्रगटी दोय।
पैली तो मीसण थई, बीजी सिंढायच जोय।।1
सवळ घड़सी आंख में, होतो दुष्ट अदीठ।
सो बळिहारी देवला, आन कियोज मजीठ।।2
मांणक हंदो काळजो, रोज बींधतो आंण।
सो पच देवल गांळियो, सिंढायच सब जांण।।3


આઇ દેવલ ભલીઆઈ (સિંહઢાયચ) – આઈ દેવલ ભલીઆઈ મારવાડમાં થઈ ગયાં. એમનો જન્મ મારવાડના પશ્ચિમ ભાગમાં – જોધપુર રાજ્યના ગામ ઊજળામાં સંવત ૧૪૪૪ના મહા સુદ ૧૪ ના રાજ થએલો. એમના પિતાનું નામ ભલોજી. એટલે એમનાં પુત્રી આઈ દેવલને ભલીઆઈ કહેવામાં આવે છે. એમના પિતાની અટક-શાખ સિંહઢાયય – મૂળ શાખા – ભાંચળિયા. આઈ દેવલના ઘણા પરચાઓની વાતા જન સમાજમાં પ્રસિદ્ધ છે. કહે છે કે જન્મ બાદ એમને પારણામાં પોઢાડતાંજ એમણે પુખ્ત વયનું શરીર પ્રગટ કર્યું”, પારણામાં સમાયાં નહિ. ઉપરાંત પોતાના ભક્ત એવા એક શેઠ સોદાગરનું સમુદ્રમાં ડૂબતું વહાણ ગાય દેહતાં દેહતાં હાથ લંબાવીને તરતું કરી તોફાનમાંથી બચાવી લીધેલું. મારા નાનપણમાં મારાં પૂ. દાદીમા તથા મારાં મા પાસેથી આઈ દેવલના પરચાઓની આવી વાતો મેં ખૂબ સાંભળેલી.

આઈ દેવલજી અંગે નરૂજી કવિયાએ “જગદ’બારા પવાડા’નામના ચિત્ત ઈલોલ ગીતમાં લખ્યું છે કે :-

સિઢાયચાં ઘર જનમી સગતી, ભગત ચારણ ભલ
પાલણામે દેહ પૂરણ, દિખાયો (માં) દેવલ્લ
અણુચલ્લતોજી અણુચલ, ઇલ પર કીરતી અણુચલ-૧

એમના પિતા ભલેોજી જગદંબા આઈ હિંગળાજના પરમ ભક્ત હતા. અને સાત વખત અડવાણે પગે હિંગળાજ યાત્રા કરી આવેલા. આઈ હિંગળાજના આશીર્વાદથી આઈ દેવલનો જન્મ થયો હોવાથી એ હિંગળાજને અવતાર મનાતાં. એમનાં લગ્ન સિંધતા થળ પારકર જિલ્લામાં ઉમરકોટ પાસેના ખારોડા ગામના દેથા શાખના બાપલ ગઢવી સાથે થએલાં. એ બાપલ દેથા પણ હિંગળાજના ભક્ત હતા. અને એમણે પણ અડવાણે પગે હિંગળાજની સાત યાત્રાઓ કરેલી. માતાજી હિંગળાજ એમના પર પ્રસન્ન થએલાં અને દર્શન આપેલાં, એમ જનશ્રુતિ છે. બાપલ દેથા નાનપણથી જ ખૂબ તપસ્વી હતા. અને આકરું તપ તપીને હિંગળાજને સ્થાનકે દેહ પાડવાનો વિચાર કરી ત્યાં અનશન વ્રત ધારણ કરીને બેસી ગયેલા. પરંતુ આઈ હિંગળાજે તેમને દર્શન આપી ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની પ્રેરણા કરી આજ્ઞા કરેલી, એટલે તેમણે તે આજ્ઞા મુજબ આઇ દેવલ સાથે લગ્ન કરેલું, એમ જાણવા મળ્યું છે. એ મહાન પવિત્રાત્માઓની સંતતિમાં ત્રણ પુત્રો મેપોજી, ખીમોજી તથા ગોગાજી નામના થએલા અને છ પુત્રીઓ (૧) બેચરાજી (૨) આઈ બુદ્ધિબાઈ – લાડનું નામ આઈ બુટ (૩) આઈ બલ્લાળ અથવા બાલુબાઈ (૪) ખેતુબાઈ (૫) બજરીબાઈ તથા (૬) માનશ્રીબાઈ નામનાં થયાં. એ છમાંથી ત્રણ બેચરાજી, બૂટજી તથા બલ્લાળજી માતાજીઓ તરિકે પૂજાય છે.

આઈ દેવલે ઘણું લાંબું આયુષ્ય ૧૪૧ વર્ષનું ભોગવેલું. સં. ૧૫૮૫ના અષાઢ સુદ ૧૪ના રોજ પોતે સ્વધામ પધાર્યાનું જાણવા મળ્યું છે. આઈ દેવલનું જીવન મહદંશે થળ અને મારવાડમાં વીતેલું. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તથા સિંધના થળ પારકર પ્રદેશમાં તેઓ ઈષ્ટ દેવી તરિકે પૂજાય છે. આજે પણ એમની ઘણી વ્યાપક માન્યતા પ્રવર્તે છે. એમના ભક્ત-ઉપાસકો ગળામાં કાળી ઉનની રાખડી બાંધે છે. અને સાંજ સવાર આઈનું સ્મરણ ધ્યાન કરે છે. એ પ્રદેશમાં આઈ દેવલજીની રાખઢી હમણા સુધી સર્વે ચારણ પહેરતા હજુ પણ પહેરે છે. સોગન પણ “આઈ દેવલજીરી આણ” બોલીને લેવાય – દેવાય છે. ચારણો સિવાય બીજી અનેક જ્ઞાતિઓ આઈ દેવલજીને પોતાનાં ઈષ્ટ દેવી તરિકે માને છે – પૂજે છે. આઈ દેવલજીએ પોતાના જીવન દરમિયાન એ પછાત પ્રદેશમાં ઘણું વ્યાપક ધર્મકાર્ય કરેલું. સર્વ સ્થળે ઘરોમાં સવાર સાંજ ધૂપ-દીપ સ્તુતિ પ્રાર્થનાઓ, સ્નાન ધ્યાનના નિયમો પ્રચલિત કરેલા. ધર્મ ભાવનાને વેગ આપી શ્રદ્ધા ભક્તિ વધારેલાં. ત્યાંના લોકજીવનમાં આઈ દેવલ ઓતપ્રોત રહેલાં. મારવાડના તથા થળપારકરના સર્વે રાજપૂતો રાઠોડો, ભાટ્ટીઓ, સોઢાઓ, ચૌહાણે પરમારો એમને કુળદેવી માની પૂજા કરે છે.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ देवलबाई से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति