चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ देवल – मीसण

माँ देवल – मीसण

पूरा नाममाँ देवल – मीसण
माता पिता का नामपिता चारण अणदाजी
जन्म व जन्म स्थानजैसलमेर जिलें के बोगनयायी गांव में 
स्वधामगमन
 
विविध

चारण समाज में देवल देवी के नाम से चार लोक देवीयां अवतरित हुई थी। उनमें से एक – जैसलमेर के बोगनयायी गांव के मीसण शाखा के चारण अणदाजी की पुत्री एंव करणानन्दं आणंद की बहिन थी, जिन्होने वीर पाबुजी राठौड़ को केसर कालमी घोड़ी दी थी, ईसके सम्बधं में एक दौहा प्रसिद्ध हैं:-

अणदै री मीसण नमो, झलै त्रिसुळां झल्ल।
पाबु ने दी कालमीं, गढांज राखण गल्ल।।

 जीवन परिचय

चारण समाज में देवल देवी के नाम से चार लोक देवीयां अवतरित हुई थी। उनमें से एक – जैसलमेर के बोगनयायी गांव के मीसण शाखा के चारण अणदाजी की पुत्री एंव करणानन्दं आणंद की बहिन थी, जिन्होने वीर पाबुजी राठौड़ को केसर कालमी घोड़ी दी थी, ईसके सम्बधं में एक दौहा प्रसिद्ध हैं:-

अणदै री मीसण नमो, झलै त्रिसुळां झल्ल।
पाबु ने दी कालमीं, गढांज राखण गल्ल।।

पाबूजी राठौड़ की जीवन कथा
पाबूजी राठौड़ की घोडी ‘केसर कालमी‘ देवल चारणी से मांग कर लाई गई थी ! और देवल चारणी ने घोड़ी के देने के बदले पाबूजी से यह वचन लिया था ! कि वह उनकी गायों की रक्षा करेगें लेकिन फिर पाबूजी ने इस बात पर कहा कि उन्हें कैसे पता चलेगा ! कि तुम्हारी गायों पर संकट आ पड़ा है ! इस पर देवल चारणी ने कहा कि जब भी मेरी घोड़ी हिनहिनाएँ तो समझ लेना की मेरी गायों पर संकट आ गया है ! और आप रक्षा के लिए जहा भी हो कुछ भी कर रहे हो कितना भी महत्त्वपूर्ण काम हो ! आपको जैसे तैसे ही जल्दी से जल्दी चले आना ! इस कारण पाबूजी राठौड़ से पहले इनके बहनोई जिंदराव खींची ने इस घोड़ी को देवल चारणी से मांग ली थी !

परंतु देवल चारणी ने यह घोड़ी जिंदराव खींची को ना देकर पाबूजी को दी ! इसी बात से क्रोधित थे और देवल चारणी से बदले के अवसर की फिराक में थे !

पाबू जी राठौड़ विवाह के साढ़े तीन फेरे लेने के बाद गायों की रक्षा करते वीरगति
इसी वजह से जब पाबूजी विवाह के लिए फेरे में बैठे ही थे तभी देवल चारणी की घोड़ी ‘केसर कालमी’ ‘जोर जोर से हिनहिनाई ! जिससे पाबूजी राठौड़ समझ गये कि चारणी की गायों पर संकट आ गया है और ! वे विवाह के साढ़े तीन फेरे लेने के बाद ही गायों की रक्षा करने पहुँचे ! अपने बहनोई जायल नागौर के शासक जींदराव खींची से युद्ध लड़ते हुए ! 1276 ई. में देंचू गाँव जोधपुर में 24 वर्ष की आयु में वीरगति को प्राप्त हुए !

इसकी कारण वंश पाबूजी के अनुयायी आज भी विवाह के अवसर पर साढ़े तीन फेरे ही लेते हैं !

ये भी जानें
मारवाड़ में सर्वप्रथम ऊँट लाने का श्रेय पाबूजी राठौड़ को जाता है पाबूजी का प्रतीक चिह्न ‘भाला लिए हुए ! अश्वारोही’ है पाबूजी के सहयोगी ‘चाँदा डेमा व हरमल’, पाबूजी के उपासकों के द्वारा पाबूजी की स्मृति में ‘थाली नृत्य’ करते हैं ! पाबूजी बाईं ओर झुकी पाग (पगड़ी) प्रसिद्ध है ! जिनका मंदिर कोलूमंड (फलौदी-जोधपुर) में है यहाँ हरवर्ष चैत्र अमावस्या को मेला लगता है ! मुगल कालीन पाटन के शासक मिर्जा खाँ नाम के जो बड़ी संख्या पर गौ हत्या में शामिल रहा ! उनके विरुद्ध पाबूजी ने युद्ध किया तथा गौ हत्या को रूकवाई !

.

આઈ દેવલ કાછેલી – આ આઈ દેવલ મૂળ કચ્છનાં ઘણા મોટા પ્રમાણમાં માલઢોર ગાયો, ભેંસો રાખતાં. જગલમાં પાણી ની સગવડવાળા સ્થળે નેસડાં બાંધીને રહેતાં. ઋષિ મુનિના જેવું સાદું સરળ જીવન ગાળતાં. સૌનો ખૂબ આતિથ્ય સત્કાર કરતાં. એમનાં માતા પિતા અંગે માહિતી પ્રાપ્ત થતી નથી. કચ્છમાં દુષ્કાળ અને કરવરાં વરસો આવે એટલે બહોળા પ્રમાણમાં ઘાસચારો મળે તેવા રાજસ્થાનના પશ્ચિમ દક્ષિણ ભાગમાં તેઓ બીજા કેટલાક ચારણો સાથે જઈને વસેલાં. રાજસ્થાનના એ પ્રદેશમાં ત્યારે ખેતી બહુ જુજ હતી. અને માલઢોરને ચરવા માટે મોટાં મેદાનો ખૂબ હતાં. આઈ દેવલનો જન્મ વિક્રમ સંવત ૧૨૭૭ લગમગ થયો હોવાનું જણાય છે. મારવાડના પ્રખ્યાત વીર પાબૂજી રાઠોડનાં એ સમકાલીન હતાં. પાબૂજીથી દશેક વર્ષ મોટાં હતાં.

મારવાડમાં રાઠોડોનું રાજ્ય સ્થાપનાર રાવ શિયાના પુત્ર આસ્થાન થયા. એ આસ્થાનના બે પુત્રો. તેમાં મોટા રાવ ધૂહડ એમના પિતા પછી ખેડગઢ આસપાસના પ્રદેશના રાવ થયા અને નાના ધાંધલે કુળુમંઢ નામના ગામની આસપાસના પ્રદેશ પર પોતાની હકુમત જમાવી. ધાંધલના બે પુત્રો અને એક પુત્રી. મોટા પુત્રનું નામ બુઢાજી અને નાના પુત્રનું નામ પાબુજી. પુત્રી પાસેના ગામ જાયલના ખીચી જાગીરદાર જિંદરાવને પરણાવેલાં. એ જમાનો લુંટફાટ – ધાડાંનો મારે તેની તલવાર અને ખાટે તેની ધરતીને હતો.

કચ્છમાંથી મારવાડમાં પહોંચેલ ચારણોના મોવાડામાં આગેવાન આઈ દેવલ (કાછેલી) હતાં. જ્યાં જ્યાં ઘાસની છત હતી ત્યાં ત્યાં ક્રમે ક્રમે ફરતાં. તેઓ જિંદરાવ ખીચીના જાયલ ગામ પાસે એક અનુકુળ સ્થળે સ્થિર થયેલાં. આઈ દેવલની પાસે શુદ્ધ કઠિયાવાડી ઓલાદની રૂપ રૂપના અંબાર, થોકે થોકે રૂપાળી, અતિ ભલી, પાણીપંથી, પંચ કલ્યાણી કાળી કેસર નામની દેવાંશી ઘોડી હતી, એ ઘોઢી શકુનવંતી ગણાતી. એને પગલે પગલે રિદ્ધિ સિદ્ધિ આવતી, એવી લોક વાયકા હતી. આઈ દેવલના મનના વિચારોનું પ્રતિબિબ એ ઘોડીના હલનચલન હીં સારવામાં વર્તનમાં પડતું. આઈ દેવલને એ ઘોડી ઘણી પ્રિય હતી. ઉપયોગી પણ હતી. કારણકે તે અતિ તેજીથી દોડનારી – ચાલનારી હોવાથી મુશ્કેલીના પ્રસંગોએ મદદરૂપ બનતી. કેટલાય રાણા રાજવીઓ એ શકુનવંતી ઘોડી મેળવવા માટે મોં માંગ્યાં નાણા આપવા તૈયાર થયેલા. પણ આઈ દેવલ એ ઘોડી વેચવા તૈયાર ન હતાં.

જિંદરાવ ખીચીને એ ઘોડી ગમે તે ઉપાયે મેળવવાની રઢ લાગેલી; એટલે પ્રથમ તો એણે અનુનય વિનયથી શરૂઆત કરી. મોં માગી કિંમત આપવા તૈયાર થયો. પણ તેનો સંકુચિત વ્યવહાર, અભિમાની અને અક્કડ પ્રકૃતિ તથા મનની મેલાઈ જોઈને આઈએ તેને ઘોડી આપી નહિ, તેથી જિંદરાવ વિફરી બેઠો. તેણે દબાણથી ઘોડી મેળવવા વિચારીને કહેવરાવ્યું કે “રીઝ રાજીપેથી ઘોડી નહિ આપો તો હું સત્તા અજમાવિને ગમે તે ઉપાયે ઘોડી લઈશ. નહિ આપો તો મારી ધરતીમાં રહેવા નહિ દઉં.” ચારણ વટવાળાં આઈ આવા દબાણને કોઈ રીતે સહન કરે તેમ ન હતાં. દિવસે દિવસે વૈમનસ્ય વધતું જતું જોઈને આઈ જાયલની ધરતીનો ત્યાગ કરીને ત્યાંથી રવાના થયાં. કુળુમંડના જુવાન જોધ જાગીરદાર પાબુજી રાઠોડ આઈની તપસ્વિતા અને દિવ્ય પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયેલા. આઈને પોતાનાં ઈષ્ટ દેવી માનતા. વારંવાર આઈનાં દર્શ’ને આવતા, જિંદરાવ સાથેના બગડેલા સંબંધને કારણે આઈ જાયલ છોડીને જતાં રહેતાં હોવાના સમાચાર તેમણે મળતાં તેઓ આઈનાં દર્શને આવ્યા ચરણોમાં દંડવત પ્રણામ કર્યાં અને પોતાના ગામ કુળુમંઢ પધારવાની અને રહેવાની આગ્રહ ભરી વિનંતિ કરી. અને ખાત્રી આપી કે આઈમાન માલઢોરનું તેઓ રક્ષણ કરશે. પાબુજીનો શુદ્ધ સાચો ભક્તિભાવ અને નિર્મળતા જઈને આઈ તેમના પર પ્રય-ન હતાં જ એટલે તેમના વિનયમર્યા આગ્રહને માન આપીને આઈ પોતાના મુવાડાના ! સર્વે ચારણો સાથે કુળમંઢ પધાર્યાં. પાબૂજીએ આઈનું વાજતે ગાજતે સન્માન સામૈયું કરીને સર્વે પ્રકારે સગવડ કરી આપી. આ ખબર જિંદરાવને મળતાં તેને પોતાના સાળા તરફ દ્વેષભાવ ઉત્પન્ન થયો અને તે આઈ દેવલની ગાયો હાંકી જવા અને ઘોડી લઈ જવા માટેની વૈતરણ કરવા માંડયો. આઈ દેવલજીને જિંદરાવના મેલા મનસ્યા – એની જાણ હતી, એટલે તે ખૂબ સાવચેતી રાખતાં રખાવતાં.

દરમિયાન ખૂબ સાચા હૃદયની ભક્તિથી અને સેવાથી પાબૂજી આઈના નિકટ પરિચયમાં આવી ગયા. અને આઈએ બળેવને દિવસે સ્વહસ્તે તેમને રાખડી બાંધી, ધર્મભાઈ બનાવ્યા. પાબૂજીનો સંબંધ થળમાં અમરકોટ (હાલનું ઉમરકોટ) ના સોઢા રાજકુટુંબમાં થએલો. લગ્ન દિવસ નકકી થતાં લગ્ન પત્રિકા આવી. એટલે પાબૂજી પરણવા જવાની તૈયારીમાં લાગ્યા. એ જમાનામાં પ્રતિષ્ઠા અને પરાક્રમનો મુખ્ય આધાર ઘોડાઓ પર હતો. એમના જાણવામાં હતું કે સોઢાઓ પાસે ખૂબ જાતવંતાં ભલાં ઘોડાં છે. એટલે તેનાથી વિશેષ ભલાં ઘેડાં જાનમાં નહિ હોય તો પડજન (જાનના સ્વાગત માટે કન્યા પક્ષવાળા થોડાં તથા ઊંટોથી પાંચ સાત માઈલ સામા આવતા તેને પડજન કહેવાતું. એ વખતે કન્યાપક્ષ તથા જાનવાળાઓ વચ્ચે સરસાઈ માટે વાહનોની દોડ થતી અને કન્યાપક્ષના ગામે બાંધેલા તોરણે જે પહેલા પહોંચે તેની સરસાઈ મનાતી.) વખતે થનાર દેડમાં પાછળ રહી જવાથી પોતાની તથા જાનવાળાંની હાંસી થશે, એ કારણે તેમણે જાનમાં લઈ જવા માટે સારાં ઘોડાં પસંદ કરી મેળવ્યાં. પરંતુ પોતાની (વરરાજાની) સ્વારી માટે એવી ઘોટી મેળવવાની તેમની ઈચ્છા હતી કે જેના પર સ્વાર થઈને પોતે સાસરાવાળાંના પડજનના બધાં ભલાં ઘોડાંને પાછળ રાખીને સૌથી પહેલાં અમરકોટ પહોંચે અને ગામ તોરણને વાંદે (તલવારથી સ્પર્શી કરે), અને એવી અતિ ભલી ઘોડી તો આખાએ રાજસ્થાનમાં એકજ હતી અને તે હતી આઈ દેવલની કાળી કેશર.

પાબૂજીએ પોતાના સરદારોને અને મદદગારોને ભેળા કર્યો. એમની સૌની એમ સલાહ થઈ કે પાબૂજી પર આઈને ખૂબ ભાવ છે, એટલે જાનમાં લઈ જવા પૂરતી ઘોડીની માગણી કરશું, તો આઈ ના નહિ પાડે. પછી તે સૌ આઈ પાસે ગયા. અને તેમની પાસે વિનયપૂર્વક વિગતવાર વાત કહી જાનના પ્રસંગ પૂરતી ઘોડીની માંગણી કરી. એટલે આઈએ કહ્યું કે :’ભાઈ ! ભલે ખુશીથી ઘોડી લઈ જા. પણ તમારો બનેવી જિંદરાવ ખીચી અમારાથી નારાજ છે. અને તે મારી ગાયો લઈ જવાની તાકમાં છે. તેનો આપણે વિચાર કરવો રહ્યો. જે ઘોડી હાજર હોય તો માલ ઢોરની રક્ષા થઈ શકે છે. કારણ કે તેની હાજરીમાં જિંદરાવનાં માણસો એવું તોકાન (અડપલું) કરી શકતાં નથી.” પાબૂજીએ ઉત્તર આપ્યો કે “માતાજી! આપની ગાયો એ તો મારા માથા સાટે છે. જિંદરાવ હોય કે બીજો કોઈ હોય, એ ગાયો પર હાથ નાખનારની ખેર નહિ રહે એમ આપ ચોક્કસ જાણજો. એ મારી પ્રતિજ્ઞા છે. એવું ટાણ આવવાનો સંભવ લાગે ત્યારે મને તુરત ખબર આપજો. ચોરીએ ચડયો હોઈશ ને, તો અર્ધ ફેરે પણ રવાનો થઈ જઈશ!” આઈએ કહ્યું કે, “ભલે બાપ ! હું તો ખબર આપીશ પણ તે પહેલાં કેશરજ તમને ખબર આપશે. એ જ્યારે ઊપરા ઊપરી ત્રણ હાવળ (હીં સારવ) કરે, ચમકીને તોફાન આદરે, ત્યારે જાણવું કે ગાયોનું હરણ થયું છે અને એ વખતે તમારા હૃદયમાં પણ એનો ભણકાર સંભળાશે કે ગાયો ગઇ છે. પણ બીજી એક વાત પૂછું. તમારા આ શામળાઓ (પાબૂના લશ્કરી બીલ સાથીદારો) મારી ગાયોની વ્હારે આવશે કે!” એ વખતે ભીલોના મુખી ચાંદા અને ઢંબાએ પોતાના ૧૮૦ સાથીઓ વતી પ્રતિજ્ઞા પૂર્વ’ક ખાત્રી આપતાં કહ્યું કે, “માતાજી ! આપની ગાયો માટે અમે અમારાં માથાં કુરબાન કરશુ” ભીલોનો એ જવાબ સાંભળીને આઈ ખૂબ પ્રસન્ન થયાં. અને બોલ્યાં કે, “જાઓ બાપ! ઘોડી લઈ જાઓ. ફતેહ કરે, માતાજી તમારી રક્ષા કરે.”

એ ઘોડી પર સ્વાર થઈને પાબૂજી પરણવા ગયા. એમની જાનમાં રાઠોડ સરદારો અને સાત વીશું (૧૪૦) ભીલે–ચાંદો, ઢેબો વગેરે હતા. દડજમલ કરતા, અમરકોટ નજીક પહોંચ્યા ત્યાં પાંચ ગાઉ પર સ્વાગત માટે કન્યાપક્ષનું પડજન સામું આવ્યું. તેમાં બહુ ભલાં ઘોડાં હતાં. સ્વાગત થઈ રહ્યા બાદ તેારણે કોણુ વ્હેલા પહોંચે તેની ઘોડા દોડ થઈ. તેમાં સર્વે ઘોડાઓને માઈલો સુધી તોડીને (પાછાં રાખીને) કેશર સૌથી પહેલી અમરકોટ પહોંચી. તોરણ અમરકોટના કિલ્લા બરોબર ઊંચું બાંધેલું, પાબૂજીએ એડી મારતાં કેશર છલાંગ મારી બે પગે ઝાડ થઈ. આગલા ડાબા કોટના કાંગરાં પર માંડયા અને પાબૂજીએ પોતાની તરવારથી તો તોરણને વાંઘું, તોરણને સ્પર્શ કર્યો. અર્ધી રાત્રે પાબુજી ચોરીએ ચડયા. પાણિગ્રહણ હસ્તમેળાપની વિધિ થઈ. બે મંગળ વરતાણ (વરકન્યા બે ફેરા ફર્યાં.) ત્રીજા મંગળની તૈયારી થઈ. ત્યાં પાસેજ ઘોડારમાં બાંધેલી કેશરે હાવળ દીધી. તોફાને ચડી, હમચી ખૂંદવા માંડી. પાબુજીના રોમે રોમે ઝણઝણાટી પ્રસરી ગઈ. અને હૃદયમાં ભણકાર ઉઠ્યો. આઈ દેવલ જાણે સમળીનું રૂપ લઈને પધાર્યા છે. કહી રહ્યાં છે કે, “પાબુ! ખીચીઓ ગાયો લઈ જાય છે. તમે કયારે વ્હારે ચડો છો?” ત્યાં તો ઘોડીએ બીજી હાવળ દીધી. તેમાંથી પણ પાબૂજીને આઈ દેવલનો અવાજ સંભળાયો કે, “કાં પાબૂ ! તમારો કોલ ક્યારે સાચો પાડશો?” પાબૂજીની નશેનશમાં વીજળી ઝબૂકી ઊઠી. હાથ તરવારની મૂંઠ પર જડાઈ ગયો. એટલામાં કેશરે અમરકોટના કિલ્લાને ધણ – ધણાવતી ત્રીજી હાવળ દીધી, તુમુલ તોફાન આદર્યું. ખીલો ઉપાડી લીધો અને હણહણાટી દેતી ચોરીના માંડવે પહોંચી. પાબૂજીના હૃદયમાં – કાનમાં આઈ દેવલનો સ્વર સ્પષ્ટ રીતે ગુંજવા લાગ્યો.

સમળીનું રૂપ ધારણ કરીને (જાણે) આઈ દેવલજી અમરકોટના કિલ્લાનાં કાંગરાં પર પુકારતાં હોય કે ભાઈ પાબૂ! ગાયો તો જાયલ પહોંચવા આવી, જિંદરાવના ખીચીઓ ગાયો લઈ જાય છે. તમે ક્યારે ચડવાના છો ?” આઈ દેવલના સ્વરનો એ સ્પષ્ટ ભણકાર સાંભળતાંજ બે ફેરા ફરેલા પાબૂજી અર્ધે લગ્ન ઊભા થઈ ગયા. અને બોલ્યા કે “ઘોડીની સજાઈ (જીન) લાવો, આઈ દેવલની ગાયોનું હરણ થયું છે. મારે અત્યારે જ (વ્હારે) ચડવું છે.” માંડવીયા તથા જાનૈયા સૌ વિસ્મયમાં પડી ગયા. પાબૂજીએ આઈના દૈવી સંદેશની વાત કરી. એટલે માંડવાવાળાઓએ કહ્યું કે, “લગ્ન કાર્ય પૂર્ણ થાય પછી એ બાબતમાં વિચાર કરીએ.” પાબુજીએ કહ્યું કે, “આઈનો સંદેશો પહોંચે એટલે જે સ્થિતિમાં હું હોઉં તે સ્થિતિમાં રવાના થવાની મારી પ્રતિજ્ઞા છે. અને રાજપૂતની પ્રતિજ્ઞા એટલે લોટે લીટો. એમાં કાના માતરનો-તલ મગનોય ફેરફાર ન થાય. હવે એક ઘડી પણ નહિ રોકાઉં. જીવતો રહીશ તો બાકીના બે ફેરા પાછા આવીને ફરીશ.” સાસુ- સસરો, સાળા – સાળીઓ, બન્ને પક્ષનાં સગાં વહાલાંઓએ સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ એમણે કોઈની વાત ન માની. છેલ્લે છેલ્લે આગ્રહ થયો કે “સુહાગ રાત ઊજવીને પછી જાબો.” પણ પાબૂજીને તો प्राण जाही बरु बचन ना जाहो। એ પ્રણ એમને રોમે રોમે પ્રગટી ઊઠ્યું. એમણે કોઈનું ન માન્યું. છેવટે એમને પરણતી સોઢી કન્યાએ મર્યાદા મૂકીને કહ્યું કે “રાઠોડ ! અર્ધા ફેરા ફરીને ન જવાય. ચાર મંગળ પૂરાં કરીને પછી ભલે જાઓ.” છતાં એ વચનદૃઢ વીર ન માન્યો. પ્રતિજ્ઞા પર અટલ રહ્યો. અને બોલ્યો કે, “દેવલજીની ગાયો પાછી ન વાળું ત્યાં સુધી સંસારનાં સર્વે સુખ મારે હરામ છે.” આટલું બોલી કેશર પર સજાઈ કરી સવાર થયા. રવાના થયા. સૌ જાનૈયાઓએ પણ એમની સાથેજ પ્રયાણ કર્યું અને સાસરાં પક્ષના સોઢાઓ પણ કન્યાને રથમાં લઈને પાબૂજીની સખાતે (મદદમાં) ચડ્યા.

પ્રથમ કુળુમંઢ ન જતાં પાબૂજી સીધા જાયલ ગયા. ત્યાં યુદ્ધ કરી ખીચીઓ પાસેથી ગાયો પાછી વાળી લાવ્યા. પણ આઈની ખાસ લાડકી એક વોડકી બાકી રહી ગએલી, તે લેવા માટે ફરીથી જાયલ ગયા. પોતે તથા ઘોડી ખૂબ ઘવાયેલા. અને સાથીઓ થોડા પાછળ હતા અને પાબૂજી પ્રથમ પહોંચ્યા. પાબૂજીને એકલા જોઈને ખીચીઓનો વૈરાગ્નિ ભભૂકી ઉઠયો. ફરી ધમસાણ યુદ્ધ થયું. પાબૂજીએ અનેક શત્રુઓને મોતને ઘાટ ઉતાર્યા અને પોતે તથા ઘોડી ખૂબ ઘવાયાં. ત્યાં એમના સાથીઓ આવી પહોંચ્યા. ભયકર યુદ્ધ ખેલાયું, તેમાં પાબૂજીના ભીલ સરદારો ઢેબા તથા ચાંદાએ મોટાં પરાક્રમ કર્યાં. અનેકને મારીને સ્વર્ગ વાટ લીધી. અને આઈની વોડકી પાછી આવી. પણ ઘોડી અને પાબૂજી ઘાથી વૈતરાઈ ગયાં હતાં. પાબૂજી અને ઘોડી બન્નેનાં આંતરડાં બહાર નીકળી આવેલાં. એ સ્થિતિમાં ઘોડી પાછી વળી અને કુળુમંઢના અર્ધ રસ્તે ઘોડીનો પગ પોતાનાં આંતરડાંમાં અટવાયો ઘોડીએ ઠેસ ખાધી અને પાબૂજી તથા ઘોડી ઢળી પડયાં. બન્નેએ સાથેજ સ્વર્ગ” પ્રયાણ કર્યું. આઈ દેવલને સમાચાર પહોંચતાં પોતે શોકમગ્ન થઈ ગયાં. એમની આંખોમાંથી આંસુના શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. પાબૂ તથા ઘોડીનાં શરીરને કુરુમંઢ લેવરાવ્યાં. ત્યાં અર્ધા ફેરા કરેલ સોઢી કન્યાને રથ આવી પહોંચ્યો. પાબૂજીની ચિતાની બાજુમાંજ ઘોડીની ચિંતા તૈયાર થઈ. સોઢી કન્યા પાબૂજીનું મસ્તક પોતાના ખોળામાં લઈ સતી થયાં. ઘોડીને પણ વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.

આઈ દેવલે પાબૂજીનો સોગ જીવનભર પાળ્યો. સર્વે સુખ સગવડો પ્રિય વસ્તુઓનો ત્યાગ કર્યો. મીઠી કહેવાય તેથી સર્વે ચીજો, ગોળ-ખાંડ, સાકર-મધ-શેરડી અને મીઠાં ફળોનો ત્યાગ કર્યો. માથામાં તેલ નાખ- વાનું તથા પગમાં પગરખા પહેરવા સુધાં છોડી દીધાં. આખું જીવન ઉગ્ર તપશ્ચર્યામય બનાવી દીધું જીવન- ભર સોગ પાળ્યો કાળાં વસ્ત્રો પહેર્યા. અને પાબૂજીની નામના અમર રાખવા માટે જીવનભર મથતાં રહ્યાં. પાબૂજીની પૂજા શરૂ કરાવી. ગામો ગામ એમનાં મઢ બનાવરાવ્યાં, અનેક કવિઓને પ્રોત્સાહન ઈનામે આપીને પાબૂજીની કીતિં ગાથાઓ કવિતાઓ રચાવી, ફેલાવરાવી, પાબૂજીને લોકજીવનમાં પીર-દેવ તરિકે-લક્ષ્મણજીના અવતાર તરિકે પ્રતિષ્ઠિત કર્યાં, આઈ દેવલના પ્રતાપે આજે પણ રાજસ્થાન, કચ્છ, સિંધનો થળ પ્રદેશ અને ગુજરાતના પશ્ચિમ ભાગમાં પાબૂજીની પૂજા ચાલુ છે. એમને લક્ષ્મણના અવતાર ગાયોના અમર સંરક્ષક તરિકે માનવામાં આવે છે. પશુપાલનના વ્યવસાયમાં પડેલા માલધારી લોકો-રબારીઓ, ભરવાડો, ચારણો એમની માનતાઓ માને છે. એમને ઈષ્ટદેવ માની પૂજા કરે છે.

આઈ દેવલ અને પાબૂજી વિષે રાજસ્થાનમાં થોકબંધ સાહિત્ય લખાયું છે. લોક સાહિત્યમાં એમના પરાક્રમના, એમના જીવનના પવાડા અને ગીતો ગવાય છે. ચારણોએ આઈ દેવલ અને પાબૂજીની કથાને કાવ્ય કવિતાઓમાં ખૂબ બિરદાવી છે. “પાબૂ પ્રકાશ” નામનો એક મોટો કાવ્યગ્રંથ એક વિદ્ધાન ચારણ શ્રી મોડજી આસિયાએ લખ્યો છે જે છપાઈ પ્રસિદ્ધ થયો છે. એ સિવાય બીજી છૂટક કવિતા પણ પાર વિનાની છે. તેમાં ૪૧ દેહા-સોરઠાઓની એક સુંદર કાવ્ય કૃતિ-કાવ્ય પુષ્પમાળ કોઈ અનામી ચારણ કવિએ ગૂંથી છે. સને ૧૯૨૪માં છું જ્યારે ભુજ હાઈસ્કૂલમાં દશમાં અંગ્રેજી ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાંની વ્રજભાષા પાઠશાળામાં કાવ્ય સાહિત્યનો અભ્યાસ કરવા માટે મારવાડના ટોકરડા નામે ગામના એક ચારણ બંધુ શ્રી સુમેરદાનજીના મુખે મેં એ દોહા સાંભળતાં મને તે ખૂબ પસંદ આવેલા. તે મેં એક નોંધપોથીમાં ઉતારી લીધેલા. એ એક એક દોહામાં આઈ દેવલ અને પાબૂજીની કથાનાં સુંદર સજીવ ચિત્રો દોરાયાં છે, જે સાંભળતાં વાંચતાં બોલતાં આપણું મન એ મનોહર ચિત્રાવલિમય બની જાય છે. એ ૪૧ દોહા આ ગ્રંથની પછવાડે પારશિષ્ઠમાં છપાવવાની ધારણા છે. જગદંબાની ઈચ્છા હશે તો છપાશે.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ देवल से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति