पूरा नाम | माँ बूट भवानी |
---|---|
माता पिता का नाम | पिता बापल देथा चारण ओर माता देवल आई सिहढायच है, |
जन्म व जन्म स्थान | |
स्वधामगमन | |
विविध | |
जीवन परिचय | |
આઈ બૂટમા – આપણે આઈ બેચરાજીના વૃત્તાંતમાંથી જાણ્યું તેમ આઈ બૂટમાં (આઈ બુદ્ધિબાઈ) આઈ બેચરાજીનાં બહેન – ( બાપલ દેથા અને આઈ દેવલ ભલીઆઈનાં પુત્રી) હતાં. આઈ બેચરાજી શખલપુર પાસે સ્થિર થયા બાદ ભાલ પ્રદેશના જગદંબાના ઉપાસકોની વિનંતિથી આઈ બૂટમાં ભાલમાં પધાર્યાં અને સૌરાષ્ટ્ર – ગુજરાતના સીમા પ્રદેશ પર ધોળકા તાલુકાના અરણેજ ગામ બહાર નેશ બાંધીને રહેવા લાગ્યાં. એ પ્રદેશના સર્વેવર્ણના લોકોનો એમના તરફનો ભક્તિ ભાવ દિવસેો દિવસ વધવા લાગ્યો અને દરરોજ સેંકડો યાત્રાળુઓ દર્શનાર્થીઓ એમનાં દર્શન માટે, પોતાનાં દુઃખ નિવારણ માટે આવવા લાગ્યાં. પોતે બહોળા પ્રમાણમાં માલ ઢોર રાખતાં અને આવનારાં યાત્રાળુઓ નો ખૂબ સત્કાર કરતાં, જમાડતાં અને એમની દુ:ખવાર્તાઓ સાંભળીને તેના નિવારણ માટે મદદરૂપ બનતાં. એ પોતે તપ અને કરૂણાની મૂતિ” હતાં. એમણે જીવનભર બ્રહ્મચર્ય વ્રત પાળેલું, ધર્મ ને ભક્તિને જીવનમાં આચારમાં ઉતારેલાં. લોકો એમા પોતાનાં ઈષ્ટદેવી માનતાં – માને છે. એમનો જ્યાં નેશ હતો ત્યાં પાછળથી એમનું મોટું ધામ-મંદિર ધર્મ શાળાઓ વગેરે બન્યાં છે, અમદાવાદ, ભાલ, નળકાંઠો, ઝાલાવાડ, ભાવનગર પંથક વગેરે પ્રદેશોમાંથી દરરોજ અસંખ્ય યાત્રીઓ બૂટમાનાં દર્શન માટે આવતા હોય છે. નવરાત્રિ પ્રસંગે ચંડીપાઠ. હોમ થાય છે. મોટો ઉત્સવ થાય છે. મેળા ભરાય છે અરણેજ સિવાય બીજાં અનેક સ્થળોએ પણ આઈ બૂટમાનાં સ્થાનકો છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગામ શિહોરથી પૂર્વમાં શિહોર-ભંકોડ:-માર્ગથી દક્ષિણ બાજુએ ગામથી ત્રણેક ખેતરવાપર શિહોરના એક પટેલના ખેતરના કુવા પાસે આઈ બૂટમાનું મંદિર-દેરી છે. ત્યાં દરવર્ષે નવરાત્રિમાં પટેલો તરફથી માતાજીની પલ્લી ભરવામાં આવે છે અર્થાત્ માતાજીનાં નૈવેદ્ય કરવામાં આવે છે. એ બાજુનાં ખેતરોના વિભાગને બૂટીયાપા તરીકે ઓળખવામાં આવે છે. એ શિહોર ગામના વરસડા શાખાના ચારણો તથા બીજી વસ્તી અને આસપાસનાં ગામે વાળા પણ બૂટમાતાજીનાં દર્શને આવતા રહે છે. ~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक) |
.
माँ बूट भवानी से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-
.