Search
Close this search box.
Welcome to चारण शक्ति
Search
Close this search box.

आई आदि आवड़

आई आदि आवड़

पूरा नाममाँ आदि आवड़
माता पिता का नाम 
जन्म व जन्म स्थान 
स्वधामगमन
 
विविध
माँ आवड़ का रहवास हिमालय, नरा ओर तुम्बेल शाखा के चारणों की कुलदेवी.

 जीवन परिचय

माँ आदि आवड़- आई आवड़ का रहवास हिमालय, नरा ओर तुम्बेल शाखा के चारणों की कुलदेवी.

આઈ આદિ આવડ – આઈ (આદિ) આવડ વૈદિક યુગની શરૂઆતમાં થયાં હોવાનું મનાય છે. ચારણોમાંથી ‘નરા’ શાખાના ચારણો આઈ (આદિ) આવડનાં સંતાન છે, એમ પરંપરા કહે છે. એક દંતકથા મુજબ ‘તુંબેલ’ ચારણો પણ આઈ (આદિ) આવડનાં સંતાન કહેવાય છે. ચારણ જાતિની તપ – સંયમ – ભક્તિ – આચાર – ધર્મની પરંપરાને – આઈ (આદિ) આવડે વિશેષ દૃઢ બનાવી, અહિંસાત્મક આત્મ બલિદાનની ભાવનાને ખૂબ પુષ્ટિ આપી, જેને પરિણામે ચારણોમાં અહિંસાત્મક સત્યાગ્રહ – ધરણા તથા ત્રાગાની, બીજાઓને માટે જીવન કુરબાની કરવાની ઉત્કષ્ટ ભાવનાઓ ખીલી – ફૂલી – ફળી. આઈ તત્ત્વને – માતૃ – ત્વના શુદ્ધ સર્વોચ્ચ ભાવને તથા જગદંબાની એકનિષ્ઠ ઉપાસનાને પોતાના આચરણથી, જીવન વ્યવહારથી એમણે પરિપુષ્ટ કર્યાં. એમની પ્રેરણા અને પ્રોત્સાહનથી, એમના પોતાના આચાર – ઉદાહરણથી ચારણ જાતિના જીવનમાં માતૃપૂજા વિશેષ પ્રતિષ્ઠિત બની. સાધારણ રીતે પરાપૂર્વથી (લાલ ઊનની) લોબડી અને (કાળી ઊનનો) ભેળિયો ચારણ જાતિનાં બાઇઓ – બહેનોના પહેરવેશમાં હતાં, તેને આઈ (આદિ) આવડે ધાર્મિક અગત્યતા અને અગ્રતા આપ્યાં. ભેળિયાને અને લોબડીને અનુક્રમે નિરાકાર (અવ્યક્ત) અને સાકાર (વ્યક્ત) જગદંબાનાં પ્રતીકોનો દરજજો આપ્યો. એ આઈ આવડનો નિવાસ હિમાલયના પહાડોમાં હતો. મારા બાળપણમાં મારાં પૂ. માતુશ્રીના મુખેથી સાંભળેલી એક જુની ચરજની શરૂઆતના શબ્દો “આદિરે આવડની ઉપાસના” યાદ રહી ગયા છે.

सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ आदि आवड़ से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति

Call Us Now

चारण शक्ति