पूरा नाम | वीर शहीद माणशी गढ़वी |
---|---|
माता पिता का नाम | पिता गढ़वी राजदेभा व माता सुमाबाई |
जन्म व जन्म भूमि | 14 फरवरी 1979 को गुजरात के कच्छ जिलें के झरपरा गांव में |
शहीद दिनाक | |
22 सितंबर 2004 पुंच सरहद जम्मू कश्मीर | |
पता | |
गाँव- झरपरा, तहसील- मुंद्रा, जिला- कच्छ (भुज) गुजरात | |
जीवन परिचय | |
કચ્છની કેસરી વીરભૂમિના કંઠી વિસ્તારના મુંદરા તાલુકાના ઝરપરા ગામનો શણગાર, ચારણ કુળ ગૌરવ, તુંબેલ કુળતિલક, સેડાયત વંશ શૌર્ય મુકુટમણિ, વીર માણશી રાષ્ટ્ર રક્ષા કાજે કાશ્મીરની ધરતી પર કચ્છનો કુંવર વીરગતિને વર્યો. કચ્છના શૂરવીર ચારણો ઝારાના યુધ્ધમાં, ભુચર મોરીના યુધ્ધમાં અને અબડાસાના વીર અબડા સાથે રહી વિદેશી આક્રમણો સામે વીરતાથી ઝઝુમ્યા હતા. જયારે જયારે દેશ પર દુશ્મનોએ મીટ માંડી છે. ત્યારે ત્યારે ચારણ યોધ્ધાઓ ક્ષત્રિયો સાથે રહી યુધ્ધના મેદાનમાં વીરરસના અમૃતપાન પાયા છે અને સાથે રહી યુધ્ધમાં ભાગ લઈ બલિદાનો આપ્યા છે. આજે ચારણોના ગામડે ગામડે હુતાત્માઓના પાળીયા પૂજાય છે. કાશ્મીર સરહદે પંચ મધ્યે શહિદી વહોરનાર વીર માણશીનો જન્મ તા. ૧૪/૦૨/૧૯૭૯ ના રાજદે સુમાર સેડાના ઘેર માતાજી સુમાબાઈની કુખે થયો હતો, તેઓ પિતૃપક્ષે ઝરપરા ગામના સ્થાપક સેડાયતના વંશજ સેડ શાખાના હતા. જયારે માતૃપક્ષે કચ્છ ધરાના ધર્મરક્ષક શ્રી રાવળપીરદાદાનાં નાગવંશી ગેલવા શાખાનું મોસાળ ધરાવતા હતા. તેમની જન્મભૂમિ ઝરપરા તા. મુંદરા – કચ્છ પરંતુ તેમના પિતા રાજદેભાઈ સમાઘોઘા બાજુ વાડી ખરીદી સ્થિર થયા હતા. તેથી તેમનું પ્રાથમિક શિક્ષણ સમાઘોઘા પ્રાથમિક શાળામાં થયું અને ત્યારબાદ મુંદરા મધ્યે ધોરણ – ૧૧ સુધીનું શિક્ષણ પ્રાપ્તકરી ભારતીય સેનામાં જોડાયા હતા. દેખાવે સુંદર, તેજસ્વી ચહેરો ધરાવનાર ચારણ યુવાન સ્વભાવે સરળ, નિખાલસ અને પ્રેમાળ હતા. ભારોભાર સ્વદેશાભિમાન ધરાવતા હતા. માતૃભૂમિ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના હતી. તેથી તેઓ સેનામાં જોડાયા. ૧૨ મ્હાર યુનિટના લાયન્સ નાયક હતા. તેઓ જમ્મુ – કાશ્મીરની પંચ સરહદે તા. ૨૨/૦૯/૨૦૦૪ ના આતંકવાદીઓ સાથે લડતા વીરગતિ પ્રાપ્ત કરી. તા. ૨૫/૦૯/૨૦૦૪ ના ઝરપરાની પાવનભૂમિ મધ્યે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો. સમસ્ત ઝરપરા ગામ સાથે રહી પુરા માન સન્માન સાથે અંજલિ અપાઈ, એક ચારણવીર માતૃભૂમિ કાજે મોક્ષગતિ પ્રાપ્ત કરી. આજે ઝરપરા ગામના પાદરમાં વીર શહિદ માણશીની પ્રતિમા પ્રેરણા આપતી અડીખમ રીતે ઉભી છે. બીજા કચ્છમાં અનેક સ્થળોએ એમની સ્મૃતિમાં સ્મારકોની રચના કરવામાં આવી છે. વંદન છે. આવા ભારતમાંના વીરપુત્રને. સંદર્ભ: – કચ્છના ચારણ રત્નો પુસ્તકમાંથી લેખકશ્રી આશાનંદભાઈ સુરાભાઈ ઝરપરા તા . મુંદરા – કચ્છ |
.
वीर शहीद माणशी गढ़वी उनसे सम्बंधित रचनाओं व संस्मरणों के कुछ अंश यहाँ प्रस्तुत हैं| पढने के लिए नीचे शीर्षक पर क्लिक करें-
.