Search
Close this search box.
Welcome to चारण शक्ति
Search
Close this search box.

माँ राजबाई

माँ राजबाई

पूरा नाममाँ राजबाई
माता पिता का नामपिता उदयभाण वाचा
जन्म व जन्म स्थानराजबाई का जन्म विक्रम संवत 1595 के माघ सुद शुक्ल पक्ष मै सौराष्ट्र धांगध्रा विस्तार के चराड़वा गांव में हुआ
स्वधामगमन
आपने 80 वर्ष की आयु प्राप्त की व वि.स.1676 को स्वधाम पधारे
विविध
आई राजबाई – सौराष्ट्र धांगध्रा विस्तार के चराड़वा गांव में उदयभाण वाचा के वहा माँ राजबाई का जन्म करणीजी के महाप्रयाण के ठीक 10 माह बाद वि.स.1595 चेत्र शुक्ल नवमी को । आप आजीवन ब्रम्ह्चारिणी रही, आपने 80 वर्ष की आयु प्राप्त की व वि.स.1676 को स्वधाम पधारे। चराड़वा में माँ राजबाई का भव्य मंदिर बना हुआ है।

 जीवन परिचय

माँ राजबाई का जन्म स्थान गुजरात के सौराष्ट्र धांगध्रा तालुका के चराडवा गाँव मै वाचा शाखा के चारण उदयराज के घर हुआ। वाचा शाखा के पुरुष और स्त्रिया वाग्देवी वाणी सरस्वती के उपासक थे। इनकी वाणी की वचन सिद्धि प्राप्त थी और इसीलिए ये वाचा कहलाये।
गुजराती साहित्य के प्रसिद्द विद्वान पींगलसी परबतजी पायक द्वारा लिखित “पूज्य आई माँ सोनबाई माँ मातृदर्शन जीवन इतिहास संहिता” के अनुसार राजबाई का जन्म विक्रम संवत 1595 के माघ सुद शुक्ल पक्ष मै हुआ। इनका जन्म लोकपुज्य देवी करणी माता के स्वर्ग धाम पधारने के लगभग 10 महीने बाद हुआ। इन्हें करणी माता की अवतारी देवी माना जाता है। अकबर की समकालीन थी, राजबाई ने 80 वर्ष की आयु प्राप्त की और विक्रम संवत 1676 में आप स्वर्गधाम पधारी।

श्री राजबाई आजीवन ब्रम्हाचारीणी रही उनके पिता उदा वाचा महापुण्यशाली पवित्र आचरण वाले विद्वान्, भक्त, वचनसिद्ध, पुरुषार्थी और साधन संपन्न थे। पूर्व जन्म के कर्मो एवं जीवन की तपस्या के कारण ही उनकी पुत्री के रूप मै लोकदेवी राजबाई का जन्म हुआ।
राजबाई के देविगुणों की कीर्ति पश्चिम भारत मै और विशेष कर कच्छ, सौराष्ट्र, राजस्थान, सिन्ध और दिल्ली आदि क्षेत्रो मै तेजी से विस्तृत हुई। राजबाई का एक मंदिर राजस्थान नागौर जिले के लाडनू के निकट समना गाँव के पूर्व मै तथा रेवाड़ा गाँव के दक्षिण में डोबरां (गोचर भूमि) के नाम से प्रसिद्द ओरण में है। इस मंदिर में संगमरमर के पत्थर पर सिंह पर सवार दो भुजाओ वाली आकृति उत्कीर्ण है इसे राजबाई का सिणगारू (श्रृंगार) रूप माना जाता है। राजबाई का एक ओर प्रसिद्द मंदिर जोधपुर-जालोर सड़क मार्ग पर चारणों के गढ़वाड़ा गाँव में स्थित है।

राज बाई के चमत्कार
एक गाय को तीन मण दूध – एक बार बीकानेर के प्रिथीराज राठोड ने जब अपने दलबल के साथ द्वारकाधीश के दर्शन करने
हेतु यात्रा की तब उनके साथ अनेक रक्षक दल, घोड़े, व्यापारी एवं परिवार के सदस्य थे। प्रिथीराज राठोड का डेरा तत्कालीन गुजरात के झालावाड प्रांत के चराडवा गाँव के निकट सुन्दर सरोवर के किनारे डाला गया। यात्रा दल के सदस्यों के लिए तीन मण दूध की आवश्यकता थी। वह चर रही गायो के ग्वालो से कहा गया की यह पृथ्वीराज राठोड का द्वारका जाने वाले यात्रियों का संघ है। प्रिथीराज राठोड की प्रार्थना पर राजबाई ने एक गाय का दूध निकलना शुरू किया। जो आवश्यकता के अनुसार तीन मण से अधिक हो गया।

मृत अश्व जीवित किया – दस वर्षीय राजबाई सरोवर पर पानी भरने आई तब वह कुछ लोग चिंताग्रस्त खड़े थे, राजबाई ने उनसे पूछा की आप उदास क्यों है, तो उन्होंने कहा की प्रिथीराज राजाजी का घोडा अचानक मर गया है। राजबाई ने उस घोड़े को हाथ लगा कर कहा यह घोडा मरा नहीं जीवित है, राजबाई के द्वारा स्पर्श करते ही घोडा खड़ा हो गया। इस चमत्कार को देख कर सभी उपस्थित श्रद्धालुओ ने राजबाई माताजी को प्रणाम किया, राजबाई ने प्रिथीराज राठोड को संकट समय याद करने पर सहायता का वचन और आशीर्वाद दिया।

ददरेवा गाँव मै चमत्कार – एक बार राजल माँ के पिता सपरिवार अकाल पड़ने के कारण अपने पशुधन को साथ लेकर गुजरात से राजस्थान के ददरेवा (जिला चुरू) नामक गाँव के पास आकर अस्थायी डेरे में पशु – पालन हेतु ठहरे हुए थे, बीकानेर के महाराज पृथ्वीराज राठोड घोड़े पर स्वर होकर अपने ससुराल ) जैसलमेर की और जा रहे थे तो ददरेवा के निकट जंगल मै एक पानी की नाडी (छोटा तालाब) के किनारे पर दो जंगली भेंसो को आपस में लड़ते हुए देखा। राजबाई पानी भरने के लिए नाडी की ओर जा रही थी और उन्होंने लड़ते हुए दोनों भेंसो के सींग अपने हाथ से पकड़ कर दोनों को अलग कर दिया और नाड़ी में पानी भरने लगी। दोनों भेंसे मूर्तिवत कहदे हो गए, राजबाई पानी का मटका लेकर उन दोनों भेंसो के बीच में से निकल कर चली आई और उनके जाने के बाद दोनों भेंसे फिर पूरी ताक़त से लड़ने लगे। पृथ्वीराज राठोड ने राजबाई को प्रणाम किया और अवतारी देवी समझा राजबाई ने पिता के डेरे में ले जाकर सत्कार किया और पृथ्वीराज राठोड द्वारा आशीर्वाद मांगने पर कहा की जब कभी संकट का अनुभव करो मुझे याद करना में जरूर आउंगी, जब पृथ्वीराज राठोड की पत्नी चम्पादे को अकबर ने नवरोज के अवसर पर बुलाया तो पृथ्वीराज राठोड ने अपनी मान – मर्यादा पर मंडराते हुए संकट के समय राजबाई को स्मरण करते हुए, निवेदन किया की नवरोज में मेरी पत्नी के जाने से मेरा कुल कलंकित हो जायेगा और आपने ददरेवा में जो संकट के समय सहायता का वचन (कोल) दिया था उसके अनुसार मेरी मदद करावे। पृथ्वीराज राठोड ने निम्नलिखित सोरठा में कहा –

“बाई साम्भळ बोल, कमधां कुळ मेटण कळन्क।
करज्यो सांचो कोल, ददरेवे दीनो जीको।।”

लोकपुज्य देवी राज बाई ने सामय पर पहुँच कर अपना कोल पूरा किया और नवरोज की प्रथा हमेशा के लिए बंद करवादी।

झिन्झूवाडा में झाला को राजगद्दी प्रदान – राज राजेश्वरी (राजबाई) माताजी का एक प्रसिद्द मंदिर झिन्झूवाडा में भी स्थपित है। उस मंदिर के प्रमुख श्री बलदेवसिंह जस्सुभा झाला द्वारा प्रकाशित एक पुस्तक में राजबाई के बारे में विस्तार से वर्णन किया गया है, झिन्झूवाडा झाला वंश की रियासत रही है। उक्त पुस्तक में वर्णित विवरण के अनुसार “धांगध्रा तालुका के चराडवा गाँव में अवतरित मत राजबाई आद्याशक्ति की अंशावतार थी, झिन्झूवाडा में ईद के दिन हिन्दू से मुसलमान धर्म अपनाने वाले सूमरा थानेदार हुआ कर्ता था उसने गोवध कराया, उक्त गोवध ने हिन्दू प्रजा के मन को उद्वेलित कर दिया था, गोवध की घटना से माता राजबाई अत्यधिक क्रोधित हुई। उन्होंने झिन्झूवाडा का राज्य झाला कुमार बनवीरसिंह को सौंपने का आशीर्वाद दिया, बनवीरसिंह को राजबाई ने दर्शन दिए और जहा माताजी के स्वप्न में दर्शन हुए उस स्थान पर कुमकुम के पगलिये, अबीर, चावल मांगलिक चिन्ह स्वत: ही प्रकट हुए, कुमार बनवीरसिंह ने राजबाई के आशीर्वाद से सूमरा मुस्लिमो के शासन को ख़त्म किया और राजगद्दी पर विराजमान हुए। झिन्झूवाडा के गढ़ में राजबाई का मंदिर निर्मित किया जो आज भी लोक आस्था का स्थान है, उस क्षेत्र की जनता राजबाई को अत्यधिक आस्था के साथ पूजती है।

આઈ રાજબાઈ- આઈ રાજબાઈનું જન્મ સ્થાન સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા તાબે ગામ ચરાડવામાં. એમના પિતાનું નામ ઉદયભાણ વાચા, જે ઊદા વાચાના નામથી પ્રસિદ્ધ છે. વાચા એ એમની અટક-ચારણ જાતિની એક શાખ છે. એ શાખાના પુરૂષો સ્ત્રીઓ વાક્-વાગ્દેવી વાણીના – સરસ્વતીના ઉપાસક હોવાથી, તપસ્વી હોવાથી એમની વાણીમાં વચનસિદ્ધિ હતી એટલે તેઓ વાચા કહેવાયા, એમ જનશ્રુતિ કહે છે. આઈ રાજબાઈને જન્મ વિ. સં. ( કાર્તિકી) ૧૫૯૫ના મહા સુદમાં થએલો અને આઈ શ્રી કરણીજી વિ. સં. ૧૫૩૫ના ચૈત્ર સુદ ૯ ના રોજ સ્વધામ પધારેલાં, એટલે કે આઈ કર્ણીીજીના સ્વધામ ગમન પછી દશેક મહિને આઈ રાજબાઈનો જન્મ તથા બીકાનેરના રાઠોડ રાજાઓના યોગક્ષેમમાં શ્રી કરણીજીએ જેમ અગ્ર ભાગ ભજવ્યો તેમજ આઈ રાજબાઈએ બીકાનેરના રાજવંશી શ્રી પૃથ્વીરાજ રાઠોડની ઇજજ્જતની રક્ષા કરી તેથી આઈ રાજબાઈને શ્રી કરણીજીનો અવતાર માનવામાં આવે છે. આઈ રાજબાઈ મુગલ બાદશાહ અકબરનાં સમકાલીન હતાં. અકબરનો સમય (આયુષ્યકાળ) સં. ૧૫૯૮ થી સં. ૧૬૬૧ (સન ૧૫૪૨ થી ૧૬૦૫) સુધીનો ૬૩ વર્ષનો છે. આઈ રાજબાઈએ ૮૦ વર્ષ ઉપરનું આયુષ્ય ભોગવેલું એટલે તેઓશ્રી વિ.સં. ૧૬૭૬ લગભગ સ્વધામ પધાર્યાં હોવાનું જણાય છે.

તેઓ આજીવન બ્રહ્મચારિણી રહેલાં. તેમના પિતા ઊદો વાચો મહાપુણ્યશાળી વિદ્વાન, પવિત્ર આચાર વાળા, ભક્ત અને વચનસિદ્ધ હતા. સાથે સાથે ખૂબ પુરૂષાથી અને સાધન સંપન્ન સુખી હતા. આઈ રાજ બાઇમાં પણ પિતાના ગુણો વિશેષ પ્રકાશેલા. તેઓ રિદ્ધિ સિદ્ધિ વાળાં, તપસ્વિની, દૈવી સંપત્તિના સદ્દગુણોથી અલંકૃત હતાં. મહાન સાધક હતાં. પૂર્વ જન્મનાં પુણ્ય કર્મો અને વર્તમાન જન્મની તપશ્ચર્યાં, ધારણા, ધ્યાન, સમાધિને કારણે તેમને સર્વેસિદ્ધિઓ સાધ્ય બનેલી, જેનો ઉપયોગ તેમણે પોતાના માટે કે પોતાનાં માટે ક્યારેય પણ નહિ કરેલો. પરદુઃખભંજન હતાં, પારકાં દુઃખ જોઈને એમનું હૃદય દ્રવી ઊઠતું. બીજાઓની આપત્તિના નિવારણ માટે, ભક્તોની ભીડ ભાંગવા માટે તેઓ સદા તત્પર રહેતાં. વીશેક વર્ષની વય થતાં તો તેમની દૈવી શક્તિઓની કીતિં સમગ્ર પશ્ચિમ ભારતમાં પ્રસરી ગયેલી. કચ્છ – સૌરાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન સિંધ અને દિલ્હી સુધીથી હજારો મનુષ્યો રાજા મહારાજાઓથી સર્વ સામાન્યો સુધીના સર્વે લોકો તેમના આશીર્વાદ મેળવવા, તેમનાં દર્શન કરી કૃતાર્થ થવા માટે આવતાં રહેતાં. સંવત ૧૬૩૧માં બીકાનેરના રાઠોડ રાજા રાયસિંહજીને સૌરાષ્ટ્રના સુબા નીમીને અકબર બાદશાહે જુનાગઢ મોકલ્યા, ત્યારે તેમના ભાઈ પૃથ્વીરાજ રાઠોડ (જે ઉચ્ચ દરજજાના કવિ અને રાજનીતિજ્ઞ હતા. અને અકબરના સલાહકારોમાંના એક હતા તે) પણ તેમની (રાયસિંહજીની) સાથે હતા. અને એ બંનેનાં રાણીઓ તથા પુત્ર પરિવાર બાળકો પણ સાથે જ હતાં. બીકાનેરના રાજવંશીઓ એટલે તેમનાં ઈષ્ટ દેવી શ્રી કરણીજીના તેઓ ભક્ત ઉપાસક હતા. તેમાં ‘આઈ રાજબાઈ શ્રી કરણીજીનો અવતાર છે,’ એવું તેમને જાણવા મળેલું, એટલે જુનાગઢ જતાં પહેલાં તેઓ ચરાડવા ગામે આઈ રાજબાઈનાં દર્શને ગયા. આઈએ તેમનો સારો સત્કાર કર્યો અને તેમની જગદંબા પ્રત્યેની ભક્તિ, સજ્જનતા અને વિનમ્રતા જોઈને આઈ તેમના પર ખૂબ પ્રસન્ન થયાં, આગ્રહ પૂર્વક રોક્યા. વળી એ બંને ભાઈઓ, તેમનાં કુટુંબીજનો, સરદારો વગેરે પર પણ આઈ રાજબાઈની દિવ્ય જાજવલ્યમાન પ્રતિભાની ઉડી અસર પઢી. આઈ રાજબાઈ શ્રી કરણીજીને સાક્ષાત અવતાર હોવાની તેમને પ્રતીતિ થઈ. તેઓ શ્રી આઈ રાજબાઈના ઉપાસક ભક્ત બની ગયા. આઈને તેઓ પોતાનાં ઈષ્ટદેવી કરણીજીનો અવતાર માનવા લાગ્યાં. જુનાગઢ જઈને રાજા રાયસિંહજીએ પોતાનું સૂબાગીરીનું કામ સંભાળ્યું અને તેમના ભાઈ પૃથ્વીરાજ પોતાના કુટુંબ સાથે જુનાગઢનાં દેવ સ્થાનો તથા સોમનાથ ભગવાનની યાત્રા કરીને દ્વારકાધીશનાં દર્શન માટે દ્વારકા ગયા. અને ત્યાંથી પાછા બીકાનેર જતાં વચમાં ફરીને આઈ રાજબાઈનાં દર્શન કરવા માટે સહકુટુંબ ચરાડવે આવ્યા. આઈએ તેમને આગ્રહપૂર્વક કેટલાક દિવસ સુધી રોક્યા. ચરાડવાના એ રોકાણ દરમિયાન, પૃથ્વીરાજ, તેમનાં રાણી તથા બાળકોને આઈની સાથે નિકટનો— આત્મીયતાનો ભક્તિભાવ ભર્યો ઘાટો સંબંધ બંધાયો અને પૃથ્વીરાજ તથા તેમનાં રાણીએ વિદાય લેતી વેળા આઈને પોતાને ત્યાં બીકાનેર પધારવા માટે આગ્રહભરી વિનંતિ કરી. એ વખતે આઈએ ઉત્તર આપ્યો કે “તમારો સાચો ભક્તિભાવ જોઈને હું પ્રસન્ન છું. અને તમારે ત્યાંજ છું, એમ માનજે. પણ મારૂં આદરમાન થાય એટલા માટે હું ત્યાં આવું એ યોગ્ય નથી. પરંતુ તમને મારી હાજરીની જરૂરત લાગે ત્યારે મારૂં સ્મરણ કરજો એટલે હું આવી જઈશ.” પૃથ્વીરાજે કહ્યું કે “મા! આપ અમારાં ઈષ્ટ કુળદેવી શ્રી કરણીજીનો અવતાર છો. આઈ કરણીજી પેઢીઓ પેઢીથી અમારી રક્ષા કરતાં આવ્યાં છે. આપ એજ શ્રીકરણીજી છો. તો આપ અમારી રક્ષા કરતાં રહેજો” આઇએ ઉત્તર આપ્યો કે “માતાજી તમારી ભેરે છે અને રહેશે. પણ તમને જ્યારે કાંઈ ખાસ મુશ્કેલી આપત્તિ જેવું જણાય, ત્યારે મને યાદ કરજો એટલે માતાજી તમારી આપત્તિનું નિવારણ કરશે? બાદ પૃથ્વીરાજ સહકુટુંબ બીકાનેર તરફ રવાના થયા.

એ વાત પ્રસિદ્ધ છે કે પૃથ્વીરાજ અને અકબર બાદશાહ એ બન્ને સાઢૂ હતા. અકબર બાદશાહનાં એક હિંદુ બેગમ પૃથ્વીરાજનાં રાણીનાં મોટાં બહેન હતાં, એ કારણથી પણ પૃથ્વીરાજ અને અકબર વચ્ચે ઘાટો સંબંધ મિત્રાચારી હતી. ઉપરાંત આગળ કહ્યું તેમ પૃથ્વીરાજ ઉચ્ચ દરજ્જાના વિદ્વાન, કવિ, રાજનીતિજ્ઞ હતા. તેમણે ‘કૃષ્ણ રૂકિમણીરી વેલ’ નામનો કાવ્ય ગ્રંથ લખ્યો છે. અને બીજાં અનેક કાવ્યોની રચના કરી છે. તેઓ મહાકુશળ રાજપુરૂષ હતા, એટલે રાજકાજનાં કામોમાં અકબરના ખાસ સલાહકાર તરીકેની કામગીરી પણ બજાવતા.

અકબર બાદશાહ નવા વરસનો તહેવાર મોટા સમારાહ સાથે ઊજવતો. એ વખતે એક અઠવાડિયા સુધી દરરોજ જુદા જુદા પ્રકારના ઉત્સવોની ઊજવણી થતી. પુરુષો માટેના બજારમાં ઘોડા, હાથી, ઊંટ, બળદ વગેરે પ્રાણીઓથી માંડીને હથિયારો, કપડાં, ઝવેરાત રસકસની વસ્તુઓ, ખાનપાનની ચીજો, દવાઓ તેમજ જીવન ઉપયોગી સર્વે વસ્તુઓ વેચાતી મળતી. અને સ્ત્રીઓના બજારમાં વેચાણ કરનાર અને ખરીદ કરનાર સ્ત્રીઓ જ રહેતી. એ બજારમાં પુરૂષો આવી શકતા નહિ. એમ કહેવાય છે કે બાદશાહ પોતે છુપાવેશે એ બજારમાં જઈ આવતા. બાઈઓના એ બજારને મીના બજાર કહેવાતું. એમાં અમીર ઉમરાવો ની સ્ત્રીઓ પણ શોખની ખાતર મીનાકારીના દાગીના, રત્નો, હીરા માણેક, સાચાં મોતી વગેરે ઝવેરાત, રેશમી, કસ્બી તથા કિંમતી વસ્ત્રો અને કસબ કારીગરીવાળી ચીજો, સુગંધી દ્રવ્યો, અત્તર, તેલ તથા સૌંદય પ્રસાધનના પદાર્થો – સાધનોનો વેપાર ખરીદી – વેચાણ કરતી. આ આખોય ઉત્સવ “નવરોજ” એ નામથી ઓળખાતા.

બાદશાહ અકબર મહાન રાજનીતિજ્ઞ, કુશળ સેનાપતિ, બહાદુર યોદ્ધો, હોશિયાર વહીવટ કર્તા વળી અભણ છતાં બહુશ્રુત વિદ્વાન, કવિ અને દીર્ઘ દ્રષ્ટિવાળો રાજપુરૂષ હતો. પણ સાથે સાથે તે રંગીલો, રૂપનો રસિયો, અને વિલાસી, શોખીન પણ હતો. એની ઉદારતા અને ડહાપણથી એની વિલાસિતા ઢાંકી રહેતી. અનારકલી અને એવા બીજી અનેક રૂપ-યૌવનાઓ તરફના એના આકર્ષણુની વાતો પ્રસિદ્ધિ પામી છે, પણ બીજી અનેક ઘટનાઓ ઢાંકી ઢુબી રહી ગઈ છે. સંવત ૧૬૩૩ના વર્ષમાં નવરોજના ઉત્સવથી એકાદ માસ પહેલાં એક દિવસ અકબર પોતાનાં એ હિંદુ બેગમ (પૃથ્વીરાજ રાઠોડની રાણીનાં મોટાં બહેન) સાથે આનંદ વિનોદની વાતો કરતાં કરતાં બોલ્યો કે “બેગમ સાહેબા ! તમે ખૂબ ખૂબ રૂપાળાં છો. હું તો માનું છું કે દુનિયામાં તમારાથી રૂપાળી કોઈ ઔરત નહિજ હોય” બેગમે જવાબ આવ્યો કે : “શહેનશાહ ! આ જગત તો ઘણું વિશાળ છે. એમાં એક એકથી ચડિયાતી અનેક રૂપાળી સ્ત્રીઓ હોય. મારા કરતાં વિશેષ રૂપવતી અનેક બાઈઓ હોય અને છે.” બાદશાહે કહ્યું કે “હોય નહિ તમારાથી વિશેષ રૂપાળું તે વળી કોણ છે ? બોલો જોઈએ” એટલે બેગમે કહ્યું કે “શહેનશાહ! તમે પૂછો છો તો કહેવામાં શું વાંધો હોય ? આ બીકાનેર પૃથ્વીરાજજીને પરણાવેલી છે તે મારી નાની બહેન મારાથી ચાર ચંદા (વધારે) રૂપાળી છે અને બીજી પણ અનેક હશેજ. પૃથ્વી તો બહુરત્ના વસુંધરા છે. ત્યાં રૂપનો ક્યાં પાર છે.!” બાદશાહ બોલ્યો કે “એમ ! તમારા કરતાં પણ ચાર ચાંદ રૂપાળી ! વાહ ખુદાકી કરમાત વાહ!” આ વાત આટલેથી અટકી પણ ત્યારથી બાદશાહના મનમાં ચટકી લાગી. પૃથ્વીરાજની રાણીના રૂપની કલ્પનાઓ એના મનમાં રમવા લાગી. એ રાણીનું રૂપ જોવાના એને કોડ જાગ્યા. સીધી રીતે એનો મનોરથ પાર પઢી શકે એમ ન હતો, એટલે એણે કૂટનીતિ અજમાવવાનું કોઠું ઘડયું. પૃથ્વીરાજને બોલાવ્યા અને કહ્યું કે “નવરોજ હવે નજીકમાંજ આવે છે. અને એ પછી બેગમ સાહેબનો – તમારાં રાણી સાહેબનાં બહેનનો જન્મ દિવસ છે. એ પ્રસંગે તમારાં રાણી સાહેબ આગ્રા પધારે એમ બેગમ સાહેબની ઇચ્છા છે. માટે તમે ખાસ પ્રબંધ કરીને તેમને અહિં બોલાવી લ્યો, તો સારૂં” બાદશાહની એ કપટ ચાતુરીની ચાલને સરળચિત્ત પૃથ્વીરાજે સત્ય માની અને તુરતજ પોતાના એક વિશ્વાસુ સરદારને પત્ર સાથે બીકાનેર મોકલ્યા. પૃથ્વીરાજના સ્વહસ્તા ક્ષરનો પત્ર મળતાં તેમનાં રાણી રથ જોડાવીને પચાશેક રક્ષકોના રસાલા સાથે આગ્રા આવ્યાં. નવરોજને આગલે દિવસેજ ત્યાં પહોંચ્યાં.

પતિ-પત્નિ વચ્ચે આપસમાં વાત થતાં રાણીએ પૃથ્વીરાજને કહ્યું’ કે તમે મને બોલાવી પણ પૂરી ખાત્રી કરીને બોલાવી છે કે કેમ ?” પૃથ્વીરાજે કહ્યું “શેની ખાત્રી ?” રાણી બોલ્યાં કે “તમને મારાં બહેને બોલાવીને મને તેડાવવાનું કહ્યું હોય તો તો ઠીક, નહિ તો તમારા બાદશાહની વાતો સાંભળી છે, તે પ્રમાણે તેનો ભરોસો કરાય નહિ. મારાં મોટાં બહેન નવરોજમાં કે પોતાના જન્મ દિવસના પ્રસંગમાં મને કોઈ વખત બોલાવતાં નથી. એટલે મને શંકા થાય છે કે બાદશાહની આમાં કંઈક રમત છે. મારૂં હૃદય તો એમ કહે છે કે તેના મહેલમાં કે મીના બજારમાં હું જાઉં તો ચોક્કશ કંઈક અઘટિત બનવાનું અને જો તેમ થશે તો હું પેટ કટારી ખાઈને મરવાની, એ પણ ચોક્કસ સમજી લેવાનું છે.” પૃથ્વીરાજને પણ રાણીની વાતની ગંભીરતા ગળે ઊતરી. વિચાર વમળે ચઢી ગયા. ઘણી વાર સુધી વિચાર કર્યા બાદ પૃથ્વીરાજે કહ્યું કે ‘જે આપત્તિ આવી છે, તેમાંથી જગદંબા માતાજી જરૂર આપણી રક્ષા કરશે, એમ મને પૂરા ભરોસો છે. આપણે એનું સ્મરણ કરીએ, એટલે એ દયાળુ આપણને જરૂર બચાવશે.” એમ વિચાર કરી એમણે બન્નેએ ‘શરણાઈ સાધાર આઈ રાજબાઈનું ધ્યાન ધર્યું”. આવેલ આપત્તિમાંથી ઉગારવાની આર્તં પ્રાર્થના કરતાં કરતાં બન્ને ભાવ સમાધિમાં લીન થઈ ગયાં. સર્વે કંઈનું ભાન ભૂલીને મનોમન આઈની પાસે ચરાડવા પહોંચ્યાં. આઈના ચરણોમાં ઢળી પડયાં અને આઈએ જાણે તેમનાં માથે પર હાથ ફેરવ્યો; ત્યાં ભાવ સમાધિપૂરી થઈ. એ વખતે પૃથ્વીરાજના મુખમાંથી આઈને આહવાન કરતો એક દેહો પ્રગટયો કે :-

આપત આગ્રે ઊમટી, દૂર ચરાડવો ખેત,
રાવ સુણે, મા રાજબાઈ ! આઈ! આવીએ એથ.
હે મા રાજબાઈ ! આગ્રામાં દુ:ખનાં વાદળ ઘેરાણા છે અને આપનું ચરાડવા ઘણુ દુર દૂર છે. પણ હે આઈ ! અમારી રાવ – ફરિયાદ અરજી સાંભળીને આપ જરૂર અહિં પધારવા કૃપા કરે..”

જગ જાહેર વાત છે કે એ એકનિષ્ઠ રાજવંશી ભક્ત દંપતિનો આતિંનાદ સાંભળીને આઈ રાજબાઈ તેમને ત્યાં આગ્રા પધાર્યા, દર્શ’ન થતાંજ પૃથ્વીરાજ અને તેમનાં રાણીનાં હર્ષનો પાર રહ્યો નહિ. બન્ને આઈનાં ચરણોમાં પઢી ગયાં. આઈએ તેમનાં મસ્તકો પર હાથ ફેરવી અભયદાન આપી બેઠાં કર્યા અને કહ્યું કે “તમે કોઈ જાતની ચિંતા કરશો નહિ. રાણીએ મીનાબજારમાં કે મહેલમાં તેની બહેનને મળવા જવાનું નથી. આવતી કાલે મહાડોલ – પાલખી તૈયાર કરાવજો, એમાં બેસીને હું પોતે જઈશ અને એ વિકૃત – બુદ્ધિ બાદશાહને બરોબર પાઠ ભણાવી દઈશ”. એટલે પૃથ્વીરાજ તથા રાણીએ હાથ જોડીને કહ્યું કે ‘ના મા ! આપે એવું જખમ ખેડવાની કોઈ જરૂર નથી અત્યારે જ રથો જોડાવીને આપણે સૌ બીકાનેર તરફ રવાના થઈ જઈએ અને પછી જોયું જાશે.” એ સાંભળીને આઈ પ્રસન્ન થયાં, થોડુક હસ્યા અને બોલ્યાં કે- “પૃથ્વીરાજ ! મારા માટેની તમારી લાગણી જાણી હું પ્રસન્ન થઈ છું, પણ તમે કહો છો તેમ કરવાનું નથી. તમે જગદંબાને બરોબર ઓળખી શક્યા નથી. અવળે રસ્તે ચઢી ગએલો નાનો એવો બાદશાહ – બિચારો અકબર તો શું પણ દુનિયાની કોઈ તાકાત જગદંબાનો વાળ વાંકો કરી શકે નહિ અને હું એ બાદશાહની બગડેલી બુદ્ધિને સુધારીને તેને અવળે રસ્તે જતો અટકાવવા માગું છું. તમે તમારે નિશ્ચિંત રહો. મહાશક્તિ આપણા ભેળાં છે. ડરવાનો કે શંકા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.” આઈ રાજબાઈની એ અભય વાણી સાંભળીને પૃથ્વીરાજ અને તેમનાં રાણીના હૃદયોમાં અજવાળાં પ્રગટ્યાં. તેઓ ફરીને માતાજીના ચરણોમાં પઢી ગયાં.

બીજે દિવસે સવારમાં આઈની આજ્ઞાથી પૃથ્વીરાજે બાદશાહને ખબર મોકલ્યા કે તેમનાં રાણી પોતાનાં બહેનને મળવા માટે આજે પહોર દિવસ પછી આવશે. એ ખબર મળતાં બાદશાહ ખૂબ આનંદમાં આવી ગયો. પહાર દિવસ ચડવાની રાહ જોવા લાવ્યો. યથા સમયે પૃથ્વીરાજને ત્યાંથી મહાડોલ (મ્યાના પાલખી)વમાં બિરાજીને આઈ બાદશાહના મહેલે પધાર્યા. પાલખી આવતાંજ બાદશાહ સામો આવ્યો અને પાલખી મહેલના અંદરના ખંડમાં આવી એટલે બીજા સૌ માણસોને દૂર કરીને બાદશાહે પાલખીનો પડદો ખસેડયો. ત્યાં તો અંદરથી સિંહનું વિકરાળ રૂપ ધારણ કરીને આઈએ તરાપ મારીને બાદશાહનું ગળું પકડીને તેને નીચે પટકર્યો અને તેને દબાવીને ઉપર ચઢી બેઠાં. રૂપ યૌવન જોવાના બાદશાહના મનોરથ વીંખાઈ ગયા અને સિંહ સ્વરૂપમાં તેનાં સદ્ભાગ્યે ત્રિશુલ ધારી મહિષાસુર મદિ”ની મહાકાળી દેખાણા, ગળું પકડાએલું – દબાએલું એટલે બોલી શકાય તેમ ન હતું. તેણે હાથ જોડયા, શરીર ધ્રુજવા લાગ્યું, આંખોમાંથી આંસુની ધારાઓ છૂટી. આખું શરીર પરસેવાથી નહાઈ ગયું. એટલે આઈએ ગળા પરની પકડને ઢીલી કરીને કહ્યું “ખબરદાર ! કોઇને બોલાવવાની પ્રયત્ન કરવા ગયો તો તને અહિંજ ચીરી નાખીશ. તારી ફોજ કે રિયાસત કોઈ તને બચાવી શકશે નહિ. બાદશાહ થયો છો તે બીજા સૌની ઈજ્જત મર્યાદાનું રક્ષણ કરવા કે ભક્ષણ કરવા ! તારી તો ફરજ છે કે સૌની ઈજ્જત મર્યાદાનું પાલન કરવું. તેને બદલે તું પોતે જ બીજાઓની આબરૂ પાડવાનો, રૂપ મૂલવવા નો ધંધો માંડી બેઠો છો. શરમ નથી આવતી ! એ દુષ્ટતા કાયમને માટે છોડી દે તોજ તારો ઉગારે છે. બોલ આ ધંધો છોડવો છે કે નહિ?” જગદંબાના એ દૈવી રૂપનાં દર્શનથી, એ દિવ્ય વાણીના પવિત્ર પ્રવાહથી બાદશાહની આંખોનાં અજ્ઞાન પડળ ઊતરી ગયાં. એના મનની રંગીનતાનાં મેલાં ઝેર એનાં આંસ વાટે વહેવા લાગ્યાં. એને પોતાનો રાજધર્મ સમજાણો. એણે ફરીને હાથ જોડયા. આંખો ઢાળી, મસ્તક નમાવવાનો પ્રયત્ન કર્યો અને ગદગદ સ્વરે બોલ્યો “મા ! માતાજી ! મારાં પાપની સજા તો મોત જ હોય, પણ આપ મને જીવતદાન આપવા કૃપા કરો તો હું અલ્લાહ પાકના, રસલે પાકના, સોગન ખાઈને કહું છું કે હવેથી નવરોજમાં કે બીજે ક્યાંય, ક્યારેય પણ કોઇની પણ ઈજ્જત ખરાબ કરવાનું બદ કામ નહિ કરૂં. અરે ! મીના બજારમાં પણ હવેથી કોઈ વખત નહિ જાઉં.’ આમ કહેતાં કહેતાં તેની આંખોમાંથી પશ્ચાતાપનાં આંસુઓની ધારાઓ વહેવા લાગી. આઈને તેનો પશ્ચાતાપ સાચો લાગ્યો. એટલે તેમણે પોતાનું વિકરાળ સિંહ રૂપ સંકેલી લીધું. બાદશાહને છૂટો કર્યો. પોતાનું દિવ્ય આઈ રાજબાઈ રૂપ ધારણ કર્યું. તેમણે પોતાનું વિકરાળ સિંહ રૂપ સંકેલી લીધું. એટલે બાદશાહે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. ચરણોમાં મસ્તક ઢાળી દીધું. આંસુઓની ધારાથી આઈના ચરણો ભીંજવ્યા અને તુરત ઊઠીને બાજુના કબાટમાં પડેલું કુરાન મસ્તકે ચડાવીને ફરીને આઈને પગે લાગ્યો અને પોતાના ગુના માફ કરવાની વિનંતિ કરતો હાથ જોડીને ઉભો રહ્યો.

દરમીઆન ખળભળાટ સાંભળીને બાજુના જનાનખાનામાંથી બેગમો વગેરે દોડતાં આવી ભેગાં થઈને આ દૃશ્ય જોઈ રહ્યાં હતાં. આંખોમાંથી આંસૂ વર્ષાવતા હાથ જોડી મસ્તક નમાવતા બાદશાહને જોઈ સૌ ચકિત થઈ ગયાં. અને બાદશાહની જેમ જ સૌ આઈને પ્રણામ કરવા લાગ્યાં. બાદશાહે અને બેગમોએ ઘણી આછછ વિનતિઓ કરી. પણ આઈ બાદશાહી મહેલમાં રોકાણા નહિ. મહાડોલ પાલખીમાં બિરાજીને પૃથ્વીરાજને ત્યાં પધાર્યાં. તેમને તથા રાણીને બધી હકીક્ત વિગતવાર કહી. તુરત જ અંતર ધ્યાન થઈ ચરાડવે પધાર્યા. (શ્રી હનુમાનજી સીતાજીની શોધમાં લંકા પધાર્યા તે સમયની તેમની જે સિદ્ધિઓનું વર્ણન વાલ્મીકિય રામાયણમાં સંગ્રહિત છે, તેવી જ કોટિની સિદ્ધિઓ જગદંબા સ્વરૂપ આઈ રાજબાઈની આ કથામાં આપણને જોવામાં આવે છે.)

ઉપર્યુક્ત પ્રસંગ પછી અકબર બાદશાહના જીવનનું વિલાસિતાનું પાસું સંકેલાઈ ગયું. રંગીનતાનું પાસું પલટાઈ ગયું. અને મહા પ્રતાપી શક્તિ આઈ રાજબાઇના સામર્થ્યનો ડંકે સર્વત્ર સારાએ ભારતવર્ષમાં ગાજવા લાગ્યો. ક્ષત્રિયોમાં અસ્મિતા પ્રગટી. ચારણ જાતિ તરફના પૂજ્ય ભાવમાં મોટી ભરતી આવી. માતાજી પરની શ્રદ્ધા ભક્તિ વજીલેપ સમાન દૃઢ બની. આઈ રાજબાઈએ બીજા અનેક પરચા પૂર્યા. અનેક દુ:ખીયારાના દુઃખ દૂર કર્યા. અનેકને શુભ માર્ગે ચડાવ્યા. ચારણ જાતિની પ્રતિષ્ઠાને અધિક ઊજળી બનાવી.

ચરાડવા મુકામે તથા ઝીંઝુવાડા ગામે તેમનાં મંદિરો – ધામ બન્યાં છે. જેની પૂજા નિયમિત થતી રહે છે. અને અનેક યાત્રાળુઓ ત્યાં દર્શને જાય છે. અનેક કવિઓએ તેમની કવિતાઓ, સ્તુતિ – પ્રાર્થનાઓ, છંદો, ચરજો, ગીતો વગેરે લખ્યાં છે.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ राजबाई से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति

Call Us Now

चारण शक्ति