पूरा नाम | આઈ બેનબાઈ મોડ |
---|---|
माता पिता का नाम | ગઢવી માંડણ મોડનાં પુત્રી હતાં. |
जन्म व जन्म स्थान | જૂનાગઢ જિલ્લાના ઘેડ પ્રદેશમાં આવેલ એરડા ગામ |
स्वधामगमन | |
विविध | |
जीवन परिचय | |
આઈ બેનબાઈ મોડ (એરડા-કડછ) – આઈ બેનબાઈ જૂનાગઢ જિલ્લાના ઘેડ પ્રદેશમાં આવેલ એરડા ગામના ગઢવી માંડણ મોડનાં પુત્રી હતાં. એમને માધુપુર (ઘેડ) પાસેના કડછ ગામે ચાટકા શાખાના ચારણોમાં પરણાવેલાં. (એમનાં મોટાં બહેનનું નામ માનબાઈ તે ઘેડમાં આવેલ સાંડા ગામે પરણાવેલાં.) આઈ બેનબાઈ આઈ જાનબાઈ ઉઢાસ ગોરસેરવાળાંનાં સમકાલીન હતાં અને આઈ જાનબાઈનો સમય સં. ૧૫૭૩ થી ૧૬૫૦ સુધીનો હોવાનું જણાય છે. એટલે આઈ બેનબાઈ મોડનો પણ એજ સમય માની શકાય. આઈ બેનબાઈ કુમારિકા હતાં ત્યારથી તેઓ તપ વ્રત અને ભજન પૂજનમાં પરોવાએલાં રહેતાં. તેજ તેજના અંબાર જેવાં ઘણું રૂપાળાં અને પ્રભાવશાળી હતા. તેમને આઈ ગાત્રાડ (ગાયત્રી) નું ઈષ્ટ હતું. જાડેજા, ઝાલા અને જેઠવા એ ત્રણે કુળના રાજપૂતો તેમને જગદં’બા માતાજી માનતા અને તેમનાં દર્શને આવતા. એક વખત એવું બન્યું કે પોરબંદરના ભાયાત શ્રીનગર ગામના દરબારને (જે આઈના ભક્ત હતા તેમને) જૂનાગઢના કોઈ શાસકે પકડેલા અને તેમને ઓખા તરફ લઈ જતા હતા આઈ બેનબાઈ પાસે એ અંગે ફરિયાદ આવતાં-અરજથતાં એ જેઠવા ઠાકોરની વહાર કરવા માટે આઈએ ચારણો અને રાજપૂતોનું સૈન્ય ભેળું કર્યું અને તેની આગેવાની લઈ ઓખામંડળમાં પહોંચ્યાં અને એ મુસલમાન હાકેમને હરાવીને શ્રીનગરના એ જેઠવાને છોડાવ્યો, બચાવી લીધો. આ હકીકત પૂ. આઈમા શ્રી સોનબાઈમાએ મને સં. ૨૦૧૦ના ભાદરવા સુદ પ ઋષિપંચમીને ગુરૂવાર તા. ૦૨-૦૯-૧૯૫૪ ના રોજ મઢડા મુકામે રૂબરૂ કહેલી. જે તે દિવસની ડાયરીમાં મેં નોંધ્યા મુજબની છે. ~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक) |
.
माँ पूरबाई से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-