चारण शक्ति

Welcome to चारण शक्ति

ચારણકવિ ગોદડ મહેડૂ :એક પરિચય – ડૉ . તીર્થંકર રતુદાનજી રોહડિયા

ચારણકવિ ગોદડ મહેડૂ :એક પરિચય – ડૉ . તીર્થંકર રતુદાનજી રોહડિયા

भक्त कवि गोदड़जी मेहडू जीवन परिचय हिंदी भाषा में पढ़ने के लिए यहां क्लिक करें – CLICK HERE

पूरा नाम भक्त कवि गोदड़जी मेहडू
माता पिता नाम पिता – अवचल मेहडू
जन्म व जन्म स्थान जन्म वि.स. 1690
देवलोक
स्वर्गवास वि.स. 1791
विविध
  • गोदड़जी मेहडू ईसरदासजी रोहड़िया को अपना मानसगुरु मानते थे

 जीवन परिचय

આપણે ત્યાં બે જ પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. ભાષાનું સાહિત્ય અને ધર્મનું સાહિત્ય, પરંતુ ચારણી સાહિત્ય એક જ એવું સાહિત્ય છે જે જ્ઞાતિલક્ષી સાહિત્ય છે. હિન્દી સાહિત્યના ઈતિહાસમાં મધ્યકાળને ચારણકાળ તરીકે ઓળખવામાં આવે છે. ચારણ જ્ઞાતિમાં અનેક નામી અનામી સંતો, ભક્તો, દેવીઓ તથા કવિઓની પરંપરા જોવા મળે છે. અન્ય સમાજની જેમ જ ચારણ જ્ઞાતિની અનેક શાખા – પ્રશાખાઓ છે. તેમાંની એક મહેડું શાખા છે. ચારણ ચોથો વેદ વણ પઢચો વાતું કરે એ દૃષ્ટિએ ચારણકુળ વિધા – વ્યાસંગી રહ્યું છે. જેમાં મહેડું કુળ પણ બાકાત નથી રહ્યું. આ કારણે તે યશ અને આદર મારા પ્રમાણમાં પામ્યું છે. આમ, ચારણ સમાજમાં મહેડું કુળ ‘ ઋષિ ’ ની પદવી પામેલ જેનો રાવળ દેવના ચોપડામાં ઉલ્લેખ થયેલ જોવા મળે છે. ચારણોની મહેડુ શાખ મળે તો હાલના પાકિસ્તાનમાં આવેલ કાળિઝર પહાડની તળેટીમાં આવેલ સરાઈ, કબડી અને ગુંગડા નામે ગામોના ગરાસદાર હતા. આ મહેડું કુળમાં રતન મહેડુ (૧ લા) થયા, તેમના ૩ પુત્રો ફૂલ, બોવીર અને લુણપાળ થયા. ઝાલા રાજવંશે બોવીર મહેડુંને દશોંદી સ્થાપીને પાટડી તાલુકાનું દેગામ ગરાસમાં આપ્યું. ફૂલ મહેડુના વંશજોને બોરસદ તાલુકાનું વાલોવડ ગામ તથા ગરાસ મળ્યા. અને ત્રીજા લુણપાળ મહેડુંને જૂનાગઢના રા ‘ખેંગારે અર્ધ અબજ પસાવ સાથે જૂનાગઢ રાજ્ય ગરાસમાં આપેલ. ફૂલ મહેડું વાલોવડમાં વસ્યા તથા ચારણોચિત કાર્યો કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી. તેમની પાંચમી પેઢીએ લાખા મહેડું થયા, જેમના પુત્રી શ્રી જેતબાઈ માં થયાં, જે આજે પણ ચારણ તથા ચારણોત્તર સમાજમાં લોકદેવી તરીકે પુજાય છે. આ જેતબાઈમાંના કાકાની ૯મી પેઢીએ અવચળ મહેડું થયા. તેમને ત્યાં ભક્ત કવિ ગોદડ મહેડું નો જન્મ થયો. ગોદડ મહેડુનો જન્મ વિ.સં. ૧૬૯૦ તથા નિર્વાણ વિ.સં. ૧૭૯૧માં થયું. આમ , તેમણે ૧૦૧ વર્ષનું ભક્તિમય તથા પ્રસિદ્ધિ પાત્ર જીવન વિતાવેલ. ગોદડજી મહેડુ સાંપ્રત સમયના અચ્છા કવિ તથા ભક્ત હોવાનું તેમની રચનાઓ પરથી અનુમાન થઈ શકે છે. તેઓ કવિ હોવાથી સાથે છંદશાસ્ત્રના પણ જ્ઞાતા હતા, જેના લીધે તેમના રાજા મહારાજાઓએ લાખ પસાવ કે કરોડ પસાવ સાથે ગામ – ગરાસ દાનમાં આપ્યા હશે તેમ માની શકાય. ગોદડ મહેડુ એ ઈસરદાસજી રોહડિયાને પોતાના માનસગરુ માન્યા હતા. એટલે જ ! કદાચ તેમણે પણ ઈસરદાસજીની માફ ક ઘોડા સહ મહિસાગર ગમન કરી જળસમાધિ લીધેલ छे, જેનો પાળિયો હાલમાં આ તવારીખની ગવાહી પૂરે છે. ગોદડજીએ પોતાના જીવનકાળ દરમિયાન, ગુજરાત રાજસ્થાનના અનેક પ્રવાસ કર્યો હશે અને તે સમયે તેમણે સારા પ્રમાણમાં કીર્તિ પણ મેળવી હશે. તેમની રચનાઓમાં ગુજરાત. રાજસ્થાનનાં જુદા જુદા પ્રોતના રાજા – મહારાજ ” બિરદાવલીઓ, યુદ્ધસંગ્રામો કે અન્ય ધટનાઓ વિષયક માહિતી મળે છે. ગોદડ મહેડુ ના વંશજો “હાલ આણંદ તાલુકાના સામરખા ગામમાં વૈભવી વારસો જાળવતા નિવાસ કરે છે. ગોદડજી કવન ”વિષયક ચર્ચા કરીએ તો તેમની પાસેથી કુલ ૩૩ જેટલી રચનાઓ સાંપડે છે. તેમાં ૬ જેટલી દીર્ઘ ‘રચનાઓ છે તથા ૨૭ જેટલી લઘુ રચનાઓ મળે છે. ગોદડજીની દીર્ધ રચનાઓમાં છાયા ભાગવત. ચોવીસ અવતાર ‘રા ગીત, ગણ સર્વતત્ત્વ. ગણ રાજશી હિંગોળા ઊત રો. જરાન ” બહનેરી વગેરે મળે છે, જ્યારે લઘુ રચનાઓમાં હરિસ્તવન, હરિભજન, જેતબાઈનું ગીત, ત્રિસંધ્યા, રાયઘણ, રૂપક, સુરતાણ સોલંકીનું ગીત વગેરે છે, જે ૩ થી ૫ કડીમાં પ્રસ્તુત થયેલ છે. પ્રસ્તુત ૩૩ રચનાઓને ૪ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે.

જે આ મુજબ છે :
(૧) પૌરાણિક રચનાઓ
(૨) ભક્તિ અને જ્ઞાનમાર્ગી રચનાઓ
(૩) ઐતિહાસિક ૨ચનાઓ તથા
(૪) છંદ શાસ્ત્રવિષયક રચનાઓ,
જેનો આપણે આછેરો પરિચય મેળવીએ.

ગોદડ મહેડુની પૌરાણિક રચનાઓ
ગોદડજીની પૌરાણિક વિષયક ચાર જેટલી રચનાઓ મળે છે, જેમાં ‘છાંયા ભાગવત’ સૌથી દીર્ઘ ! રચના છે. છાંયા ભાગવત ’ વિ.સં. ૧૭૮૩માં રચાયેલ, ” છાંયા ભાગવત ‘ એ ગુજરાતના ચારણી સાહિત્યમાં ગોદડજીએ કરેલું શક્રવર્તી પ્રદાન છે. ગોદડજી પહેલા કોઈ ચારણ સર્જકે ‘ શ્રીમદ ભાગવત ’ ને સંપૂર્ણ પણે ચારણી સાહિત્યમાં અવતરિત કર્યું નથી. અઢાર પુરાણ માહેનું મહત્ત્વના એવા ‘શ્રીમદ્ભાગવત’ ને અનેક ચારણોત્તર કવિઓએ પોતાની શૈલીમાં અનુવાદ કર્યો છે. પરંતુ ગોદડજીએ ચારણી શૈલીમાં છે, પરંતુ ગોદડજીએ ચારણી શૈલીમાં પોતાની વિશિષ્ટ પ્રતિભાથી ‘શ્રીમદ્ભાગવત’ નો પરિચય કરાવ્યો છે. પ્રસ્તુત રચનાની હસ્તપ્રત ગોદડજીના સમયની હોવા થઈ તથા જૂની પુરાણી થવાથી અને ઊધઈ દ્વારા ખવાઈ જવાથી પાછળના પાનાંઓ ન મળવાને કારણે સંપૂર્ણ રચના મળી શકતી નથી.

ચારણી શૈલીમાં છંદ, અલંકાર, રસ, કહેવતો વગેરેનો યથાયોગ્ય વિનિયોગ કરીને ગોદડજીએ પ્રસ્તુત કૃતિને ચારણોચિત ન્યાય આપ્યો છે. આમ તો ભાગવત એ વિશાળ વિષય છે, પરંતુ ગોદડજીને યોગ્ય લાગ્યું ત્યાં સંક્ષેપીકરણ કર્યું છે, તો જરૂર જણાઈ ત્યાં કથાનો વિસ્તાર પણ કર્યો છે. અહીં ગોદડજીની લાઘવતા, ભાષાની પ્રાસાદિકના વગેરે ની નવોન્મેષ મૌલિકતા જોવા મળે છે. તો વળી ક્યાંક તેમના પર તેમના પુરોગામી કવિઓની આછેરી અસર દેખાય છે.

‘શ્રીમદ્ભાગવત’ માં ક્યાંક ક્યાંક સુરુચિ ભંગ થાય તેવાં વર્ણનો આવે છે. જેને ગોદડજી એ કથાને નુકસાન ન પહોંચે એ રીતે દૂર કરી ચારણનું તથા કવિનું સમાજમાં કેવું તથા શું સ્થાન છે? તે સાબિત કરી આપ્યું છે. ‘છાંયા ભાગવત’ માં ગોદડ મહેડુ ભક્તહ્યદયી તથા સંતપ્રકૃતિ જીવ તરીકે ઊભરી આવે છે.

હિન્દુ ધર્મમાં પુરાણોનું ઘણું મહત્ત્વ છે, કેમકે તેમાં ઈતિહાસની સાથે ધર્મકથાઓ વણી લેવામાં આવી છે. આ પુરાણોમાં નવે રસ વિલસતા હોવા છતાં તેમાં વીરરસમય યુદ્ધકથાઓને કારણે વીરરસનું મહત્ત્વ સવિશેષપણે સ્થાપિત થયું છે.

‘છાંયા ભાગવત’ બાદ ગોદડજીની પુરાણવિષયક મહત્ત્વની કહી શકાય તેવી દીર્ધ રચનાઓ ‘ગણ સર્વતત્વ’ તથા ‘ચોવીસ અવતાર રા’ ગીત છે.

‘ગણ સર્વતત્વ’ માં ગોદડજીએ જ્યોતિષ અને પુરાણોનું તત્ત્વ ગ્રહણ કરીને તેનું સંક્ષેપમાં વર્ણન અહીં આલેખ્યું છે.

‘ચોવીસ અવતાર રા’ ગીત જેને ‘લઘુ અવતાર ચરિત્ર’ પણ કહેવામાં આવે છે. નરહરદાનજી રોહડિયા પછી પરમેશ્વરના પુરાણોક્ત ચોવીસ અવતારોને ચારણી સાહિત્યમાં અવતરિત કરવાનું શ્રેય ગોદડ મહેડુને ફાળે જાય છે. આ કૃતિમાં ગોદડજીએ છંદશાસ્ત્ર અને હરિકથા આ બંને વિષયોનો સમાવેશ કર્યો છે. આ સમગ્ર રચના ચારણી કાવ્ય શાસ્ત્રના વિવિધ બંધોમાં છે. ગોદડજીએ ભક્તહૃદયીજનોને ભાગવતના સારરૂપ નિત્ય પાઠનો આ રીતે લાભ આપ્યો છે.

જિજ્ઞાસુ ભક્તહૃદયીજનોને કે જેઓ સાંસારિક વ્યસ્તતાને કારણે પઠન – પાઠન, પૂજા – પાઠ અને ભજન – કીર્તનમાં વધુ સમય ફાળવવા અશક્ત હોય તેમના માટે આ રીતે ‘ગાગરમાં સાગર’ ભરી આપીને ચારણના કર્તવ્યપાલન દ્વારા ભક્તોની ભક્તિભાવનાને પોષવાનું કાર્ય કર્યું છે.

ગોદડ મહેડુની ભક્તિ અને જ્ઞાન વિષયક રચનાઓ ગોદડ મહેડુ ચારણ હોવાને નાતે અચ્છા કવિ તો હતાં જ, પરંતુ ચારણોને તેમની અનન્ય ભક્તિ – ભાવનાને કારણે ‘દેવીપુત્ર’ તરીકે નવાજવામાં આવ્યા છે. અહીં આપણે ભક્તિ અને જ્ઞાનવિષયક રચનાઓમાંથી પસાર થવાનો આનંદ લઈએ, ભક્તિમય બનીએ.

‘ત્રિસંધ્યા” એ ગોદડજીની દીર્ધમુલક રચનાઓ પૈકીની છે. ‘ત્રિસંધ્યા’ નામ પરથી પ્રસ્તુત કૃતિ સંધ્યાવંદનાની હોવાનું અનુમાન થાય પણ અહીં ભગવતી ઊમિયાજી, સાવિત્રી અને લક્ષ્મીજીનું સ્તવન કરવામાં આવ્યું છે. આમ, અહીં ગોદડજીએ જગદંબાનાં વિવિધ રૂપોને સ્તવ્યા છે જે ચારણોચિત ગોદડજીની દૈવી – ભક્તિને ઉજાગર કરે છે.

આ સિવાય હરિનાં ઋણનું ગીત, આરતી મહિમાનું ગીત, દેવોની અભિલાષાનું ગીત, પ્રબોધાત્મક ગીત, આત્માને ઉપાલંભ – ઠબકાનાં ૧ થી ૪ ગીતો તથા ખેતરપાળનાં છંદો જેવી લધુ ૨ચનાઓ પણ તેમની ભક્તિ અને આધ્યાત્મિકતાને ઊજાગર કરે છે.

ગોદડજીનું ભક્તિમાર્ગી કવન એક કાંઠો છે અને બીજો કાંઠો જ્ઞાનમાર્ગી કવન છે. આ બંને કાંઠા વચ્ચે જ્ઞાનભક્તિનાં નિર્મળ જળની કાવ્યગંગા વહે છે, જે જન સમાજને સહ્માર્ગે ચાલવા પ્રેરે છે અને સમાજમાં એ કારણે સદુપ્રવૃતિ અને સુખ – શાંતિનો પ્રભાવ વધે છે. આ રીતે માનવને સુમાર્ગે વાળવાની પ્રેરણા આપે છે. જે દૃષ્ટિએ પણ આ કવનનું મૂલ્ય અલ્પ નથી.

ગોદડ મહેડુની ઐતિહાસિક રચનાઓ
ગોદડજી ભલે ભક્ત કવિ રહ્યા પણ, ખોળિયું તો ચારણનું ને ! એટલે ક્ષત્રિયો દ્વારા પુજાયા છે. દાન – માનના અધિકારી પણ બન્યા છે. એ યુગના ક્ષાત્ર સમાજના વીરો અને વીરતાનો જાત અનુભવ કર્યો છે. આ વીરતાએ તેમના હ્યદયમાં ઊર્મિઓનો ધોધ વહાવ્યો છે. ગોદડજીની ઈતિહાસવિષયક બે દીર્ધ રચનાઓ તથા દસ જેટલી લઘુ રચનાઓ મળે છે.

‘ગણ રાજસિંહ હિંગોળા ઊત રો’ નામની ઈતિહાસમુલક રચનાઓ ઉત્તર ગુજરાતના સુઈગામના રાજસિંહ ચૌહાણે દિલ્હીપતિની ફોજને વીરતાપૂર્વક પરાજીત કર્યાની વીરગાથા આલેખવામાં આવી છે. ‘રાયઘણ રૂપક ‘નામક ઐતિહાસિક કૃતિમાં ભુજના રાજવી રાઓ તમચીજીના પુત્ર રાઓ રાયધણજીની પ્રશસ્તિ ગોદડજીની વિશિષ્ટ શૈલીમાં અત્રે જોવા મળે છે.

આ બંને દીર્ધ રચનાઓ સિવાય જેતબાઈનું ગીત, અદાજી સોલંકીનું ગીત, રાજસિંહ ચૌહાણનું ગીત. માગજી પટેલનું ગીત, ભાના પટેલનું ગીત, કડવા દેસાઈનું ગીત, રણમલ્લ જાડેજાનું ગીત, ભીમસિંહ રાઠોડનું ગીત, શિવસિહ રાઓળનું ગીત, વખતસિંહ સોલંકી અને તેના ભાયાતોનાં ત્રણ ગીત વગેરે લઘુ રચનાઓ મળે છે. આમ, અહીં આ રચનાઓમાં આપણને ભાતીગળ ભારતના ઈતિહાસની ઝાંખી જોવા મળે છે.

ગોદડ મહેડુની છંદ સંદર્ભે રચનાઓ 
ગોદડજી છંદશાસ્ત્રના સારા એવા જ્ઞાતા હતા, જે તેની રચનાઓ પરથી સાબિત થાય છે.

‘જશવંત બહુતેરી’ નામની રચનામાં જોધપુર નરેશ જશવંતસિંહનાં યશોગાન ગાવામાં આવ્યાં છે. આ રચનામાં ગોદડજીએ ગાહા છંદ અને તેના પ્રભેદોના ઉદાહરણો આપ્યાં છે. અહીં ગાહા છંદના ૨૬ પ્રભેદોનો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત રચનામાં મહારાજા જશવંતસિંહના જીવનના કોઈ ઐતિહાસિક પ્રસંગોને વર્ણવ્યા કે સાંકળ્યા નથી પણ ગાહા બંધના પ્રભેદોનાં ઉદાહરણો દ્વારા મહારાજા જશવંતસિંહના ગુણાનુવાદ જ કર્યા છે.

‘છત્રસાલ બાવીસી’ નામની રચનામાં બુંદી નરેશ છત્રસાલ હાડાનાં યશોગાન અને છપ્પય બંધના ૨૨ પ્રકારોનાં ઉદાહરણો જિજ્ઞાસુઓ માટે, પ્રસ્તુત કરવા માટે, દ્વિઅર્થી કાર્ય માટે ગોદડજીએ આ ગ્રંથની રચના કરી છે.

આમ, ગોદડજીએ આ બંને રચનાઓ છંદશાસ્ત્રવિષયક રચીને ઊગતા કવિઓ માટે સારું ભાથું પૂરું પાડ્યું છે.

મધ્યાકાળના અગ્રિમ હરોળના ચારણ કવિઓમાં ગોદડ મહેડુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમના જીવન અને કવનમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે તેમણે ઈસરદાસજીને માનસગુરુ બનાવી  તેમની પરંપરાને અનુસર્યા છે. તેઓશ્રી દ્વારકાની યાત્રા કરી પાછા ફર્યા ત્યારે વાલોવડ ગામના પાદર માં પણછોડરાયનું મંદિર બનાવ્યું તથા ગ્રામજનોને પાણી સરળતાથી મળી રહે તે માટે સોન તલાવડી નામી તળાવ બનાવડાવ્યું હતું. આમ, આમ ગોદડ મહેડુ એક કવિ હતા, ભક્ત હતા તથા આ બંનેના પૂરક એવા સમાજસેવક પણ હતા. તેમને એનેક રાજ-મહારાજઓએ ઇનામ – અકરામ સાથે પોતાને ત્યાં રહેવાની વીનંતી કરી છે. પરંતુ સામેં પક્ષે આ આગ્રહનો વિનમ્રતાપૂર્વક જ કરતા ગોદડ મહેડુ ખચકાયા નથી. આમ, ગોદડ મહેડુ ચારણી સાહિત્યના, ચારણ અને ચારણોતર સમાજમાં એક અદકેરા કવિ અને ભક્ત તરીકે સ્થાન અને માન પામ્યા છે.

संदर्भ:- मेहडू परिवार तथा यंग चारण चारणोतर अलायन्स (YCCA)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति