છુટયું તેની ફિકર નહીં,
જે વિત્યું તેનો જિકર નહીં.
જે થાવું હોય તે થાય ભલેને,
થાનાર માટે કો ડર નહીં.
પળ ન થંભે પળ ના માટે, પળ થી પળ ચોધાર સરે….
મૌજ કરે, મન મૌજ કરે……. 1
* કંઈ આવ્યા, કંઈ જશે આવી,
રંગમંચ પર ખેલ રચાવી.
પડદો પડતાં ખેલ ખતમ હો,
મન મા એનું જરી ન માતમ હો.
આપણા વેશ ને ભજવી જાણો, વાહ વાહ જોનાર ઉચ્ચરે……
મૌજ કરે, મન મૌજ કરે…….2
* જિંદગી નથી સાવ કંઇ સસ્તી,
ચાલ ને કરીએ ધીંગામસ્તી.
વેંઢાર નો બોજ ફગાવી,
કાળ નું ચકદું કર થી ઘુમાવી.
ગાતાં, રમતાં, સીટી બજવતાં, કાલ તાલ પર નર્તન આદરે ….
મૌજ કરે, મન મૌજ કરે……. 3
* માણીએ જીવન રસ મજાનો,
ખંતથી ભરીને ખુશી ખજાનો.
આપણી મુડી વધે વાપરતા,
છોને લોકો ગજવા ભરતા.
*જય* જીવનના કૈફ મા લથબથ, ગીત હ્રદય માં, સ્મિત અધરે ……
મૌજ કરે, મન મૌજ કરે…….4
* * * * * * * * * * * * * * * * * *
– કવિ : જય
– જયેશદાન ગઢવી.