कवि दाद का परिचय
कवि का पूरा नाम दादुदान प्रतापदान मीसण (चारण-गढ़वी) कवि का जन्म वेरावल तालुका के ईश्वरीया गाँव में 1940 में हुआ था।
कवि दाद का परिचय
कवि का पूरा नाम दादुदान प्रतापदान मीसण (चारण-गढ़वी) है। कवि का जन्म वेरावल तालुका के ईश्वरीया गाँव में 1940 में हुआ था। कवि की औपचारिक शिक्षा सामान्य रही लेकिन काव्य रचना की शक्ति असाधारण थी। सात दशकों से अधिक के सार्थक जीवन काल में, कविश्री ने समाज को आठ कविता संग्रहो के रूप में अमूल्य और स्थायी उपहार दिए हैं। पिछली अर्द्ध सदी से, साहित्य और कविता में कवि ने अपनी मधुर आवाज से स्रोताओं का रसास्वादन किया है। कवि का लोक सम्मान मुंबई में 1983 में भव्य तरीके से किया गया था। यह कार्यक्रम पूज्य मोरारीबापू की अध्यक्षता में मातृश्री बिरला मातृभूमि में हुआ था। उन्हें लोक कला क्षेत्र से 1998 में गुजरात सरकार द्वारा अवार्ड दे कर सम्मानित भी किया गया था। पूज्य मोरारीबापू प्रेरित कवि श्री दुला काग लोक साहित्य अवार्ड भी 2003 में कविश्री को दिया गया।
કવિ કાગની રાહ પર આગળ વધીને ચારણી પરંપરાને ઉજાળનારા કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી (કવિ દાદ) એ સાત દાયકાથી વધારેના તેમના આયુષ્યમાં આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય ભેટ સમાજને ચરણે ઘરી છે.
માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં બલકે વિશ્વભરમાં પણ જ્યાં અને જ્યારે કોઈ લોકગાયક કવિ ‘દાદ’ની અતિપ્રસિદ્ધ રચના ’કાળજાં કેરો કટકો’ રજૂ કરે ત્યારે દસ-વીસ વરસ પહેલાં જેણે દીકરીને સાસરીયે વળાવી હોય કે જેને ત્યાં દીકરી હોય તેવા મા-બાપની આંખમાં આંસુ આવી જાય.
‘કાળજાં કેરો કટકો’ ,‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’, ‘હિરણ હલકાળી’ જેવી ગુજરાતની લોકસંસ્કૃતિને જનમાનસ સુધી પહોંચાડતી લોકપ્રિય કવિતાઓ આપનાર, ગુજરાતી લોકસાહિત્યની ધરોહર સમાન કવિ દાદબાપુના માધ્યમથી સાહિત્ય તથા કાવ્યોની સરવાણી યથાવત રહે તેવી માં ભગવતી સોનલ આઈને પ્રાર્થના સાથે જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા….. જય માં સોનલ