(મારા પૂર્વજો નું વતન વર્તમાન પાકિસ્તાન સ્થિત થરપારકર. આજે એ પારકરી બોલી મા પ્રથમ ગઝલ લખવા પ્રયાસ કર્યો છે. સંભવત: સંપૂર્ણ પારકરી બોલી નો આ પ્રથમ કાવ્ય છે.)
ઓંપડે કી?
જે કરવો હોવે ઓ કરે, ઓંપડે કી?
સો પરહ રી ભરે, ઓંપડે કી?
ઘેટા સે ઓ લારિયા જ રેવા રે,
વણે ઉવે લાર ફરે, ઓંપડે કી?
ભજાઓં મેં હેમત વાળા ભડે પાર જાશે,
બીજા પડ્યા કરગરે, ઓંપડે કી?
કાતે કતેય લે બેઠા ઓંતરોં મેં,
બગલોં મેં છરે, ઓંપડે કી?
આપમે પોણી નથી, પોણી કેથહૂં ચડે,
પડ્યા પોણી ભરે, ઓંપડે કી?
ઓંપડો સાબદ કાળજો જય,
બીજા રયા થરથરે, ઓંપડે કી?
* * * * * * * * * * * *
– કવિ : જય – જયેશદાન ગઢવી.