पूरा नाम | माँ खोडियार |
---|---|
माता पिता का नाम | इनकी माताजी का नाम (गुजरात में मीणल माता और देवल माता दोनो मिलते हैं,) जबकि राजस्थान में मोहवृति ओर पिता मामडियाजी चारण के घर जन्म |
जन्म व जन्म स्थान | 9वीं से 11वीं शताब्दी के आसपास महासुद आठम के दिन जन्म गुजरात के भावनगर जिलें के रोहिशाला गांव में अवतार लिया |
स्वधामगमन | |
विविध | |
माँ खोडियार – मादा शाखा के चारण कुळ में मामडिया चारण के घर सात बहने ओर एक भाई महेरख का जन्म, 1.आवड़, 2.होल, 3.गेल, 4.आई रांगळी (रंगबाई), 5.आई रेपल (रूपबाई), 6.आई सांसई, 7.आई लघुबाई आई (खोडियार – जानबाई) ये सात-बहने। | |
जीवन परिचय | |
મહત્તવ અને ઓળખ જાનબાઈ માંથી ખોડિયાર કહેવાયા ખોડિયાર માતાજીના મંદિરો: – |
.
આઈ ખોડિયાર – આઈ ખોડિયાર મામડિયા માદાનાં સાત – પુત્રીઓ આવડ વગેરેમાં સૌથી નાનાં પુત્રી હતાં. ખોડિયાર એક પગે ખોડ ગાતાં – ખોડાં હતાં. એમનું નામ લઘ્વી (એટલે નાનાં) હતું. પણ પગે ખોડાં હોવાને કારણે તેમનું નામ ખોડિયાર – ખોડલ પડેલ છે. એ અંગે જનશ્રુતિ એવી છે કે તેમના ભાઈ મિહિરને જયારે સર્પદંશ થયો ત્યારે મોટાં બહેન આઈ આવડની આજ્ઞાથી આઈ લઘ્વી અમૃત – ઔષધિ લેવા ગએલાં. ત્યાંથી આવતાં વાર લાગી. દરમિયાન (કહે છે કે) આઈ આવડ એમ બોલેલાં કે “લઘ્વી ખોટી થઈ. નહિ તો હજુ સુધી કેમ ન આવે ?” કહે છે કે આઈ આવડના એ શબ્દોની ચમત્કારિક અસરથી લધ્વી આઈ ખોડાં થયાં અને ખોડિયાર કહેવાયાં. પણ વાસ્તવિક રીતે તેઓ જન્મથીજ એક પગે જરાક ખોડાં હતાં જ.
તેમને જન્મ વિ. સંવત ૯૦૦ની આસપાસ થયાનું જણાય છે. આઈ ખોડિયાર પોતાનાં મોટાં બહેન આઈ આવડની જેમજ ખૂબ સ્વરૂપવાન, પ્રતાપી અને પ્રતિભાવાળાં હતાં. તપ અને સંયમ, ભક્તિ અને જ્ઞાન, પ્રેમ અને દયા વગેરે દૈવી સંપત્તિના ગુણો એમના જીવનમાં ઓતપ્રોત હતા. એમણે જીવનભર બ્રહ્મચર્ય વ્રત પાળેલું. મોટાં બહેન આવડ જયારે સિંધની પ્રજાનાં દુ:ખ નિવારણ માટે ત્યાં પધાર્યાં, ત્યારે સૌરાષ્ટ્ર – કચ્છ-ગુજરાતના પ્રદેશોનું જનકલ્યાણનું કાર્ય આઈ ખોડિયારે સંભાળ્યું અને જીવનભર એ કાર્યમાં રત રહ્યાં.
એ સમયે વલ્લભીપુરમાં શીલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, એ છેલ્લો – સાતમો શીલાદિત્ય હતા. વલ્લભીપુરના રાજયની અંતર્ગત રોહીશાળા ગામની પાસેજ આઈનો નેશ હતો. એ શીલાદિત્ય છેલ્લો અર્ધ નાસ્તિક જેવો હતો.
એણે આઈ ખોડિયારના દિવ્ય રૂપની વાતો સાંભળેલી અને એક વખત રાજયમાં ફરવાના બહાને આઈને નેશે ગયેલો, આઈએ તેને વધાવ્યો. સત્કાર કર્યો. દૂધ પાયું. આઈના પ્રત્યક્ષ દર્શનથી પણ એની કુમતિનાં પડળ ઊઘડયાં નહિ. ઉલ્ટું આઈનું રૂપ જોઈને એનો મોહ અધિક ભડકી ઊઠયો. એણે આઈને કહ્યું કે : “આપ આ નેશમાં રહો અને તડખડ વેઠો એ બરોબર નથી. આપ તો મહેલમાં શોભો. આપ વલ્લભીપુર આવો. આપને ચરણે વલ્લભીપુરનું રાજય ધરી દઉં.” આઈ ખોડિયાર રાજાની હીણું નજર પારખી ગયાં. એમણે ઉત્તર આપ્યો કે “બાપ શીલાદિત્ય ! અમને ચારણોને શહેર સદતુ’ નથી. રાજ્ય ને વૈભવ ને મહેલ મહેલાતું’ માં અમને ન ફાવે. અમને અમારાં ઝૂપડાં રાજમહેલ જ છે. અને જે, તારી નજરમાં, તારા મનમાં જે મેલ ભરાણો છે, એ મેલ કાઢી નાખજે. અને મેલા મનથી કોઈ વખત ચારણને નેશડે આવતો નહિ, સમજયો ને !’
આઈનાં વચન સાંભળીને રાજા સમસમી ઉઠયો. પણ એના મોહના પડળ ઉતર્યાં નહિ. એણે વાત ફેરવીને કહ્યું, “ના ના એવું કંઈ નથી. હું તો તમારા સુખશાંતિ માટે કહેતો હતો. તમારે ત્યાં ન આવવું હોય તો તમારી જેવી મરજી.” આઈએ ઉત્તર વાળ્યો કે “તારા મનમાં મેલ ન હોય તો બહુ સારું – માતાજી રાજી.” બાદ તુરત જ રાજા રવાના થઈ ગયો. પરંતુ તેને આઈનાં હિત વચનો કડવાં ઝેર લાગેલાં, એને તેણે પોતાનું અપમાન થયાનું માન્યું. અને એ અપમાનનો બદલો લેવાની વૈરવૃત્તિ તેના મનમાં ભડકી ઊઠી, આઈની પાસે ૫૦-૬૦ જાતવંતી ભેંસોનું ખાડુ હતું. ઉપરાંત નેશના બીજા ચારણો પાસે પણ ઘણી ભેંસો હતી. તે બધી પોતાના રાજ્યની અંદર ચરે ફરે છે, તેની મસવાડી (ચરવાના કર) સર્વે ચારણો તથા આઈ પાસેથી ઉઘરાવવાનું નક્કી કરી તેણે પોતાના નોકરોને એ કર વસૂલ કરવાની આજ્ઞા કરી. તે પ્રમાણે તેમણે માગણી કરતાં નેશના આગેવાન ચારણો સાથે આઈ શીલાદિત્યના દરબારમાં ગયાં અને રાજાને કહ્યું કે “બાપ શીલાદિત્ય ! અમે ચારણો પર ક્યાંય કોઈ રાજ્યમાં કર છે નહિ. અમે તો તારા વડવાઓએ આ રાજ્ય સ્થાપ્યું તે પહેલાં સેંકડો – હજારો વર્ષોથી, પૃથુરાજાના વખતથી આ પ્રદેશમાં માલઢોર રાખીને રહીએ છીએ, તારા વંશ પહેલાંના રાજવંશવાળાઓએ પણ ચારણો પાસેથી કરની માગણી કરી નથી. એટલે તારે પણ એવો કર લેવાનો હોય નહિ.” એટલે રાજાએ કહ્યું કે “તમે ચારણ હો કે ગમે તે હો, મારા રાજ્યમાં તો માલ ઢોર રાખે, તેણે મસવાડી ભરવાની જ છે. એટલે સૌ તાત્કાલિક કર ભરી દેજો, નહિ તો જપ્તીથી વસુલાત કરવામાં આવશે.” આઈએ જવાબ આપ્યો કે “રાજા ! ચારણો ઉપર જપ્તી ન હોય. ચારણોનાં ઝૂપડાં ચૂંથવાં એ રાજાને ન શોભે. નિરૂપદ્રવી, નિર્દોષ ચારણને છેડવા પહેલાં ખૂબ વિચાર કરી જોજે. ચારણોને છેડવાનાં ભૂતકાળમાં ઘણા માઠાં પરિણામ આવ્યાં છે, તે તું જાણતો જ હોઈશ એટલે મારે તને સમજાવવાનું” રહેતું નથી.” એટલે રાજા તરત તાડૂફયો “એ. મ! મને પરિણામની ધમકી આપો છો ! ડરાવવા માગો છો કે ? હું એવી ધમકીઓથી ડરતો નથી. સમજ્યાં ને ? અને તમને ખબર ન હોય તો જાણી લેજો કે રાજય સત્તાના કાયદાને ન માનવાનું પરિણામ પણ સારૂં નથી આવતું. જુઓ, તમને અઠવાડિયાની મુદત આપું છું. આઠ દિવસમાં કર નહિ ભરો તો નવમે દિવસ જપ્તીથી વસુલાત કરવામાં આવશે.” આઈએ ઉત્તર આપ્યો કે “બાપ શીલાદિત્ય ! અમારા લબાચા ચૂંથવાની વાતથી હજુય ઊતરી જા. નહિ તો પાછળથી પસ્તાવાનો વખત આવશે.” રાજાએ છેવટનું વેણ કાઢયું કે “કોને પસ્તાવું પડશે, તે આપણે જોશું. હવે મારે તમારી બીજી વાતું સાંભળવી નથી. મુદતસર કર નહિ ભરો તો કાયદેસર થશે.” એ સાંભળીને આઈ પાછા વળતાં બોલ્યાં કે “હા. રાજા ! જરૂર કાયદેસર થશે. પણ તે કુદરતના કાયદા પ્રમાણે, તારા કાયદા પ્રમાણે નહિ થાય.”
આ પ્રમાણે કહી આઈ ચારણો સાથે પાછાં નેશમાં આવ્યાં અને સૌ નેશવાળાઓ સાથે વાતચીત કરી સૌને આશ્વાસન આપ્યું કે “જગદંબામાં વિશ્વાસ રાખો. તે આપણી સહાય કરશે. રાજાની સત્તા કરતાં એ જગદીશ્વરીની સત્તા મોટી છે.” આઈની દિવ્ય શક્તિ પર સૌને વિશ્વાસ હતો, એટલે સૌ નિશ્ચિંત બન્યા. આઠ દિવસ વીત્યા. નવમે દિવસે રાજાએ પોતાનાં માણસોને મોકલ્યાં. તેઓ આઈનું ખાડુ ચરવા ગયેલું’ તેમાં સોનાની નાકર (નાકમાં પરાવેલ સોનાનું કડું) વાળો ભલો પાડો હતો, તે પાડાને તથા આઈની બધી ભેંસોતે વાળીને લઈ ગયા. અને રાજાની આજ્ઞા પ્રમાણે તે સર્વેને લોખંડના દરવાજાવાળા વાડામાં પૂરી દીધાં. આઈને તેના ખબર પડતાં ફરીને વલ્લભીપુર પધાર્યાં, રાજાને મળવા ગયાં. પણ રાજાએ મળવાની ના પાડી. એટલે પોતે જગદંબાનું આહવાન કરી મહાશક્તિ રૂપ ધારણ કરી પાડા તથા ભેંસો જ્યાં પુરેલા તે વાડાના લોખંડી દરવાજા પર થાપો માર્યો. એટલે ખંભાતી તાળાં દીધેલો એ દરવાજે કડડ ભૂસ કરતો તૂટી પડયો. અને પાડો તથા ભેંસો છૂટાં થઈ આઈના નેશે પહોંચી ગયાં. સમી સાંજે આ બનાવ બન્યો. એટલે બીજે દિવસે રાજા ૧૦૦ માણસોને સાથે લઈ આઈ તથા બીજા સર્વે ચારણોના માલઢોરની જપ્તી કરવા તથા આઈને પકડી કબ્જે કરવા માટે આઈને નેસડે પહોંચ્યો. ત્યાં આઈ પોતે મહા શક્તિના રૂપમાં સામાં આવ્યાં. રાજા જુએ છે તો અનેક આઈ ખોડીયારોનું મોટું સેન્ય હાથમાં ત્રિશળ તરવારો ધારણ કરીને સામુ આવતું દેખાયું. તે ભયભીત થઈ ગયો અને ભાગ્યો. તેની સાથે તેનાં માણસો પણ ભાગી નીકળ્યાં. ત્યાં તો આઈની મેઘગંભીર વાણી તેના સાંભળવામાં આવી કે “રાજા ! તે ચારણોની મર્યાદા લોપી છે. આઈ જગદંબા પર કુદષ્ટિ કરી છે. તેના પરિણામે યવનોને હાથે થોડા સમયમાંજ તારું રાજય રોળાઈ જશે.” ઈતિહાસ કહે છે કે એ અરસામાં રાજાના એક પ્રધાન કાકુએ આરબોને નોતરીને શીલાદિત્ય પર ચડાઈ કરાવી. સેંકડો વહાણોમાં ભરાઈને આવેલ આરબોનાં ઘોડાંઓએ વલ્લભીપુરનો વિનાશ કર્યો. વલ્લભીપુરનું સામ્રાજય તૂટી પડયું. આઈ ખોડિયારની અનેક જુની કવિતાઓ, ચરજો, છંદો પ્રચલિત છે, જેમાં શીલાદિત્યને રાજ્યાની હકીક્ત કહેવામાં આવી છે. એ ચરજોમાં તેને શેળાઈત કહેવામાં આવેલ છે.
આઈ ખોડિયાર પણ ઘણા વરસ જીવેલાં, જ્યાં જ્યાં તેઓ પધારેલાં ત્યાં ત્યાં તેમનાં સ્થાનકો થયેલાં છે. ધારી પાસે નદી કિનારા પર, ભાવનગર પાસેના રાજપુરાની નદીના કિનારે, તેમજ સૌરાષ્ટ્ર – ગુજરાતમાં અનેક સ્થળોએ તેમનાં મંદિરો બનેલાં છે. છેલ્લાં આઈ મહેસાણા જિલ્લાના વઢિયાર પ્રદેશમાં વરાણા ગામે બિરાજતાં હતાં. એ વરાણામાં આઈ ખોડિયારનું મોટા મંદિરવાળું સુંદર ધામ છે. જ્યાં દરરોજ અનેક યાત્રાળુઓ આવે છે. દર વર્ષે મહા મહિનાની સુદ આઠમે ત્યાં મોટો મેળો ભરાય છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા અને બીજા સ્થળોએથી હજારો માણસો નૈવેદ્ય લઈને કુટુંબકબીલાઓ સાથે આઈની યાત્રાએ આવે છે. એ આઠમે આઈની યાત્રાએ આવવાનો મોટો મહિમા છે.
ભાવનગરથી દશ માઇલ પશ્ચિમે ધોરી માર્ગ પર રાજપરા નામનું ગામ છે. તેની નદીના ઉપરવાસે નદીના પૂર્વ કિનારા પર આઇ ખોડિયારનું વિખ્યાત ધામ છે. તેનું આરસનું નાનું મંદિર ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ બંધાવેલું અને તેમના પુત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એ મંદિરની ચારે બાજુ મોટો મંડપ બનાવી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. તેને વિશાળ બનાવ્યું છે. પાસે જ પાણીનો ધરો છે. જે તાતણિયાના ધરા તરીકે પ્રસિદ્ધ છે. મંદિરની આજુબાજુ મોટી ધર્મશાળાઓ છે, જેમાં સેંકડોની સંખ્યામાં યાત્રાળુઓ ઉતરી રહી નૈવેદ્ય બનાવે છે, ઊજાણીઓ કરે છે. નાળિયેર તથા પ્રસાદની તથા રસદની દુકાનો પણ છે. પાસે જ નદી પર રાજય તરફથી મોટો બંધ બાંધી ખોડિયાર સરોવર બનાવેલું છે, જેમાંથી ભાવનગર શહેરને પાણી પુરવઠો મળે છે. દર રવિવારે તથા મંગળવારે ત્યાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. અને મોટા મેળા જામે છે. એ ધામ ઘણું રળિયામણું છે. દરદુરથી દેશ વિદેશથી યાત્રાળુઓ આવતા રહે છે.
આઈ ખોડિયાર ભાવનગરના રાજકુળનાં, સમસ્ત ગોહિલકુળનાં કુળદેવી તરીકે પૂજાય છે. ભાવનગરના કાકોર વખતિસંહજી (આતાભાઈ) ને આઈ ખોડિયારનું મોટું ઈષ્ટ હતું. તેમના પર આઈ ખોડિયાર પ્રસન્ન થએલાં, અને ભાવનગર રાજ્યના વિસ્તરણમાં આતાભાઈના ભાલા પર – એમના ડંકા નિશાન પર આવીને બિરાજતા અને આતાભાઈને યુદ્ધમાં વિજય મળતો એમ જન શ્રુતિ છે. આઈ ખોડિયારના વ્યક્તિગત પરચાઓને પાર નથી. અનેક શહેરામાં આઈ ખોડિયારના ભક્તો આઈ બેડિયારના નામનાં ભક્ત મંડળો ચલાવે છે. તેમનાં ગુણગાન અનેક કવિઓએ ગાયાં છે. અને ગવાઈ રહ્યાં છે. તેમના વિષે ખૂબ લખાણુ છે. અને લખાય છે. તેમજ સમસ્ત ગુજરાતમાં તેમનાં પૂજન, ધ્યાન મોટા પ્રમાણમાં ચાલુ છે.
~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)
.
मां खोडियार के सम्बंधित रचनाओं व संस्मरणों को पढ़ने के लिए नीचे शीषर्क पर क्लिक करें-
- खोडल तारा खेल- रचना: जोगीदान चडीया
- श्री आवड़ माता(तनोट माता) के आशीर्वाद से भारतीय सेना की तनोट के युद्ध में चमत्कारी विजय
.